બદામ શેક

#EB
#Week14
#ff1
#cookpadindia
#cookpadgujarati
#badamshake
#almond
#badam
#milkshake
બદામ શેક એક હેલ્થી ડ્રિન્ક છે જેને ઉનાળા માં ચિલ્ડ અને શિયાળા માં હોટ સર્વ કરવા માં આવે છે. તે વિટામિન ઇ થી સમૃદ્ધ છે અને તેમાં મહત્વપૂર્ણ એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી છે. બ્લાન્ચડ બદામ માં પ્રોટીન, હેલ્થી ફેટ, મેગ્નેશિયમ અને આયર્ન નોંધપાત્ર માત્રા માં હોય છે. તે યાદશક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે.
મિલ્કશેક માં બદામ ઉમેરવા થી મિલ્કશેક થીક અને નટી ટેક્સચર વાળું લાગે છે. મેં અહીં બદામ શેક ને વધારે ક્રીમી ટેક્સચર આપવા માટે તેમાં ઇવાપોરેટેડ મિલ્ક અને મિલ્ક પાવડર નો ઉપયોગ કર્યો છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બદામ ને 7-8 કલાક માટે પાણી માં પલાળી દો. ત્યારબાદ તેની છાલ કાઢી લો.
- 2
હવે 1 લિટર દૂધ માંથી 1/4 કપ જેટલું દૂધ વાડકી માં લઇ તેમાં વેનીલા ફ્લેવર્ડ કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર ઉમેરી મિક્સ કરો. તેમાં ગઠ્ઠા નહિ રહે તેનું ધ્યાન રાખવું. આ દૂધ ને બાજુ પર મૂકી દો અને બાકી નું દૂધ બોઈલ કરો. બોઈલ કરેલા દૂધ માંથી હવે 1 tbsp ગરમ દૂધ વાડકી માં લઇ તેમાં કેસર ના તાંતણા પલાળી દો અને 1/4 કપ જેટલું ગરમ દૂધ લઇ તેમાં છોલેલી બદામ 5-7 મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ તેને મીક્ષી જાર માં વાટી ને પેસ્ટ બનાવી લો.
- 3
હવે બોઇલ્ડ મિલ્ક માં ઇવાપોરેટેડ મિલ્ક ઉમેરો અને મીડીયમ ફ્લેમ પર 8-10 મિનિટ માટે ઉકાળો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો. 20% જેટલું દૂધ બળી જાય એટલે તેમા બદામ ની પેસ્ટ, કેસર વાળું દૂધ અને ખાંડ ઉમેરી 2-3 મિનિટ માટે કકળાવો. ત્યારબાદ તેમાં ઉપર તૈયાર કરેલું કસ્ટાર્ડ અને મિલ્ક પાવડર વાળું દૂધ અને એલચી પાવડર ઉમેરી 2-3 મિનિટ માટે ઉકાળો. તેમાં બદામ-પિસ્તા ની કતરણ અને કાજુ ના ટુકડા ઉમેરી ફરી 1 મિનિટ કકળાવી ને ગેસ બંધ કરી દો. રૂમ ટેમ્પરેચર ઉપર આવે એટલે તેને ફ્રિજ માં ચીલ કરવા મુકો. બદામ શેક તૈયાર છે.
- 4
હવે સર્વિંગ ગ્લાસ ની ધાર ઉપર કેરામેલ અથવા ચોકલેટ સીરપ લગાવી તેને બદામ ના ટુકડા ઉપર રગદોળો જેથી બદામ ના ટુકડા સીરપ પર ચોંટી જાય. હવે ગ્લાસ માં ચિલ્ડ બદામ શેક ભરો અને ઉપર બદામ-પિસ્તા ની કતરણ અને કેસર ના તાંતણા વડે ગાર્નિશ કરો.
- 5
તો તૈયાર છે ક્રીમી અને ડિલિશિયસ બદામ શેક. ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (38)