ગુલકંદ રોઝ મીઠાઇ (Gulkand Rose Mithai Recipe in Gujarati)

#GCR
#ગણેશચતુર્થી_21
#cookpadgujarati
ગણપતિ બાપ્પા મોર્યા..🙏 આજે મેં ગણપતિ બાપ્પા ને ગુલકંદ રોઝ મીઠાઇ બનાવી ને ભોગ ધરાવ્યો છે. એક જ કણક માથી પાંદડા ને રોઝ બનાવ્યા છે. આ મીઠાઇ નો સ્વાદ બવ જ મસ્ત લાગે છે. ફક્ત પાંચ ઘટકો થી જ મીઠાઇ બનાવેલી છે.....|| જય શ્રી ગણેશાય નમ:|| 🕉️ શ્રી ગણેશ ||
ગુલકંદ રોઝ મીઠાઇ (Gulkand Rose Mithai Recipe in Gujarati)
#GCR
#ગણેશચતુર્થી_21
#cookpadgujarati
ગણપતિ બાપ્પા મોર્યા..🙏 આજે મેં ગણપતિ બાપ્પા ને ગુલકંદ રોઝ મીઠાઇ બનાવી ને ભોગ ધરાવ્યો છે. એક જ કણક માથી પાંદડા ને રોઝ બનાવ્યા છે. આ મીઠાઇ નો સ્વાદ બવ જ મસ્ત લાગે છે. ફક્ત પાંચ ઘટકો થી જ મીઠાઇ બનાવેલી છે.....|| જય શ્રી ગણેશાય નમ:|| 🕉️ શ્રી ગણેશ ||
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘેરો ગુલાબી રંગ માટે બીટ ને ધોઇ ને એના નાના નાના ટુકડા કરી લો. હવે બીટ ને કૂકર મા ઉમેરી ને 1/2 કપ પાણી ઉમેરી 1 સીટી આવે ત્યા સુધી બોઈલ કરો. પછી આ બીટ ને ઠંડું કરી એક મિક્સર જાર મા પાણી સાથે ઉમેરી પીસી લો. ત્યાર બાદ તેને ગરણી ની મદદ થી ગાળી લો. હવે આપણો ઘેરો ગુલાબી રંગ તૈયાર છે.
- 2
હવે આપણે લીલો રંગ બનાવીશું.. એની માટે પાલક ને ધોઇ ને કટ કરી લો. હવે એક પેન મા થોડુ પાણી ઉમેરી થોડી વાર માટે પાલક નરમ થાય ત્યા સુધી બોઇલ કરી લો. પછી આ પાલક ને ઠંડું કરી એક મિક્સર જાર મા પાણી સાથે પીસી લો. ત્યાર બાદ તેને ગરણી ની મદદ થી ગાળી લો. હવે આપણો લીલો રંગ તૈયાર છે.
- 3
સૌ પ્રથમ એક બાઉલ મા ડેસિકેટેડ કોકોનટ પાવડર અને મીલ્ક પાવડર ઉમેરી મિક્સ કરી લો. પછી આમા કન્ડેન્સ્ડ મીલ્ક થોડુ થોડુ કરી ને ઉમેરતા જઈ મિક્સર ને મિક્સ કરી લો. હવે આમાં ઘી અને કેસર વાળું દૂધ (2 tbsp ગરમ દૂધ મા 7 થી 8 કેસર ના તાર ઉમેરી 30 મિનિટ મૂકી રાખવું) ઉમેરી કણક તૈયાર કરો. હવે આના બે ભાગ કરી લો.
- 4
હવે કણક ના એક ભાગ મા ઘેરો ગુલાબી રંગ ઉમેરી કણક ને બરાબર મસળવું. જેથી આપણો કુદરતી ઘેરો ગુલાબી રંગ કણક મા બરાબર મિક્સ થઇ જાય. (નોંધ: - જો આ પ્રવાહી રંગ ઉમેરીએ એટલે કણક થોડી નરમ થાય તો આમા થોડુ કોકોનટ પાવડર ઉમેરી કણક થોડો મસળીને સેમી જાડુ કણક તૈયાર કરી લો.)
