પંજાબી સમોસા(Punjabi Samosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક મોટા બાઉલમાં મેંદો,મીઠું અને તેલ એડ કરી બરાબર મિક્સ કરી જરુર મુજબ પાણી એડ કરી મિડીયમ કઠણ લોટ બાંધી તેમાં 2 ચમચી તેલ એડ કરી 20 મિનિટ રેસ્ટ આપ્યા બાદ બરાબર મસળી સમોસા બનાવવા માટેના લુવા રેડી કરી લો.
- 2
હવે એક પેનમાં સ્ટફીંગ બનાવવા તેલ ગરમ કરો.હવે તેમાં જીરું,ચોપ્ડ મરચા,જીંજર,મેશ કરેલ પોટેટો અને વટાણા એડ કરી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે તેમાં મીઠું,ગરમ મસાલો અને આમચુર પાઉડર એડ કરી બરાબર મિક્સ કરી સમોસા સ્ટફીંગ રેડી કરી લો.
- 4
એક પેનમાં જરુર મુજબ સમોસા ફ્રાય કરવા તેલ ગરમ કરવા મુકી દો.હવે રેડી કરેલા લુવામાંથી મોટી સાઈઝનું પરાઠું વણી તેને સેન્ટરમાંથી કટ કરી લો.
- 5
કટ કરેલ એક સાઈડને ટ્રાયએંગલ શેઈપમાં 2 ટાઈમ વાળી કીનારીને પાણી વડે સ્ટીક કરી કોન રેડી કરી લો.
- 6
હવે તેમાં સ્ટફીંગ એડ કરો. લાસ્ટમાં કીનારીને બરાબર સ્ટીક કરી બધા સમોસા રેડી કરી લો.હવે સમોસાને મિડીયમ ફ્લેમ પર ક્રીસ્પી બને એ રીતે ફ્રાય કરી લો.
- 7
રેડી કરેલ ડિલિશીયસ સમોસાને સર્વિંગ પ્લેટમાં લઈ કેચઅપ, ટી, ગ્રીન ચટણી અથવા આંબલીની ચટણી જોડે સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ (38)