બર્ડ નેસ્ટ (Bird Nest Recipe In Gujarati)

#MA
આ રેસિપી હું મારા મમ્મી માટે મધર્સ ડે નિમિત્તે મૂકુ છું. તેમની ઉમર ૭૮ વરસની છે તો પણ તેઓ ખૂબ જ સ્વસ્થ અને તંદુરસ્ત છે. તેઓ ખાવાના ખુબ જ શોખીન છે.
બર્ડ નેસ્ટ (Bird Nest Recipe In Gujarati)
#MA
આ રેસિપી હું મારા મમ્મી માટે મધર્સ ડે નિમિત્તે મૂકુ છું. તેમની ઉમર ૭૮ વરસની છે તો પણ તેઓ ખૂબ જ સ્વસ્થ અને તંદુરસ્ત છે. તેઓ ખાવાના ખુબ જ શોખીન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બટેટાને બાફી લેવા. છાલ ઉતારી તેનો માવો બનાવો. તેમાં ટોસ્ટ નો ભૂક્કો, વાટેલા આદુ મરચાં, મીઠું, લાલ મરચું, ઉમેરી બરાબર મિક્સ કરવું.
- 2
હવે તેમાંથી થોડો થોડો માવો લઇ એમાંથી કુંડા આકાર ના બોલ્સ બનાવી મેંદા ની સેવ માં રગદોળી લેવા. હવે તેલ ગરમ કરી તેમાં બદામી રંગ ના તળી લેવા.
- 3
દહીં માં થોડું મીઠું નાખી વલોવી લેવું. ડુંગળીને બારીક કાપી લેવી. લસણ વાટીને તેમાં લાલ મરચું, મીઠું ઉમેરી લાલ ચટણી બનાવવી. કોથમીર, મરચા, આદુ ની લીલી ચટણી બનાવવી.
- 4
એક પ્લેટમાં તળેલા કુંડા આકાર ના બોલ્સ લઇ ઉપર તળેલા મગ, સેવ, ડુંગળી, લાલ ચટણી, લીલી ચટણી, વલોવેલું દહીં છાંટી સર્વ કરવું. આ પક્ષીના માળા જેવી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)