વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)

#AM3
આજે મે વાલ નુ શાક બનાવ્યુ છે,આ શાક પ્રસંગ ના જમણવારમાં બનતુ હોય છે,અને આપણે ઘરમા પણ કોઇ શાક નો હોય ત્યારે આ વાલ નુ શાક બનાવી શકાય છે રોટલી સાથે સારું લાગે છે,અને પ્રસંગ મા તો લાડવા સાથે વાલ નુ શાક હોય એટલે મજા આવી જાય,તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવો વાલ નુ શાક જરુર પસંદ આવસે.

રાંધવાની સૂચનાઓ
- 1
વાલ બનાવવા માટે રાત્રે ગરમ પાણી કરી ને 1 તપેલી મા વાલ ને પલાળી દેવા.
- 2
હવે સવારે 1કૂકર મા વાલ ને બાફી લેવા.
- 3
હવે વાલ ના શાક માટે બધી સામગ્રી તૈયાર કરી,1 ડિશમાં ગોળ ને સમારી લેવો,પછી ગોળ ની અંદર બધા મસાલા કરી,ટામેટાં,લીમડા ના પાન,મરચાં,આદું બધુ નાખી ને વઘાર માટે તૈયાર કરો.
- 4
હવે 1 કળાઈ મા તેલ મુકી અજમો અને રાઈ નાખી ચપટી હિંગ નાખી વઘાર કરો
- 5
હવે તૈયાર કરેલ મસાલા ને તેલ મા નાખી બધુ મિક્સ કરી લો પછી તેમા 1/2 ગ્લાસ જેટલુ પાણી નાખી ઉકળવા દો,પછી તેમા બાફેલા વાલ નાખવા.
- 6
હવે બધુ સરખી રીતે મિક્સ થાય એટલે તેમા લીંબું નાખી દેવું,પછી ધાણાજીરુ નાખી 10 મીનીટ સુધી થવા દો.
- 7
બસ તૈયાર છે વાલ નુ શાક કોથમીર નાખી ને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરો,મે આ રીતે સર્વ કર્યુ છે તમે તમારી ઇચ્છા મુજબ સર્વ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
- મહોબ્બત કા શરબત (Mohabbat ka Sharbat Recipe In Gujarati)
- કેસર ડ્રાય ફ્રુટ્સ લસ્સી (Kesar Dry Fruits Lassi Recipe In Gujarati)
- પનીર વેજ ફ્રેન્કી (Paneer Veg. Frankie Recipe In Gujarati)
- પીઝા પટ્ટી સમોસા (Pizza Patti Samosa Recipe In Gujarati)
- વેજ હૈદરાબાદી નિઝામી હાંડી (Veg. Hyderabadi Nizami Handi Recipe In Gujarati)

ટિપ્પણીઓ (4)