- 5
હવે બીજા ભાગ મા લીલો રંગ ઉમેરી કણક ને બરાબર મસળવું. જેથી આપણો લીલો રંગ કણક મા બરાબર મિક્સ થઇ જાય (નોંધ :- જો આ પ્રવાહી રંગ ઉમેરીએ એટલે કણક થોડી નરમ થાય તો આમા થોડુ કોકોનટ પાવડર ઉમેરી કણક થોડો મસળીને સેમી જાડુ કણક તૈયાર કરી લો.)
- 6
હવે એક પ્લાસ્ટિક ની શીટ લઇ આની પર ગુલાબી કણક ને રોટલી ની જેમ મિડિયમ જાડું વણી લો. પછી એક પ્લાસ્ટિક ના બોટલ ના નાના ઢાંકણ થી ગોળ આકાર કટ કરી લો.
- 7
હવે લીલો કણક ને પણ પ્લાસ્ટિક ની શીટ પર રોટલી ની જેમ મીડિયમ જાડું વણી લો. પછી એક નાના ડોલ્કા ના ઢાંકણ થી ગોળ કટ કરી લો. પછી એ જ ઢાંકણ થી ગોળ આકાર ને અડધો અડધો જ કટ કરી પાન તૈયાર કરો. પછી એમા ટૂથ પીક થી પાન મા ડિઝાઇન તૈયાર કરી લો.
- 8
- 9
હવે ઘેરો ગુલાબી રોટલી ના ફૂલનો આકાર ફોટા મા બતાવ્યા મુજબ બનાવી લો. પછી તૈયાર કરેલા લીલા પાન જોડો અને આ રીતે બધા ગુલકંદ રોઝ મીઠાઇ તૈયાર કરી લો.
- 10
હવે આપણા એકદમ યમ્મી ને સ્વાદિસ્ટ એવા ગુલકંદ રોઝ મીઠાઇ તૈયાર છે સર્વ કરવા માટે. આ રોઝ ઉપર થોડું થોડું ગુલકંદ ઉમેરી ગાર્નિશ કરો. આ મીઠાઇ ગણપતિ બાપ્પા ને પ્રસાદ ના ભોગ રૂપે ચઢાવી બાપ્પા ને પ્રસન્ન કરો.
- 11
- 12
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફોર ફ્લેવર્સ ઈન વન મોદક (Four Flavours In One Modak Recipe in Gu
#GC#પોસ્ટ_2#ગણેશ_ચતુર્થી_સ્પેશ્યલ ગણપતિ બાપ્પા મોર્યા..🙏 આજે મે ગણપતિ બાપ્પા ને પ્યારા ને વહાલા ચાર પ્રકાર ના મોદક બનાવ્યા છે. જેમા 1️⃣ ટૂટી ફ્રૂટી મોદક , 2️⃣ કેસર પિસ્તા મોદક , 3️⃣ ગુલકંદ રોઝ મોદક અને 4️⃣ ચોકલેટ મોદક એમ એક જ કણક માથી ચાર પ્રકાર ના મોદક મે બનાવ્યા છે. આ મોદક મારી મોટી પુત્રી ને બવ જ ભાવે છે. એમા પણ એના પ્રિય ટૂટી ફ્રુટી મોદક ને ચોકલેટ મોદક છે....જય શ્રી ગણેશાય નમ:|| 🕉️ શ્રી ગણેશાય નમઃ || Daxa Parmar -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati ગણપતિ બાપ્પા મોરિયા 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપ્પા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના દિવસે આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપ્પા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે તો આજે મેં ગણપતિ બાપ્પા ને અતિપ્રિય એવા રસમલાઈ મોદક બનાવ્યા છે. જે એકદમ સરળતાથી ઘર માં જ રહેલી સામગ્રી માંથી સહેલાઈ થી આ મોદક બનાવી સકાય છે. અને ગણપતિ બાપ્પા ને પ્રસાદ માં ભોગ તરીકે ચઢાવી શકાય છે. Daxa Parmar -
રોઝ ગુલકંદ લડ્ડુ એન્ડ કોકોનટ મલાઈ લડ્ડુ
