મૂળાની ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)

Hetal Vithlani @Hetal_pv31
મૂળાની ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીત:
સૌપ્રથમ મૂળાની ભાજીને સારી રીતે ધોઈ સમારી લો. એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી જીરું અને ચપટી હિંગનો વઘાર કરી ઝીણા સમારેલા ટામેટાં એડ કરો. હવે તેના પર ધોયેલી મૂળાની ભાજી એડ કરી મીઠું અને હળદર એડ કરી ઢાંકીને પાંચ મિનિટ થવા દો. - 2
હવે બીજા બધા મસાલા એડ કરી એક ચમચો ચણાનો લોટ એડ કરી બરાબર મિક્સ કરો. (ચણાના લોટને ચાળીને એડ કરવો.)
- 3
હવે શાકની પેન ને લોઢી પર મૂકી અને દસ મિનિટ ધીમા ગેસ પર થવા દો. જેથી કરી લોટ કાચો ન રહે અને શાક સારી રીતે ચળી જાય.
તૈયાર છે મૂળાની ભાજી નુ શાક....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16685472







ટિપ્પણીઓ (2)