સમોસા (Samosa Recipe In Gujarati)

સમોસા (Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટ માં તેલ નાખી સરસ મિક્સ કરો. મીઠું નાખો. અજમો નાખી મિક્સ કરો. ઠંડુ પાણી લઈ કઠણ લોટ બાંધો. ખાસ ધ્યાન આપો કે પાણી ધીમે ધીમે ઉમેરો. બહુજ થોડા પાણી માં લોટ બંધાઈ જશે.
- 2
લોટ ને ભીના કપડાં થી ૧૦ થી ૧૫ મિનિટ સુધી ઢાંકીને રાખો.
- 3
એક કડાઈ માં તેલ ગરમ મૂકી તેમાં જીરું, ધાણા, હિંગ નાખી આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો.
- 4
એક મિનિટ સાંતળો.તેમાં બટાકા ના પીસ ઉમેરો.
- 5
સરસ મિક્સ કરો.તેમાં મરચું, મીઠું, ગરમ મસાલો આમચૂર પાઉડર ઉમેરી મિક્સ કરો. હલાવી ને મિક્સ કરો.પૂરણ ઠંડુ થવા દો.
- 6
લોટ ના લુવા કરી લો.૨૦ નંગ એક સરખા લુવા કરો.
- 7
પાતળી રોટલી વણી લો.
- 8
તેના બે ભાગ કરી લો. સમોસા નો આકાર આપી પૂરણ ભરી ભીનો હાથ કરી સમોસા સરખા બંધ કરી લો.
- 9
મધ્યમ આંચ પર તેલ ગરમ કરો.સમોસા ને ગુલાબી તળી લો.કડક પડ તૈયાર થશે.
- 10
ગરમ ગરમ સર્વ કરો. મીઠી ચટણી સાથે સર્વ કરો.ચત ની જેમ રગડા, સેવ કોથમીર નાખી ને સર્વ કર્યું છે.
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