#GC#સાઉથ#south#coconut#લડ્ડુગણપતિ બાપ્પા મોર્યા 🙏🌹ગણેશોત્સવ માં ઘરે ઘર માં લોકો જાત જાત ના લડ્ડુ તથા મોદક બનાવે છે અને પ્રભુ ને ભોગ ધરાવે છે. અને બાળકો ના પ્રિય છોટા ભીમ તો લડ્ડુ ખાઈ ને જ તાકાત મેળવે છે 😜!નારિયેળ (શ્રી ફળ) દક્ષિણ ભારત માં અગત્ય નું સ્થાન ધરાવે છે. ઘણી મીઠાઈઓ નારિયેળ માંથી બનાવવા માં આવે છે. મેં અહીં બે પ્રકાર ના લડ્ડુ પ્રસ્તુત કર્યા છે જેમાં નારિયેળ નું બૂરું એટલે કે ડેસિકેટેડ કોકોનટ મુખ્ય ઘટક છે. આ બનાવવા માં ખુબ જ સરળ છે અને ઝડપ થી બની જાય છે. ટેસ્ટ માં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala -
પાન કોકોનટ લાડુ (Paan Coconut Laddu Recipe in Gujarati)
#CR#coconut#cookpadgujarati આપણે અત્યાર સુધી મોતીચૂરના, ચુરમાના, લાસા લાડવા વગેરે વિવિધ સ્વાદના લાડવા આરોગ્યા હશે પરંતુ અહી તમારા માટે પાન કોકોનટના લાડુની રેસીપી લઈને આવી છું…હવે થોડા દિવસો પછી ગણપતિ બાપ્પા નો તહેવાર ગણેશ ચતુર્થી આવી જ રહ્યો છે. તો આ ગણેશ ચતુર્થી પર તમે પણ આવા પાન કોકોનટ લાડુ બનાવી ને ગણપતિ જી ને પ્રસાદ તરીકે ભોગ ચઢાવી સકો છો. આ લાડુ ખૂબ જ સરળ રીત થી આસાની થી ઘર માં રહેલી સામગ્રી માંથી જ બનાવી સકો છો. આ લાડુ માં ગુલકંદ અને ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ ભરી ને બનાવવાથી આ લાડુ નો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
ટ્રેડિશનલ ઠંડાઈ સીરપ વિથ ઠંડાઈ મિલ્ક (Traditional Thandai Syrup
#HR#FFC7#week7#holispecial#cookpadgujarati ઠંડાઈ એ મહાશિવરાત્રી અને હોળીના તહેવાર દરમિયાન તૈયાર કરવામાં આવતું ખૂબ જ લોકપ્રિય પીણું છે. તે ઉત્તર ભારતનું ખૂબ જ પ્રખ્યાત પીણું છે અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. થંડાઈની રેસીપી તૈયાર કરવા માટે ઉમેરવામાં આવેલ તમામ ઘટકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદા છે. આ ઠંડાઈ એ ટ્રેડિશનલ રીતે બનાવવામા આવતી ઠંડાઈ સીરપ છે. જે બધા ડ્રાય ફ્રુટ અને મસાલા ને પાણી માં પલાળીને બનાવવામાં આવે છે. આ ઠંડાઈ સીરપ એ Dessert કે બીજી કોઈ વાનગી માં પણ ઉમેરીને બનાવવામાં આવે છે. આ ઠંડાઈ સીરપ ને ફ્રીઝ મા 6 મહિના સુધી સ્ટોર કરી સકાય છે. Daxa Parmar -
ઠંડાઈ મસાલા પાઉડર વિથ કેસરિયા, રોઝ અને પાન ફ્લેવર્સ ઠંડાઈ
Wish u all a very Happy Holi & Happy Dhuleti 🟢🔴🟡🔵🟣🟠🟤⚫#holi2021#holispecial#cookpadindia#cookpadgujarati હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર આવે છે. એકબીજાને ગુલાલ લગાવવી અને રંગ છાંટવો, સામાજીક મેળ મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે. આ બહાને લોકો બધા જ મતભેદ ભુલીને એક થઈ જાય છે. હોળીનું મનોવૈજ્ઞાનિક મહત્વ પણ છે. લોકોના મનમાં ઘણાં પ્રકારના મનોવિકાર છુપાયેલા રહે છે. આ સમાજના ભયથી કે શાલીનતાવશ પ્રગટ નથી થતાં. પરંતુ હોળીના દિવસે વ્યક્તિ ખુબ જ ઉલટા સીધા કામ કરવા