ચાઈનીઝ ફ્રેન્કી (Chinese Frankie Recipe In Gujarati)

Kirti Suba
Kirti Suba @cook_38212106
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. 500 ગ્રામમેંદો
  2. 2 મોટી ચમચી તેલ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 1પેકેટ નુડલ્સ
  5. બધા શાકભાજી
  6. 1 વાટકો કોબી
  7. 1 વાટકો ગાજર,
  8. 1વાટકો કેપ્સીકમ
  9. 1 વાટકો ડુંગળી,
  10. 1નાની વાટકી લીલુ લસણ ,
  11. 2 ચમચી રેડ ચીલી સોસ
  12. 2 ચમચી ગ્રીન ચીલી સોસ
  13. 1 ચમચી સોયા સોસ
  14. 1 ચમચીમરી પાઉડર
  15. 1 ચમચી મીઠું
  16. 1 ચમચી નુડલ્સ મસાલો
  17. વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ, મેંદા નો લોટ લ્યો, તેમાં બે મોટી ચમચી તેલ લ્યો, સ્વાદ અનુસાર મીઠું લ્યો, જરૂર મુજબ પાણી લ્યો, બધું બરાબર મિક્સ કરીને લોટ બાંધો,અને લોટને,15 મિનિટ રહેવા દેવાના, ત્યારબાદ મોટી રોટલી વણો પછી તેને પેપરમાં, પાંચથી સાત મિનિટ સુકવવાની. ત્યારબાદ લોઢી માં તેલ લગાવી અને શેકી લેવાની, શેકીને થપ્પી કરવાની, જરૂર પડે, ત્યારે ફ્રેન્કી બનાવવાની,

  2. 2

    ત્યારબાદ ફ્રેન્કી નો મસાલો તૈયાર કરો. સૌ પ્રથમ નુડલ્સ બાફવાના તેમાં 1 ચમચીમીઠું નાખો અને એક મોટી ચમચી તેલ નાખો બફાઈ જાય એટલે ચારણીમાં નિતારી લેવાના. ત્યારબાદ એક લોયામાં તેલ લેવાનું તેલ ગરમ થાય એટલે હિંગ મૂકી તેમાં પેલા ડુંગળી સાતડવી.

  3. 3

    ડુંગળી થોડી સતરાય જાય.તેમાં કેપ્સીકમ,ગાજર, કોબી, અને લીલુ લસણ, બધુ બરાબર મિક્સ કરી ત્યારબાદ તેમાં 2 ચમચી ચીલી સોસ. 2 ચમચી રેડ, ચીલી સોસ અને 1 ચમચીસોયા સોસ 1 ચમચીમરી પાઉડર 1 ચમચીમીઠું બધુ બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં નુડલ મસાલો નાખો અને પાંચ મિનિટ રહેવા દો પછી તેમાં ધાણાભાજી છાંટો.

  4. 4
  5. 5

    સૌ પહેલા નોનસ્ટિક લોઢી લો તેમાં રોટલી શેકો તેલ પણ લઈ શકો અને બટરમાં પણ શેકી શકો. ધીમા તાપે શેકવાની એક બાજુ ગુલાબી રંગની થાય ત્યારે તેમાં સેઝવાન સોસ ને ટામેટાં સોસ બંને એક વાટકામાં ભેગા કરી. રોટલી ઉપર લગાડવાનું.

  6. 6

    ત્યારબાદ તેમાં, નુડલ્સ મૂકવાના નુડલ્સ ઉપર ઝીણી ડુંગળી. ઝીણું ટામેટું અને જીણું કેપ્સિકમ. અને જીણી કોબી. પછી તેમાં ચીઝ ખમણવું પછી તેને બંને સાઈડ પેક કરવાની અને પલટા વી ને. પછી તેમાં સોસ લગાવી અને ચીઝ, ખમણવું. અને પછી આપણી. ચાઈનીઝ ફ્રેન્કી, તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirti Suba
Kirti Suba @cook_38212106
પર

Similar Recipes