વેજીટેબલ ભૈડકુ (Vegetable Bhaidku Recipe In Gujarati)

# પારંપરિકવાનગી
#વિસરાતીવાનગી
#cookpadgujarati
ભૈડકુ એ ગુજરાતની પારંપરિક વાનગી છે. એ હેલ્થ અને પોષક તત્વોથી ભરપૂર હોવાથી તેને સંપૂર્ણ આહાર પણ કહે છે તેને વધારે હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે અહીં શાકભાજીનો ઉપયોગ કર્યો છે.
નાના બાળકો અને વડીલો માટે તો આ બેસ્ટ રેસીપી છે તેમજ યુવાનો માટે અને જેમને weight loss કરવો છે તેમના માટે પણ આ ઉત્તમ ખોરાક છે.સગર્ભા સ્ત્રીને ભૈડકુ ખવડાવવામાં આવે તો તેનું ધાવણ વધી શકે છે.
ભૈડકુ સવારે અથવા તો રાત્રે ડિનરમાં પણ લઇ શકાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈમાં ઘી ગરમ કરવા મૂકી જીરું અને મીઠા લીમડાનો વઘાર કરી આદુ-મરચાની પેસ્ટ સાંતળી લેવી ત્યારબાદ વટાણા નાખી ૨ મિનીટ પકાવો. પછી કેપ્સીકમ અને ગાજર નાખી એક મિનિટ થવા દો. છેલ્લે ટામેટા નાખી મીઠું નાખો અને મિક્સ કરી બે મિનીટ પકાવો.
- 2
ત્યારબાદ હળદર નાખી બરાબર મિક્સ કરી પાણી નાખો. પાણી ઊકળે એટલે ભૈડકુ પ્રીમિક્સ પાઉડર નાખી ઝડપથી હલાવી મિક્સ કરી દો ગાંઠા ન પડે તેનું ધ્યાન રાખવું હવે ઢાંકીને પાંચ મિનિટ પકાવો વચ્ચે વચ્ચે હલાવતા રહેવું
- 3
હવે તેમાં મરી પાઉડર લીંબુનો રસ અને ખાંડ નાંખી બરાબર મિક્સ કરી બે મિનિટ બાદ ગેસ બંધ કરી અને સમારેલી કોથમીર મિક્સ કરી દેવી.
- 4
સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર દહીં,ઘી અને કોથમીર થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.
- 5
ગરમ ગરમ ભૈડકુ સરસ લાગે છે.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (13)