રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બધા શાકભાજી ને સમારી લો. ચોખા અને બધી દાળ મિક્સ કરી બરાબર ધોઈ લો.
- 2
હવે એક કૂકર માં તેલ ગરમ કરી તેમાં રાઈ નો વઘાર મૂકી તમાલપત્ર નાંખી ડુંગળી, આદું મરચાં લસણ ની પેસ્ટ એડ કરી સાતડો. ત્યાર બાદ ટામેટું નાંખી સાતડો. હવે તેમાં સમારેલા બધાજ શાકભાજી એડ કરી મિક્સ કરી લો. તેમાં ધોયેલાં દાળ અને ચોખા એડ કરી બધા મસાલા કરી દો. તેને બરાબર મિક્સ કરી લો.
- 3
હવે જોઈતા પ્રમાણમાં પાણી નાખી ને મીઠું એડ કરી કૂકર બંધ કરી 5 સીટી કરી લો. સીટી થઈ ગયા પછી 10 મિનિટ સુધી સીઝવા દો.
- 4
તો તૈયાર છે ગરમા ગરમ પંચરત્ન મસાલા ખીચડી. તેને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16774834











ટિપ્પણીઓ (2)