બટાકા ના ભજીયા (Potato Fitters Recipe In Gujarati)

Unnati Desai @unns_cooking
બટાકા ના ભજીયા (Potato Fitters Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને પાણીથી બરાબર ધોઈ લો અને તેને સ્લાઇસરની મદદથી સ્લાઈસ કરી લો. આ સ્લાઈસને પાણીમાં રાખો જેથી તે કાળી ન પડી જાય
- 2
હવે ખીરું બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં ચોખાનો લોટ મીઠું હિંગ હળદર ખાવાનો સોડા ઉમેરી બરાબર મિક્સ કરો જરૂર મુજબ પાણી ઉમેરી બહુ જ ઘટ નહીં તેમજ પાતળું નહીં તેવું ખીરુ તૈયાર કરો.
- 3
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડીયમ પર રાખો. બનાવેલી બટાકા ની સ્લાઈસને કપડા ઉપર કોરી કરી ખીરામાં બોળી ગરમ તેલમાં બંને બાજુ ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળી લો
- 4
આ ભજીયા ને ગરમાગરમ સર્વ કરો
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16802381













ટિપ્પણીઓ (4)