કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati)

Sushma vyas @sushfood
આજે ગણેશજીને સફેદ વાનગીનો ભોગ ધરાવાનો. ચાલો ઝટપટ ખીર નોળિયેર વાળી દાદાને ધરાવીયે.
કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati)
આજે ગણેશજીને સફેદ વાનગીનો ભોગ ધરાવાનો. ચાલો ઝટપટ ખીર નોળિયેર વાળી દાદાને ધરાવીયે.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધને મીડીયમ તાપે ઉકાળવા મૂક્યું
- 2
ઉકળે ત્યાં સુધી ચોખાને ધોઈ, ચોખા ડૂબે તેટલા પાણીમાં પલાળવા મૂકવા
- 3
દૂધ ઉકળે એટલે થોળી વાર હલાવી પલાળેલા ચોખા પાણી સાથે જ દૂધમાં નાખવા
- 4
ચોખા સાથેનું દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું. ચોખા ચડી જાય એટલે ઉકળતી ખીરમાં લીલું ખમણેલ નાળિયેર નાખવું
- 5
ખીર ઘટ્ટ થતી લાગે એટલે તેમાં જરૂરિયાત મુજબ કાજુ, કેસર. બદામ, પીસ્તા નાંખવા
- 6
ખીર ઘટ્ટ થાય એટલે નાળિયેરનું દૂધ ઉમેરો
- 7
થોડીવાર હલાવી ખીરને બંધ કરી ઇલાઇચી નાખો. હલાવી ગણપતી બાપાને દૂર્વા રાખી ભોગ ધરાવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15499673














ટિપ્પણીઓ (14)