માટે સ્વતંત્ર બની જાય છે. હાસ પરિહાસ, ઉપહાસ, મશ્કરી, મજાક-મસ્તીના માધ્યમથી બધી જ ખરાબ ભાવનાઓ છુટી જાય છે. આ રીતે વ્યક્તિ 3-મનથી પોતાની જાતને હલ્કી-ફુલ્કી અનુભવે છે. રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે ઠંડીની ઋતુ પુર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયાં છે. ધૂળેટી ના દિવસે ચારેબાજુ રંગોનું સામ્રાજ્ય છવાઈ જાય છે અને લોકો ના મન આનંદિત થઇ જાય છે...એમાં પણ બાળકો ને તો ધૂળેટી રમવાની ખૂબ જ મજા આવે છે...અને ધૂળેટી રમી ને થકી જાય છે ત્યારે આવી ઠંડાઈ પીને થાક ઉતરી દે છે. Daxa Parmar -
ઈનસ્ટન્ટ રોઝ કોકોનટ મોદક (Rose Coconut Modak Recipe In Gujarati)
રોઝ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🙏 ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા 🙏સ્વાદિષ્ટ, દેખાવ માં આકર્ષક, ઝટપટ બની જાય એવા મસ્ત ગુલાબી મોદકગણેશજી ને ભોગ ધરો. પ્રસાદ નો આનંદ માણો. Manisha Sampat -
રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)
#RB1 ફાલુદા મારા ઘરમાં બધાની ફેવરિટ છે ઉનાળામાંમારા ઘરે વારંવાર ફાલુદો બને છૅ હું ફાલુદા બનાવવા માટે gulkand ice-cream પણ ઘરે જ બનવું છુ અને ગુલકંદ પણ ઘરે જ બનાવું છું. Arti Desai -
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose gulkand sahi lassi recipe in Guj.)
#SRJ#NFR#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી એક અનોખી જ ઠંડક આપે છે. તેમાં પણ રોઝ ફ્લેવરની બનાવેલી લસ્સી પીવાનો આનંદ કંઈક અલગ જ આવે છે. મેં આજે દેશી ગુલાબ અને ગુલાબ માંથી જ બનતા ગુલકંદના ઉપયોગથી રોઝ ગુલકંદ શાહી લસ્સી બનાવી છે. આ લસ્સીને થોડી વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં એલચી પાવડર અને ગુલાબની પાંદડીઓ પણ ઉમેરી છે. તો ચાલો જોઈએ ક્રીમી અને ગુલાબની સુગંધ અને મીઠાશથી ભરપૂર એવી આ રોઝ ગુલકંદ શાહી લસ્સી કઈ રીતે બને છે. Asmita Rupani -
બનાના માલપુઆ (Banana Malpua Recipe in Gujarati)
#EB#week12#FD#cookpadgujarati માલપૂઆ એ તહેવારો કે ખાસ પ્રસંગે બનાવવામાં આવતી મિઠાઈ છે જે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, વેસ્ટ બેંગોલ અને ઓડીશા જેવા રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. માલપૂઆ એક પેન કેક જેવી મીઠાઈ છે જેને તળીને બનાવવામાં આવે છે. લોટ, દૂધ અને ખાંડ થી બનતી આ મીઠાઈ માં ઘણી વખત કેળા, નાળિયેર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે. ઈલાયચી અને વરિયાળી ઉમેરવાથી માલપુવા ને એક સરસ ફ્લેવર મળે છે. Daxa Parmar -
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose Gulkand Shahi Lassi Recipe In Guj.)
