વાલનું શાક (Val Shak Recipe In Gujarati)

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835

#ff3
#festival special recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 250 ગ્રામ વાલ
  2. 2 ચમચીઆમલીનો પલ્પ
  3. ૨ ચમચીગોળ
  4. 2 ચમચીતેલ
  5. 1સૂકું લાલ મરચું
  6. ચપટીહિંગ
  7. 1/2 ચમચી અજમો
  8. 1/2 ચમચી હળદર
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. 1/2 ચમચી ધાણાજીરૂ
  11. 1/2 ચમચી ગરમ મસાલો
  12. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    વાલને પાણીથી ધોઈ overnight પાણીમાં પલાળવા. પછી કૂકરમાં મીઠું નાખી પાણી રેડી 4 સીટી વગાડી બાફી લેવા.

  2. 2

    હવે એક કઢાઈમાં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં અજમો,હીંગ અને સૂકું લાલ મરચું નાંખી વઘાર કરો. પછી તેમાં 1/2 ગ્લાસ પાણી રેડી દો. હવે તેમાં આમલીનો પલ્પ,ગોળ, હળદર,ધાણાજીરૂ,ગરમ મસાલો, લાલ મરચું પાઉડર નાખી પાંચ મિનિટ ઉકળવા દો.

  3. 3

    પછી તેમાં બાફેલા વાલ નાખી પાંચ મિનિટ ઉકળવા દો. હવે તૈયાર છે વાલનું શાક. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
પર

ટિપ્પણીઓ

Similar Recipes