હોટ એન્ડ સોર સૂપ(Hot N Sour Soup recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે. હોટ એન્ડ સોર સૂપ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક લોખંડની કડાઈમાં બનાવીશું. લોખંડની કડાઈમાં સુપ બનાવવાથી તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. અને ખુબ જ સરસ ટેસ્ટ આવે છે. તમે stree ફૂડ ખાવા જાવ ત્યારે પણ જોતા હશો કે મોટે ભાગે બધા લોખંડ ના વાસણ નો use કરતા હોય છે. તો સૌ પ્રથમ આપણે બધા વેજીટેબલ જોઈને જીણા જીણા કાપીને તૈયાર કરી લઈશું. અને એક વાટકી માં બે ચમચી કોર્નફ્લોર લઈને પાણી એડ કરી સ્લરી બનાવી લઈશું.
- 2
હવે કડાઈમાં તેલ ગરમ કરી ડુંગળી સાંતળો. જે પણ વેજીટેબલ સાંતળવાના છે તે મીડીયમ ફાસ્ટ ફ્લેમ પર જ સાંતળવાના છે. બહુ ચડવા દેવા નથી. ડુંગળી એક મિનિટ શેકાઈ ગયા બાદ તેમાં ક્રશ કરેલું આદુ અને લસણ એડ કરો. 1/2સેકન્ડ પછી તેમાં બધા વેજીટેબલ એડ કરો. અને એક મિનિટ સાંતળી લો.
- 3
હવે તેમાં ડાર્ક સોયા સોસ,ચીલી સોસ, મીઠું અને ચપટી ખાંડ એડ કરી લો. તે મિક્સ થઇ ગયા બાદ તેમાં પાણી એડ કરો.
- 4
પાણી નો ઉભરો આવી ગયા બાદ તેમાંબનાવેલી સ્લરી એડ કરો. અને ફાસ્ટ ફ્લેમ પર ઊભરો આવવા દો. ઉભરો આવી ગયા બાદ તેમાં કાળા મરીનો પાઉડર અને વિનેગર એડ કરો. વિનેગર એડ કર્યા બાદ તરત જ ગેસ બંધ કરી દો.
- 5
લીલી ડુંગળી થી ગાર્નીશ કરી ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (4)