રવા ઈડલી સાંભાર ચટણી (Rava Idli Sambhar Chutney Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

આજે સાઉથ ઈન્ડિયન ડીનર નો પ્લાન છે..તો ઝટપટ બની જાય એવી રવા ઈડલી બનાવી દીધી,સાથે સાંબાર અને નાળિયેર ની ચટણી..

રવા ઈડલી સાંભાર ચટણી (Rava Idli Sambhar Chutney Recipe In Gujarati)

આજે સાઉથ ઈન્ડિયન ડીનર નો પ્લાન છે..તો ઝટપટ બની જાય એવી રવા ઈડલી બનાવી દીધી,સાથે સાંબાર અને નાળિયેર ની ચટણી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. સંભાર માટે
  2. ૧ કપતુવેર ની દાળ
  3. ૧ ટેબલસ્પૂનશીંગદાણા
  4. ૨ ગ્લાસપાણી
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૧ ચમચીમરચું પાઉડર
  7. ૧ ચમચીધાણાજીરૂ
  8. ૧ ચમચીહળદર
  9. ૧ ટેબલસ્પૂનસાંબર મસાલા
  10. ૨ ટેબલસ્પૂનધાણા
  11. ૧ કપમિક્સ શાક..ડુંગળી ટામેટા બટાકા રીંગણ કેપ્સીકમ લીલા મરચા
  12. ૨ ચમચીતેલ
  13. ૧ ચમચીરાઈ મેથી જીરું હિંગ
  14. ૧,૧ તમાલપત્ર અને સુકુ લાલ મરચું
  15. લવિંગ,તજ
  16. રવા ઈડલી માટે
  17. ૨ કપસોજી/ રવો
  18. ૧ કપદહીં
  19. ૨ કપપાણી
  20. ૧ ચમચીઇનો
  21. ૧ ચમચીતેલ
  22. મીઠું સ્વાદ પ્રમાણે
  23. ચટણી માટે
  24. ૧/૨ કપનાળિયેર નું ખમણ
  25. ૧ ટેબલસ્પૂનશીંગદાણા
  26. ૧ કપદહીં પાણી મિક્સ
  27. લીલા મરચા
  28. મીઠું સ્વાદ મુજબ
  29. ચટણી ના તડકા માટે
  30. ૧ ટેબલસ્પૂનતેલ
  31. ૧ ટેબલસ્પૂનઅડદ ની દાળ,ચણા ની દાળ રાઈ હિંગ અને સુકુ લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    કુકર માં તુવેર ની દાળ પાણી શીંગદાણા ટામેટા ના કટકા હળદર અને ૧ ચમચી તેલ નાખી ૩ સિટી મારી ને બાફી લેવી,ત્યારબાદ એકરસ કરી ઉકાળવા મૂકવું અને તેમાં બધા શાકભાજી ના નાના કટકા અને મીઠું મરચું હળદર ધાણાજીરું અને ધાણા નાખી ઉકાળવું..

  2. 2

    જોઈતી consistency રાખી તેમાં વઘાર કરવો છેલ્લે સંબાર મસાલો અને લીંબુ નો રસ નાખી ગેસ બંધ કરી દેવો. સામ્બર તૈયાર છે

  3. 3

    રવા માં દહીં પાણી અને મીઠું નાખી હલાવી દસ મિનિટ rest આપવો, ત્યારબાદ ઇનો અને તેલ નાખી ખૂબ હલાવી ઈડલી ના સાંચા માં ખીરું પોર કરી ઈડલી સ્ટીમ કરી લેવી
    રવા ઈડલી તૈયાર છે..

  4. 4

    નાળિયેર ની ચટણી માટે..
    મિક્સર જાર માં નાળિયેર નું ખમણ,દહીં,પાણી લીલા મરચા અને મીઠું નાખી ફેરવી લેવું.ત્યારબાદ બાઉલ માં કાઢી લઈ વઘાર તૈયાર કરવો,તેમાં તેલ માં રાઈ ચણા ની દાળ, અડદ ની દાળ,હિંગ અને સુકુ લાલ મરચું નાખી વઘાર ને ચટણી પર રેડી દેવો.
    નાળિયેર ની ચટણી તૈયાર છે..

  5. 5

    હવે રવા ઈડલી, સાંબાર્ અને નાળિયેર ની ચટણી ને ડીશ માં ગોઠવી સર્વ કરવી.
    તૈયાર છે સાઉથ ઇન્ડિયન યમ્મી ડીશ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes