કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

#TT1
#cookpadgujrati
#cookpadindia

કઢી ખીચડી કાઠિયાવાડી ફેમસ દેશી ભાણું છે, મે અહી એકદમ દેશી સ્ટાઈલની કઢી બનાવી છે જેમા બીલકુલ ગળપણ નાખવાનુ નથી, અને લસણ થોડુ વધારે નાખવાનુ છે, અને થોડી તીખી બનાવવાની છે આ કઢી રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો

કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)

#TT1
#cookpadgujrati
#cookpadindia

કઢી ખીચડી કાઠિયાવાડી ફેમસ દેશી ભાણું છે, મે અહી એકદમ દેશી સ્ટાઈલની કઢી બનાવી છે જેમા બીલકુલ ગળપણ નાખવાનુ નથી, અને લસણ થોડુ વધારે નાખવાનુ છે, અને થોડી તીખી બનાવવાની છે આ કઢી રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. કઢી માટે➡
  2. ૩+½ વાટકા થોડી ખટાશ વાળી છાશ
  3. ૩ ચમચીબેસન
  4. ૧ મોટી ચમચીકોથમીર, મરચા, લસણ ની પેસ્ટ
  5. ૧/૨ ચમચીમરચુ પાઉડર
  6. ૧/૪ ચમચીહળદર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. વઘાર માટે➡
  9. ૨ ચમચીઘી
  10. ૧/૪ ચમચીજીરુ
  11. ૧/૪ ચમચીરાઈ
  12. ૭થી ૮ દાણા મેથી
  13. લીલુ મરચુ
  14. ૧૦ લીમડાના પાન
  15. ૪-૫ કળી લસણ ની કળી
  16. હીંગ
  17. ખીચડી માટે➡
  18. ૧/૨ વાટકીચોખા
  19. ૧/૨મગની ફોતરા વાળી દાળ
  20. ૧/૪ ચમચીહળદર
  21. મીઠું સ્વાદ અનુસાર
  22. ૩ વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કઢી માટે થોડી ખાટી છાશ લેવાની તેમા બેસન નાખી બ્લેન્ડર ફેરવી લેવું, તેમા કોથમીર, લસણ, મરચાની પેસ્ટ નાખી દેવી

  2. 2

    હવે તપેલીમાં ઘી મુકી, ગરમ થાય એટલે રાઈ, જીરુ, મેથી, લીલુ મરચુ, લસણ ની કળી, લીમડાના પાન નાખી વઘાર કરવો, છાશનું મીશ્રણ નાખવુ, મરચુ પાઉડર, હળદર, મીઠું નાખીને થોડી વાર સતત હલાવવુ, નહીંતર કઢી ફાટી જશે, ૧૫ મીનીટ કઢી ને ઉકાળો

  3. 3

    દેશી ખાટી કઢી તૈયાર છે

  4. 4

    ચોખા અને મગની દાળને મીક્સ કરવા, ૨ થી ૩ વખત પાણી થી બરાબર ધોઈ ને 1/2 કલાક પલાળી દેવી જેથી ખીચડી જલદી બની જશે અને સરસ ગળેલી બનશે, હવે તેમા મીઠું ને હળદર નાખી કુકરમા મીડીયમ ફ્લેમ પર ૫ વ્હીસલ કરવી તૈયાર છે ખીચડી

  5. 5

    તૈયાર છે કઢી ખીચડી પાપડ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes