વેજ હૈદરાબાદી નિઝામી હાંડી (Veg. Hyderabadi Nizami Handi Recipe In Gujarati)

Kajal Ankur Dholakia
Kajal Ankur Dholakia @kajaldholakia

વેજ હૈદરાબાદી નિઝામી હાંડી (Veg. Hyderabadi Nizami Handi Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
ચાર વ્યક્તિ
  1. 50 ગ્રામબટાકા
  2. 50 ગ્રામફ્લાવર
  3. 50 ગ્રામફણસી
  4. 50 ગ્રામવટાણા
  5. 50 ગ્રામગાજર
  6. અમુલ બટર
  7. અમૂલ મલાઈ
  8. કાજુની પેસ્ટ
  9. 2-3 ચમચીમરચાની ભૂકી
  10. 2 ચમચીધાણાજીરૂ
  11. 1 ચમચીહળદર
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ૩ ચમચીગરમ મસાલો
  14. ૩ ચમચીકિચન કિંગ મસાલો
  15. 4 નંગસુકી ડુંગળી ઝીણી સમારેલી
  16. ૩ નંગટામેટાં ઝીણા સમારેલા
  17. આદુ અને લસણની ત્રણ ચમચી પેસ્ટ
  18. ૨ નંગલીલા મરચા
  19. ધાણાભાજી
  20. બધા જ ખડા મસાલા બે બે નંગ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ આપણે ગ્રેવી બનાવી શું
    એક પેનમાં તેલ લઈને ટામેટા લસણની કળીઓ લીલા મરચાના કટકા તેમજ આદુ નો કટકો આ 4 વસ્તુઓ માં લઈને સાંતળી લો
    ત્યારબાદ તેને ઠંડું પડવા દો અને ઠંડું થઇ ગયાબાદ પ્યુરી બનાવી લો
    અને બીજી બાજુ બધા જ શાક પાનને કુકરમાં ત્રણથી ચાર સીટી સુધી બાફી લો
    બધા જ શાકભાજીના પણ નાના નાના કટકા રાખવા

  2. 2

    હવે શાક વધારવા માટે એક પેનમાં અમુલ બટર લો તેમાં રાઈ-જીરું હિંગ અને ખાડા મસાલાઓ નાખીને બરાબર હલાવો
    ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ તેમજ ઝીણી સમારેલી ડુંગળી નાખીને ખૂબ જ સાંતળો

  3. 3

    ડુંગળી નો કલર બ્રાઉન થઇ ગયા બાદ તેમાં મીઠું મરચું ધાણાજીરુ હળદર ગરમ મસાલો કિચન કિંગ મસાલો વગેરે બધા જ મસાલાઓ નાખીને હલાવો
    ત્યારબાદ તેમાં જે પ્યુરી બનાવેલી હતી તે ઉમેરો

  4. 4

    ત્યારબાદ તેમાં બધા જ શાકભાજી નાખીને કાજુની પેસ્ટ નાખો અને હલાવો બરાબર શાક chaddi ગયા બાદ લાસ્ટ માં amul ક્રીમ નાખી ધાણાભાજી સાથે ગાર્નિશ કરીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Ankur Dholakia
Kajal Ankur Dholakia @kajaldholakia
પર

ટિપ્પણીઓ

Similar Recipes