રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને અડદ દાળ ને સરખી ધોઈ ને પલાડી દો 6-7 કલાક પછી એને પીસી લો અને મિક્સ કરી અથા માટે પાછું 6-7 કલાક પલાળી દો.
- 2
બનાવતી વખતે 4-5 મિનિટ એને મેસ કરી લો હવે તેમાં મીઠું અને સાજી ના ફૂલ નાખી 10-15 મિનિટ રેસ્ટ આપો.ઈડલી મેકર માં ઇડલી બાફી લો.
- 3
સાંભર બનાવા માટે દાળ માં મીઠું અને હળદર નાખી બાફી લો.
- 4
હવે તેલ મૂકી તેમાં રાઈ જીરું મૂકી આદુ,મરચા, લસણ ની પેસ્ટ નાખી સાંતળી લો હવે ડુંગળી નાખી 3 મિનિટ સાંતળી લો હવે બાકી ની સબ્જી નાખી 1 ગ્લાસ પાણી નાખી બધા મસાલા નાખી દયો અને આંબલી નું પાણી પણ નાખી દેવું
- 5
એને એકદમ ઉકળવા દેવું ઉકાળી જાય એટલે દળ નાખી પછુ 1/2 ગ્લાસ પાણી નાખી ઉકાળવા દયો.
- 6
વ્હાઈટ ચટણી માટે ચણા દાળ ને સેકી લ્યો (તમે દાળિયા પણ લઈ શકો) પછી તેમાં ટોપરું,મરચી,મીઠું,5-6 લીમડા ના પાન નાખી મિક્સર માં ક્રશ કરો લ્યો.હવે જેટલી ઢીલી જોયે એટલું પાણી નાખવું.
- 7
1/4 ચમચી તેલ મૂકી તેમાં રાઈ અને લીમડાના પાન ઉમેરિ ઉપર થી વધાર રેડી દયો.ત્યાર છે ઈડલી સાંભર વિથ ચટણી
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (6)