ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

આખા વર્ષ દરમિયાન હું સૌથી વધુ રાહ ગણેશોત્સવ ની જોઉં છું. ગણેશજીની સ્થાપના કરી હોય એટલે થાળ ધરવામાં દરરોજ અલગ-અલગ મિષ્ટાન્ન તો બનાવતા જ હોઈએ. તેમાં મેં આજે ગાજર નો હલવો બનાવ્યો છે. તેમાં ખાંડ ના બદલે મિલ્કમેઈડ નો ઉપયોગ કર્યો છે.
#GCR

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર ને બરાબર ધોઈ, છાલ ઉતારી છીણી લો.
- 2
નોનસ્ટીક પેન માં ઘી ગરમ કરી તેમાં ગાજર નું છીણ ઉમેરી ૨-૩ મિનિટ સાંતળો
- 3
હવે તેમાં દુધ ઉમેરી ઉભરો અાવે ત્યાં સુધી ઉકાળો વચ્ચે વચ્ચે હલાવતા રહો. ઢાંકી ને ધીમા તાપે ચડવા દો.
- 4
દુધ બળવા આવે એટલે તેમાં મિલ્ક મેઈડ ઉમેરો. ઉકળતા મિશ્રણ માં બધું દુધ શોષાઈ જાય ત્યાં સુધી હલાવતા રહો. જો વધારે ગળ્યું પસંદ હોય તો થોડી ખાંડ ઉમેરી શકાય છે.
- 5
છેલ્લે ઇલાયચી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો અને ડ્રાઈફૂ્ટ ઉમેરો. તૈયાર છે ગરમાગરમ ગાજર નો હલવો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)