#SRJ#cookpadgujarati#cookpadindia ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી એક અનોખી જ ઠંડક આપે છે. તેમાં પણ રોઝ ફ્લેવરની બનાવેલી લસ્સી પીવાનો આનંદ કંઈક અલગ જ આવે છે. મેં આજે દેશી ગુલાબ અને ગુલાબ માંથી જ બનતા ગુલકંદના ઉપયોગથી રોઝ ગુલકંદ શાહી લસ્સી બનાવી છે. આ લસ્સીને થોડી વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં ઈલાયચી પાવડર અને ગુલાબની પાંદડીઓ પણ ઉમેરી છે. તો ચાલો જોઈએ ક્રીમી અને ગુલાબની સુગંધ અને મીઠાશથી ભરપૂર એવી આ રોઝ ગુલકંદ શાહી લસ્સી કઈ રીતે બને છે. Daxa Parmar -
કેસર કોપરા પાક (Kesar Kopra Paak Recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#શ્રાવણ#janmashtamispecial શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો. આ મહિના મા મોટામાં મોટો તહેવાર જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મદિવસ. શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયું સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. જે જન્માષ્ટમી પર ભગવાનને અર્પિત કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ કેસર કોપરા પાક કોકનટ બરફી નું ગુજરાતી વર્ઝન છે કોપરા પાક (kopra Pak) એવી મિઠાઇ છે જે તમે ઉપવાસમાં ખાઇ શકો છો. તથા શુભ પ્રસંગ હોય કે પૂજા ભગવાનને કોપરા પાક (kopra Pak) ચઢાવવામાં આવે છે. કોપરા પાક બનાવવામાં પણ ઘણો સરળ છે. આપને નવાઈ લાગશે પણ આ સરળ રેસિપી થોડી જ મિનિટમાં તૈયાર થઈ શકે છે. આ કોપરા પાક ઘણી બધી રીતથી બનતો હોય છે. ખાંડ ની ચાસણીમાં, કોઈ માવો ઉમેરીને કે લીલા નારિયેળ થી પણ કોપરા પાક બનતો હોય છે. મેં અહીં ખાંડ ની ચાસણી વગર ઇન્સ્ટન્ટ કેસર કોપરા પાક બનાવ્યો છે. કોપરા પાક તો મારા નાનપણ થી જ અતિ પ્રિય મીઠાઈ રહી છે. તે બનાવવામા પણ ખૂબ જ ઝડપી અને સરળ છે. આજે આ જન્માષ્ટમી નિમિત્તે પ્રસાદ માં ધરાવવા માટે કેસર કોપરા પાક બનાવ્યો છે. આ કોપરા પાક ને બહાર જ 2 થી 3 દિવસ માટે સ્ટોર કરી સકાય છે અને ફ્રીઝ મા 8 થી 10 દિવસ માટે સ્ટોર કરી સકાય છે. Happy Janmashtami to all of you Friends...👍🏻👍🏻🤗🤗🙏🙏 Daxa Parmar -
રોઝ ચમ ચમ (Rose Chum Chum Recipe In Gujarati)
#યીસ્ટચમ ચમ એક બંગાળી મીઠાઇ છે મે એમા રોઝ ફ્લેવર આપી બનાવી છે ખુબ જ સરસ ટેસ્ટી બને છે Shrijal Baraiya -
સેવૈયા ખીર/સેમીયા પાયાસમ (Seviyan Kheer OR Semiya Payasam Recipe
#mr#kheer#post1#cookpadgujarati આ ખીર એક જટપટ અને વધારે મેહનત વિના બની શકે એવી sweet dish છે . બનાવવા માં પણ એકદમ સરળ . આ મીઠાઈ મૂળ ૩ સામગ્રી થી બને છે – દૂધ , સેવૈયા અને ખાંડ . બસ. આપણે જે કેસર , ઈલાયચી અને મિક્સ ડ્રાય ફ્રુટ ઉમેરીશું એ સ્વાદ ને boost કરનાર છે . આ મીઠાઈ ગરમ કે ઠંડી પીરસી શકાય. બંને રીતે સ્વાદ ઉત્તમ જ લાગશે . સાઉથ ઇન્ડિયા માં આ મીઠાઈ ને ‘પાયાસમ’ પણ કહે છે. આપ હોટેલ માં જમશો તો જરૂર આ મીઠાઈ તો હશે જ. આ ખીર ને સેમિયા પાયસમ પણ કહે છે. સામાન્ય રીતે સેવૈયા ખીર કોઈ ખાસ પ્રસંગે જ બનાવીએ છીએ. ક્યારેક ઘરમાં કોઈની ઈચ્છા થઇ ગઈ હોય કે પછી કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે બનાવીએ છીએ. તો લોકો હોળી ના તહેવાર પર પણ સેવૈયા ખીર બનાવી જ શકાય અને એ પણ એકદમ સરળ રીતથી. Daxa Parmar -
