મટર નીમોના (Matar Nimona Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ મિકસરજાર મા કાચા વટાણા ને અથકચરા પીસી લો. પછી જાર મા કોથમીર
લીલા મરચા,લસણ, આદુ,મીઠું,પાણી નાખી ને પેસ્ટ રેડી કરો. - 2
હવે બટાકા ને લાંબા કટકા કરી લો.કડાઈ મા તેલ ગરમ કરી ને બટાકા નાખી ગોલ્ડન બ્રાઉન તળી લેવાના. બધા બટાકા આવી જ રીતે તળી લેવાના.
- 3
ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ કરી ને તેમા જીરુ,વરીયાળી,લાલ સુકા મરચા,તમાલપત્ર નાખી ને તતળી જાય એટલે તેમા કોથમીર-લસણ નુ પેસ્ટ નાખી ને સાતળી લો.પછી તેમા ડુંગળી-ટામેટાં ની પ્યુરી નાખી ને હલાવી લેવાનું.
- 4
હવે તેમા બધા મસાલા નાખી ને મિક્સ કરી ને કાચા વટાણા નુ પેસ્ટ નાખી ને મિક્સ કરી થોડુક પાણી નાખી ઢાકણુ ઢાકી ને તેલ છુટુ પડી જાય ત્યા સુધી ઢાકી રાખો.તેલ છુટુ પડી જાય એટલે તેમા બાફેલા વટાણા નાખી ને હલાવી લેવાનુ.
- 5
તળેલા બટાકા નાખી ને મીઠું નાખી સરખી રીતે હલાવી લો.હવે પાણી નાખી ને ઉકળવા દેવાનુ.ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો.તૈયાર છે મટર નીમોના
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