ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)

#PSR
#ATW3
#TheChefStory
#cookpad_guj
#cookpadindia
ખોયા કાજુ અથવા કાજુ કરી એ મખમલી ગ્રેવી વાળું પંજાબી શાક છે. બીજા પંજાબી શાક થી વિપરીત આ શાક માં બહુજ ઓછા મસાલા નો ઉપયોગ થાય છે. માવા અને કાજુ થી બનતી ગ્રેવી એકદમ રીચ અને ક્રીમી હોય છે. આ શાક માં ગરમ મસાલો કે બીજા તીખા ઘટકો નો ઉપયોગ નથી થતો. બીજા પંજાબી શાક ની જેમ આ શાક માં ડુંગળી લસણ અને ટામેટાં વાળી તીખી ગ્રેવી નો ઉપયોગ થતો નથી. ટૂંકમાં આ શાક, એકદમ સાધારણ મસાલા અને થોડું મીઠાશ પડતું હોય છે તેથી તીખું તમતમતું ખાનાર ને ઓછું પસંદ આવે છે. મેં અહીં મખાના પણ ઉમેર્યા છે.

રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ અને મગજતરી ના બી ને હૂંફાળા દૂધ માં થોડા કલાક માટે પલાળી દો અને પછી મુલાયમ પેસ્ટ માં વાટી લો. ડુંગળી ને છાલ કાઢી બાફી લો અને પછી તેને પણ વાટી ને પેસ્ટ બનાવી લો.
- 2
તેલ ગરમ મૂકી,તેમાં કાજુ અને મખાના ને વારાફરતી તળી લો અને પ્લેટ માં કાઢી લો.
- 3
એ જ તેલ અને વાસણ માં તમાલપત્ર અને ઇલાયચી ઉમેરી ને સાંતળો. પછી ડુંગળી ની પેસ્ટ નાખી બરાબર સાંતળો.
- 4
ડુંગળી સંતળાઈ જાય એટલે કાજુ ની પેસ્ટ ઉમેરો અને 1-2 મિનિટ સાંતળી ને માવો ઉમેરો અને 3-4 મિનિટ માટે સાંતળો.
- 5
હવે હળદર, મરચું ઉમેરો,સરખું ભેળવીને 1 કપ દૂધ ઉમેરો. તમારી પસંદ મુજબ જાડી-પાતળી ગ્રેવી માટે વધુ ઓછું પાણી ઉમેરવું.
- 6
મીઠું ઉમેરી, 3 થી 5 મિનિટ માટે ધીમી આંચ પર પકાવો. છેલ્લે કાજુ અને મખાના ઉમેરી 3-5 મિનિટ માટે ધીમી આંચ પર પકાવો.
- 7
તમારી પસંદ મુજબ પીરસો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (13)