ગુલકંદ ડબલ ડીલાઇટ બરફી (Gulkand Double Delight Barfi Recipe in G
#DFT#Diwalispecial21#mithai#Diwali#cookpadgujarati દિવાળી નો તહેવાર આવે એટલે આપણા બધાના ઘરે જાર જાત ની મીઠાઇ અને ફરસાણ બનતા જ હોય છે. એમાં પણ જો ઘર માં જ રહેલ સામગ્રીથી આસાની થી મિલ્ક પાઉડર થી બરફી બનાવી સકાય છે. આ બરફી મીઠાઇ ને ખોયા માવાથી પણ બનાવી શકાય છે. આ બરફી માં ગુલકંદ અને ડ્રાય ફ્રુટસ નું સ્ટફિંગ ભરી ને બરફી ને સ્વાદિસ્ટ બનાવવામાં આવે છે. આ બરફી એકદમ ઝડપથી અને આસાનીથી બની જાય છે. Daxa Parmar -
બ્લેક રોઝ મેજીક (Black Rose Magic Recipe in Gujrati)
#goldenapron3 #week_૧૪ #પઝલ_વર્ડ #મોકટેલ# આ મોકટેલ કાળી દ્રાક્ષ અને રોઝ સીરપ તે મજ ગુલકંદ પાવડર નાખી બનાવેલ છે. ગુલકંદ પાવડર ઠંડક આપે છે. Urmi Desai -
-
-
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)
#GCRરસમલાઈ મોદકબાપ્પા ને આજે મે રસમલાઈ મોદક નો પ્રસાદ ધરાવ્યોગણપતિ બાપા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
દૂધ પૌઆની ખીર (Dudh Pouva Kheer Recipe in Gujarati)
#RC2#વ્હાઈટ_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadGujarati આ એક પરંપરાગત ભારતીય પૌવા ખીર રેસીપી છે અને ખાસ શરદ પૂનમ પર તૈયાર કરવામાં આવે છે. તે રીચ અને હેલ્થી છે છતાં આ એક લાઈટ ફ્લેટન્ડ રાઇસ સ્વીડ પુડિંગ છે. તે પલાળેલા ચપટી પૌવા અને ઉકાળેલા દૂધ વડે બનાવવામાં આવે છે અને તેમાં ડ્રાય ફ્રુટ અને જાયફળ, એલચી અને કેસર જેવા મસાલા હોય છે. તે કોઈપણ સમયે બનાવવા માટે સુપર ઝડપી અને સરળ છે. શરદ પૂનમ પર દૂધ પૌવા ખાવાનું મહત્વ છે, આયુર્વેદ અનુસાર ચોમાસાની ઋતુના અંતે "પિત્ત" અથવા એસિડિટી વધે છે. આ રાત્રે આ દૂધની ખીર ખાવાથી તે પિત્ત ને બેઅસર કરે છે કેમ કે દૂધ ખોરાકને ઠંડક આપે છે. માનવામાં આવે છે કે આ રાત્રે મૂનલાઇટ આશ્ચર્યજનક મેડિકલ અને પૌષ્ટિક ગુણધર્મો ધરાવે છે જે શરીરને કાયાકલ્પ કરે છે. Daxa Parmar -
મહારાષ્ટ્રીયન કેસર પિયુષ (Maharashtrian Kesar Piyush Recipe in G
#RB10#week10#MAR#મહારાષ્ટ્રીયન_રેસીપી#cookpadgujarati પિયુષ એક ટ્રેડિશનલ મહારાષ્ટ્રીયન ઠંડું પીણું છે. જે કેસર શ્રીખંડ અને છાસ ના મિશ્રણ થી બનાવવામાં આવે છે. આ ઠંડા પીણાં નો સ્વાદ અને ફ્લેવર્સ માં વધારો કરવા માટે તેમાં ઈલાયચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરવામાં આવે છે. આ ઠંડું પીણું ઉનાળા દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્ર માં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. Daxa Parmar -
