ખારી ભાત (Khari bhat recipe in Gujarati)

ખારી ભાત કચ્છમાં બનાવવામાં આવતા એક ભાતનો પ્રકાર છે જેનો મતલબ કચ્છી ભાષામાં તીખો ભાત એવું થાય છે. આ ભાત લગભગ મસાલા ભાત ની રીતે જ બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી આ ભાત આખા મસાલા અને ફક્ત કાંદા અને બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ એમાં પસંદગી પ્રમાણેના શાકભાજી પણ ઉમેરી શકાય. આ ભાત ઝડપથી બની જાય છે પરંતુ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. દહીં કે રાયતા, પાપડ અને અથાણા સાથે આ ભાત ખાવાની ખૂબ જ મજા પડે છે. ખારી ભાત એક ફ્લેવરફુલ પરફેક્ટ વન પોટ મીલ ની રેસીપી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખા ને ત્રણ થી ચાર વાર પાણીથી ધોઈને પાણીમાં પલાળી રાખવા. કાંદા અને બટાકાને સમારી લેવા.
- 2
એક પોટ માં તેલ અને ઘી ઉમેરી ગરમ થાય એટલે તેમાં બધા આખા મસાલા ઉમેરવા, ત્યારબાદ તેમાં રાઈ અને જીરું ઉમેરવું. રાઈ ફૂટે એટલે તેમાં હિંગ, આદુ-મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીને બરાબર હલાવી લેવું અને અડધી મિનિટ માટે સાંતળવું. ત્યારબાદ તેમાં કાંદા ઉમેરીને હલકા ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળવા.
- 3
હવે તેમાં બટાકા, હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને બરાબર હલાવી લેવું. હવે તેમાં પાણી નિતારી લઈને બાસમતી ચોખા ઉમેરવા. ભાત માં પાણી ઉમેરીને મીડીયમ તાપ પર પકાવવું. પાણી ઉકાળવા માંડે એટલે ગેસ એકદમ ધીરો કરીને ઢાંકીને પકાવવું. આ ભાત આ જ રીતે પ્રેશર કુકરમાં પણ ત્રણ વ્હિસલ વગાડીને બનાવી શકાય.
- 4
લગભગ 15 મિનિટ પછી ચોખા ચડ્યા છે કે નહીં એ તપાસી લેવું. ભાત તૈયાર હોય ત્યારે ગેસ બંધ કરીને લીલા ધાણા ભભરાવવા.
- 5
મસાલેદાર ખારી ભાતને ઘી, દહીં કે રાયતા, પાપડ અને અથાણા સાથે પીરસવો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)