મોરૈયો (Moraiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં તેલ ગરમ કરવા મૂકવું, તેલ ગરમ થાય એટલે જીરું અને લીમડાનો વઘાર કરી બટેકા વધારવા.
- 2
બે મિનીટ પછી બટાકા જરા સોફ્ટ થાય એટલે શીંગદાણા ઉમેરી, પછી તેમાં આદુ મરચાની પેસ્ટ અને મીઠું ઉમેરી બધું સરસ મિક્સ કરી લો.
- 3
હવે તેમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી, પાણી ઉકળવા દેવું, પાણી ઉકળે એટલે તેમાં મોરયો ઉમેરવો. ચમચાની મદદથી બધું સરસ હલાવી, તપેલી ઉપર ઢાંકણ મૂકી તેના પર પાણીની હોજ મુકી મોરયા ને ચઢવા દેવો.
- 4
૭ થી ૮ મિનીટ પછી મોરયો ને જોઈને હલાવી લેવું. હવે મોરયો થઈ ગયો હશે.
- 5
હવે ગરમ ગરમ મોરયા ને ફરાળી કઢી સાથે સર્વ કરો અથવા આ મોરૈયો દહીં સાથે પણ ખુબ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15408285




ટિપ્પણીઓ