મેક્સિકન હોટ પોટ (Mexican Hot Pot Recipe In Gujarati)

ફ્રેન્ડ્સ આજે અહીં હું મેક્સિકન હોટપોટ ની રેસીપી શેર કરવા જઈ રહી છું મેક્સિકન ફૂડ એવું છે જે આપણા ઇન્ડિયનને ટેસ્ટ ભાવે એવું છે અને પ્લસમાં હોટ પોટ અથવા તો વનપોટ મીલ છે કે જે આપણા માટે બનાવો ખૂબ જ ઇઝી છે છતાં પણ તે ડીલીસીયસ છે
#nidhijayvinda
#cookpadindia
#cjm

રાંધવાની સૂચનાઓ
- 1
મેક્સિકન રાઈસ માટે સાલસા બનાવવા માટે
- 2
એક મિક્સર જારમાં બે નંગ ડુંગળી બે નંગ ટામેટા બે ચમચી જેટલા કેપ્સીકમ કોથમીર બે ચમચી જેટલો ટોમેટો કેચઅપ સ્વાદ મુજબ લીંબુ અને મીઠું એડ કરી સ્ટાર્ટ કરી સ્ટોપ કરો એ રીતે સાલસા સોર્સ રેડી કરો
- 3
હવે એક પેનમાં બે ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી તેમાં બટર એડ કરો. ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું લસણ અને ડુંગળીને સોતે કરો
- 4
હવે તેમાં 1/2 કપ જેટલી ટોમેટો પ્યુરી એડ કરો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઓરેગાનો 1/2 ચમચી જેટલું ધાણાજીરું પાઉડર એડ કરો ત્યારબાદ તેમાં મરી પાઉડર ચીલી ફ્લેક્સ જે રીતે તીખાશ આપણે જોઈએ તે રીતે એડ કરો ત્યારબાદ એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાઉડર અને બે ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ એડ કરો
- 5
હવે તેમાં 15 થી 20 મિનિટ પલાળેલા એક બાઉલ જેટલા રાઈસ એડ કરો ત્યારબાદ મકાઈ એડ કરો ત્યારબાદ 1/2 કપ જેટલા રાજમાં બે ટેબલસ્પૂન જેટલા કેપ્સીકમ એડ કરો
- 6
એક બે મિનિટ સોટે કરી બે કપ જેટલું ગરમ પાણી એડ કરી 10 થી 12 મિનિટ માટે ઢાંકણ ઢાંકી કુક કરો ત્યારબાદ રાઈસ માં ઝીણી સમારેલી કોથમીર એડ કરો ત્યારબાદ એક બાઉલમાં લઈ નાચોસ અને સારસા સોસ રેડી ઉપર ચીઝ છીણીને સર્વ કરો તો તૈયાર છે ટેસ્ટી અને ડિલિશિયસ મેક્સિકન રાઈસ જે વન પોટ માં બને છે એટલે તેને વન પોટ મીલ પણ કહેવાય છે અને હોટ પોટ પણ કહેવાય છે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)