ટોમેટો સુપ વિથ નૂડલ્સ (Tomato Soup Recipe in Gujarati)

#GA4#Week 20
આ રીતે બનાવેલ સુપ સાથે નૂડલ્સ અને મકાઈ નો સ્વાદ ખૂબજ સરસ આવે છે.સ્વાદિષ્ટ સુપ સાથે નૂડલ્સ પાર્ટી માં હેલ્ધી નાસ્તો બની જશે.
ટોમેટો સુપ વિથ નૂડલ્સ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week 20
આ રીતે બનાવેલ સુપ સાથે નૂડલ્સ અને મકાઈ નો સ્વાદ ખૂબજ સરસ આવે છે.સ્વાદિષ્ટ સુપ સાથે નૂડલ્સ પાર્ટી માં હેલ્ધી નાસ્તો બની જશે.
રાંધવાની સૂચનાઓ
- 1
1કિલો ટામેટાં ને કાપી બટર મુકી છુટ્ટા ચડવા દો.તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરી પીસી લો ને તેને ગાળી ને પ્યોરી બનાવી લો. નૂડલ્સ ને બાફી લો. મકાઈ ને બાફી લો ને છુટ્ટી કરી લો. ફણસી, કપ્સિકમ,કોથમીર ને નાના સમારી લો.બટાકા ને છુંદી લો.
- 2
એક પેન મા બટર લો ગરમ થાય એટલે સમારેલા ફણસી તથા કપ્સિકમ ઉમેરો થોડી વાર માટે ચડવા દો.
- 3
મકાઈ,બાફેલૂ બટેટૂ, ટામેટાં ની પ્યોરી ઉમેરો મિક્સ કરી થોડી વાર માટે ચડવા દો.
- 4
મીઠું, ખાંડ,મરી પાઉડર ઉમેરી હલાવો બરાબર મિક્સ કરો.
- 5
કોથમીર,ફુડ કલર,મિક્સ કરી છેલ્લે નૂડલ્સ ઉમેરી 10 મીનીટ સુધી ધીમી આંચ પર ચડવા દો.
- 6
કોથમીર,ફ્રેશ ક્રીમ અને બટર થી સજાવો. રેડી છે સ્વાદિષ્ટ સ્વામિનારાયણ સુપ વિથ નૂડલ્સ.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