લેમન કોરીયેન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe in Gujarati)

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
બોરીવલી, મુંબઈ.

#GA4
#Week20
#soup/સૂપ
શિયાળાની ઠંડીના દીવસોમાં જ્યારે કંઇક ગરમાગરમ તાજગીભર્યું પીવાની ઇચ્છા થાય ત્યારે મારા મનમાં સૂપ પીવાની તલપ જાગે. એમાંય લીંબુમાં રહેલ વિટામીન સી, કોથમીરમાં રહેલ વિટામીન એ અને ગાજર, કોબીજમાં રહેલ મલ્ટી વિટામીનથી ભરપૂર... ઝટપટ બનતું લેમન કોરીયેન્ડર સૂપ એ મારી પહેલી પસંદ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5-7 મિનિટ
2 લોકો
  1. 1મોટી વાટકી ઝીણી સમારેલી કોથમીર
  2. 1 નાની વાટકીબારીક સમારેલી કોબીજ
  3. 1/2 નાની વાટકીબારીક સમારેલ ગાજર
  4. 1 ચમચીલીંબુનો રસ
  5. 1 નાની ચમચીકોર્ન ફ્લોર
  6. 1/4 નાની ચમચીઆદુ મરચાંની પેસ્ટ
  7. 3 કપપાણી
  8. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

5-7 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક લોયામાં પાણી ઉકાળી તેમાં બારીક સમારેલી કોબીજ અને ગાજર તથા આદુ મરચાંની પેસ્ટ, મીઠું નાખી 2-3 મિનિટ સુધી ઉકળવા દેવું

  2. 2

    કોર્ન ફ્લોરમાં 2 ચમચી પાણી મિક્સ કરી તેને ઉકળતા સૂપમાં સરખી રીતે મિક્સ કરી લઇ ગેસ બંધ કરી દેવો

  3. 3

    હવે ગરમ સૂપમાં લીંબુનો રસ અને કોથમીર નાખી સરખી રીતે હલાવી, તરત સર્વ કરવું

  4. 4

    લો તૈયાર છે ગરમા ગરમ લેમન કોરીયેન્ડર
    સૂપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
પર
બોરીવલી, મુંબઈ.

Similar Recipes