સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)

સેવ ખમણી ગુજરાતી લોકોનું પ્રિય ફરસાણ છે જે ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે. સેવ ખમણી બે રીતે બને છે. ટ્રેડિશનલ સેવ ખમણી વાટેલી ચણાની દાળને ધીરા તાપે પકાવીને બનાવવામાં આવે છે જ્યારે ઇન્સ્ટન્ટ સેવ ખમણી ખમણ ની જેમ સ્ટીમ કરીને પછી તેનો ભૂકો કરી ને બનાવવામાં આવે છે. મેં અહીંયા ટ્રેડિશનલ રીતે સેવ ખમણી બનાવવી છે જે ખૂબ જ પોચી અને સ્વાદિષ્ટ બને છે.

રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળને ધોઈ ને છ કલાક માટે પલાળી રાખવી. ત્યારબાદ પાણી નિતારી લઈને 2 થી 3 ટેબલસ્પૂન પાણી ઉમેરીને વાટી લેવી. મિશ્રણ થોડું કરકરું રાખવું, એકદમ મુલાયમ કરવું નહીં અને વધારે પડતું પાણી ઉમેરીને ઢીલું કરવું નહીં. વાટેલી દાળ ને એક કલાક માટે ઢાંકીને રાખી મૂકવી.
- 2
હવે દાળમાં મીઠું અને હળદર ઉમેરી ને બરાબર હલાવી લેવું. હવે તેમાં ઈનો મિક્સ કરીને બરાબર ફીણી લેવું.
- 3
સેવ ખમણી બનાવવા માટે જાડા તળિયાવાળા અથવા તો નોનસ્ટિક વાસણનો ઉપયોગ કરવો. તેલ ગરમ થાય એટલે તેમાં વાટેલી દાળ ઉમેરીને બરાબર હલાવી લેવું. હવે આ મિશ્રણને મીડીયમ તાપ પર ત્રણથી ચાર મિનિટ માટે પકાવી ફરી પાછું હલાવવું. આ રીતે દર બે-ત્રણ મિનિટે હલાવતા રહેવું. છ થી આઠ મિનિટ પછી બે થી ત્રણ ચમચી પાણી ઉમેરી ફરી પાછું હલાવીને ઢાંકીને મીડીયમ તાપે પકવવું. લગભગ 15 મિનિટમાં ખમણી ચડીને તૈયાર થઈ જાય છે. ખમણી હાથમાં ચોંટે નહીં તો એ તૈયાર છે એમ સમજવું. ગેસ બંધ કરી પાંચ મિનિટ રહેવા દેવું.
- 4
ખમણી થોડી ઠંડી થાય એટલે તેમાં ખાંડ ઉમેરી બરાબર હલાવી લેવું. ગરમ ખમણી હોવાથી ખાંડ ઓગળી જશે. હવે ખમણીને એકદમ ઠંડી થવા દેવી. ઠંડી ખમણી નો હાથ થી ભૂક્કો કરી લેવો.
- 5
હવે એક વાસણમાં વઘાર માટે તેલ ગરમ કરવું. ત્યાર બાદ તેમાં રાઈ ઉમેરવી. રાઈ ફૂટે એટલે તેમાં હિંગ અને વાટેલા આદું-મરચાં, લસણ ઉમેરી થોડું સાંતળવું. હવે તેમાં કાજુ, દ્રાક્ષ, લીલા ધાણા, લીલું લસણ અને લીંબૂનો રસ ઉમેરવા. બધુ બરાબર હલાવી લઈને 1/3 કપ પાણી ઉમેરવું.
- 6
ખમણી પર પર તૈયાર કરેલો વઘાર ઉમેરી દેવો અને બધુ બરાબર હલાવી લેવું. ખમણી ને ફરી પાછી ધીમા તાપે પાંચ થી સાત મિનિટ માટે ઢાંકીને પકાવવી.
- 7
ચટણી બનાવવા માટે ખમણી, લીલા મરચા, લીલા ધાણા, ખાંડ, મીઠું અને પાણી બધું એક મિક્સર જારમાં ઉમેરીને વાટી લેવું.
- 8
ગરમા ગરમ ખમણી ઉપર સેવ, દાડમના દાણા, લીલા ધાણા અને લીલું લસણ ભભરાવીને ચટણી સાથે પીરસવી.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (19)