લસણિયા બટાકા નું શાક (Lasaniya Bataka Shak Recipe In Gujarati)

#AM3
#cookpadindia
આ નાના નાના બટાકા આવતા હોઈ ત્યારે આ લસણીયા બટાકા નું શાક ખુબજ ટેસ્ટી બને છે.અને અત્યારે કેરી ના રસ સાથે આ શાક નું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા માં મીઠું નાખી બાફી લો.ત્યારબાદ ઠરે એટલે છાલ ઉતારી લો.
- 2
ત્યારબાદ લીલું લસણ સમારી લો.અને લસણ ની ચટણી બનાવી અને એક ચમચી પાણી એડ કરી પેસ્ટ બનાવી લો.કોથમીર પણ સમારી લૉ.
- 3
ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ મૂકો.તેલ થાય એટલે સૂકા મરચા, રાઈ જીરૂ,હિંગ, તલ એડ કરી દો.ત્યારબાદ તજ લવિંગ નો ભૂકો એડ કરી તરતજ લસણની ચટણી અને લીલું લસણ એડ કરી દો.
- 4
આ બધું સરસ હલાવી મિક્સ કરી લો.ત્યારબાદ બટાકા એડ કરી દો અને તેમાં બધા મસાલા એડ કરી દો.
- 5
આ બધું હલાવી સરસ મિક્સ કરી ધીમી આંચ પર ૫-૭ મિનિટ રેહવા દો. ત્યારબાદ શીંગદાણા નો ભૂકો અને ગરમ મસાલો એડ કરી હલાવી લૉ.ત્યારબાદ ગેસ બંધ કરી દો.અને ઉપર નાળિયેર નુ ખમણ અને કોથમીર છાંટી દો.
- 6
આ લસણિયા બટાકા ત્યાર છે. આ લસણિયા બટાકા નું શાક સ્વાદિષ્ટ બને છે. બપોર ના જમણ માં આ શાક બધા ને પસંદ પડે છે.રોટલી સાથે આ શાક હોઈ ને સાથે કેરી નો રસ એટલે જમવા ની મોજ આવી જાય.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (10)