ગુલકંદ મોદક અને ચોકલેટ મોદક(modak recipe in gujarati)
#GCગણપતિ બાપા ને તો કોઈ પણ ભોગ ધરાવીએ તો ગણપતિ બાપા ને તો પસંદ આવે જ છે પણ મોદક એમનો ફૅવરિટ હોય છે બે ટેસ્ટમાં બનાવવા પ્રયત્ન કર્યો અને ખુબ જ સરસ પ્રયત્ન રહ્યો Khushboo Vora -
-
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose Gulkand Shahi Lassi Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : રોઝ ગુલકંદ શાહી લસ્સી One of my favourite sweet lassiલસ્સી બધી જ ફલેવર ની ભાવે 😋ગરમી ની સિઝનમાં ઠંડી ઠંડી લસ્સી નો એક ગ્લાસ મલી જાય મજા પડી જાય. Sonal Modha -
સ્ટફ્ડ ગુલકંદ રોઝ કેશ્યુ રોલ્સ(stuffed gulkand rose cashew roll recipe in gujarati)
કાજુ કતરી નું થોડું નવું ફ્લેવર ઉમેરેલું સ્વરુપ છે. મુખ્ય કાજુ કતરીનો માવો બનાવી તમને પસંદ હોય એ ફ્લેવર, આકાર, સ્ટફીંગ સાથે બનાવી શકો છો.મેં અહીં ગુલાબની ફ્લેવર આપી છે. તો રોઝ ફ્લેવર સાથે ગુલકંદ બહુ જ સરસ લાગે છે. ગુલકંદ સાથે પાનની ફ્લેવર પણ સરસ જાય છે.અમે લાઇવ થયા એ વખતે ૧૦૦ ગ્રામ કાજુમાંથી બનાવ્યા હતા. ૧૫ નંગ બન્યા હતા. હું અહીં ૨૫૦ ગ્રામ કાજુનું માપ લઉં છું.#ઉપવાસ#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ_37 Palak Sheth -
-
રોઝ ગુલકંદ મોદક (Rose Gulkand Modak Recipe In Gujarati)
#modak#GCR#cookpadindia#cookpadgujarati Sneha Patel -
રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)
#SMશરબત & મિલ્ક શેક ચેલેન્જ Juliben Dave -
મેંગો મઠો (Mango Matho Recipe in Gujarati)
#KS6 ખંભાત નો ફેમસ મેંગો મઠો આજે મે બનાવ્યો છે...જે એકદમ દુકાન જેવો જ બન્યો હતો.ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મઠા ની રેસીપી લાવી છું જે બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એકદમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવવાર થી કોઈ ને લાગે જ નઇ કે ઘરે બનાવેલો છે. આ મઠો મેં ઘરે દહીં બનાવી ને બનાવ્યો છે...તમે તૈયાર બજાર ના દહીં થી પણ આ મઠો બનાવી સકો છો. Daxa Parmar -
ફાયર લેસ ચોકલેટ ગુજીયા (Fireless Chocolate Gujiya Recipe In Guja
#HRC#Holi23#Gujiya#Cookpadgujarati હોળી એક રંગો નો તહેવાર છે. જે દર વર્ષે ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભારતનો કોઈપણ તહેવાર વાનગીઓ વિના અધૂરો છે. આ ફેસ્ટિવલ ની સારી રીતે ઉજવવા માટે આજે હું તમારી માટે ફાયર લેસ ચોકલેટ ગુજીયા બનાવવાની રેસિપી લઈને આવી છું.. ગુજિયા એ ભારતની પરંપરાગત વાનગી છે. સામાન્ય રીતે ઘરોમાં માવા ગુજીયા બનાવવાની પરંપરા ચાલી આવે છે. એટલા માટે તમે આજ સુધી માવા ગુજિયા ખૂબ ખાધા હશે. પણ શું તમે ક્યારેય ચોકલેટ ગુજિયાનો સ્વાદ ચાખ્યો છે? જો નહીં, તો આજે જ આ રેસિપી ફોલો કરી ને એકવાર જરૂર થી ટ્રાય કરો. ચોકલેટ ગુજિયા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (25)