બર્ડ નેસ્ટ (Bird Nest Recipe In Gujarati)

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666

#MA
આ રેસિપી હું મારા મમ્મી માટે મધર્સ ડે નિમિત્તે મૂકુ છું. તેમની ઉમર ૭૮ વરસની છે તો પણ તેઓ ખૂબ જ સ્વસ્થ અને તંદુરસ્ત છે. તેઓ ખાવાના ખુબ જ શોખીન છે.

બર્ડ નેસ્ટ (Bird Nest Recipe In Gujarati)

#MA
આ રેસિપી હું મારા મમ્મી માટે મધર્સ ડે નિમિત્તે મૂકુ છું. તેમની ઉમર ૭૮ વરસની છે તો પણ તેઓ ખૂબ જ સ્વસ્થ અને તંદુરસ્ત છે. તેઓ ખાવાના ખુબ જ શોખીન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. 1પેકેટ મેંદાની સેવ
  3. 1 વાટકીટોસ્ટ નો ભૂકો
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. લીલા મરચા અને આદુ ની પેસ્ટ
  6. 2 ચમચીલાલ મરચું
  7. 1 વાટકીચણાના લોટની સેવ
  8. 1 વાટકીતળેલા મગ
  9. 1 નંગડુંગળી
  10. 1 વાડકીદહીં
  11. ૧ વાટકીલીલી ચટણી
  12. 1 વાટકીલાલ ચટણી
  13. તલવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ બટેટાને બાફી લેવા. છાલ ઉતારી તેનો માવો બનાવો. તેમાં ટોસ્ટ નો ભૂક્કો, વાટેલા આદુ મરચાં, મીઠું, લાલ મરચું, ઉમેરી બરાબર મિક્સ કરવું.

  2. 2

    હવે તેમાંથી થોડો થોડો માવો લઇ એમાંથી કુંડા આકાર ના બોલ્સ બનાવી મેંદા ની સેવ માં રગદોળી લેવા. હવે તેલ ગરમ કરી તેમાં બદામી રંગ ના તળી લેવા.

  3. 3

    દહીં માં થોડું મીઠું નાખી વલોવી લેવું. ડુંગળીને બારીક કાપી લેવી. લસણ વાટીને તેમાં લાલ મરચું, મીઠું ઉમેરી લાલ ચટણી બનાવવી. કોથમીર, મરચા, આદુ ની લીલી ચટણી બનાવવી.

  4. 4

    એક પ્લેટમાં તળેલા કુંડા આકાર ના બોલ્સ લઇ ઉપર તળેલા મગ, સેવ, ડુંગળી, લાલ ચટણી, લીલી ચટણી, વલોવેલું દહીં છાંટી સર્વ કરવું. આ પક્ષીના માળા જેવી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nila Mehta
Nila Mehta @Nnmehta_3666
પર

Similar Recipes