કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)

કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી અને કેપ્સીકમ ને સમારી લો અને પનીર ના નાના ટુકડા કરી લો.હવે એક કડાઈમાં ઘી ગરમ કરો પછી તેમાં ડુંગળી અને કેપ્સીકમ ને સાંતળો તેને એક પ્લેટ મા કાઢી લો અને એજ કડાઈ મા પનીર સાંતળો તેને પણ પ્લેટ મા કાઢી લો.
- 2
હવે ગ્રેવી બનવા માટે ઘી ગરમ કરો તેમાં લસણ,ડુંગળી, આદું,લાલ મરચાંને ટામેટા ઉમેરો બધું સરખું ચઢી જાય એટલે નીચે ઉતારી ઠંડું થવા દો પછી તેને મિક્સર મા ક્રશ કરી ગ્રેવી તૈયાર કરો
- 3
સબ્જી બનાવવા માટે કડાઈ મા ઘી ગરમ કરો પછી તેમાં તમાલ પત્ર અને મોટી ઇલાયચી નાખો પછી તેમાં તૈયાર ગ્રેવી ઉમેરી ચઢવા દો લગભગ ૫ મીનીટ લાગશે. પછી તેમાં બધા મસાલા ઉમેરી મિક્સ કરો પછી તેમાં ૧/૨ ગ્લાસ પાણી ઉમેરો અને ૨ મીનીટ ચઢવા દો. પછી તેમાં સાંતળેલા ડૂંગળી, કેપ્સિમ અને પનીર નાખી હલાવી ને ધીમા તપે ઢાંકી ને ૩-૪ મીનીટ ચઢવા દો.
- 4
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ સબ્જી કઢાઈ પનીર.
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