મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)

મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ઘઉં નો લોટ લો. તેમાં સમારેલી મેથી,સમારેલી કોથમીર, વાટેલા મરચા, વાટેલું લસણ, નાખી દો.
- 2
હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, મીઠું, લીંબુ નો રસ, નાખો.
- 3
હવે તેમાં તલ અને વરિયાળી નાખો. હવે તેલ નું મોણ નાખો.
- 4
હવે બરાબર બધું મિક્સ કરી પાણી લઇ બહુ સોફ્ટ પણ નઈ અને કઠણ પણ નહિ એવો મીડીયમ લોટ બાંધી લો.
- 5
હવે લોટ ના તમને ગમતા જાડા કે પાતળા મુઠીયા વાળી તૈયાર કરો.
- 6
હવે મુઠીયા બનાવાનું વાસણ લઇ તેમાં નીચે પાણી રાખી ઉપર કાણા વાળી ડીશ માં તેલ લગાડી ઉપર તૈયાર કરેલા મુઠીયા પાથરી ૨૦ થી ૨૫ મિનિટ બાફી લો.
- 7
હવે ૧૦ મિનિટ ઠરવા દો. ત્યારબાદ નાના નાના મુઠીયા સમારી લો.
- 8
હવે એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, તલ, ચપટી હિંગ નો વઘાર કરો. હવે તેમાં સમારેલા મુઠીયા નાખો. ઉપર ખાંડ નાખી બરાબર હલાવી દો.
- 9
૨ મિનિટ સુધી હલાવ્યા કરી બરાબર વઘાર મુઠીયા માં ચડવા દો.
- 10
હવે ગેસ બંધ કરી ગરમ ગરમ મુઠીયા ને ચા અથવા ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (10)