પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)

પાઉંભાજી નાના મોટા બધાની પ્રિય વસ્તુ છે તેમજ ચીઝ વાળી બધી વસ્તુઓ બાળકોને પસંદ પડે છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને મે અહીંયા પાઉંભાજી બ્રુશેટા બનાવ્યા છે. ઇટાલિયન બ્રુશેટા જે સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે એને મેં અહીંયા ઇન્ડિયન ટ્વિસ્ટ આપીને પાવભાજી નો ઉપયોગ કરીને નવું રૂપ આપ્યું છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ અને બટર ગરમ થાય એટલે તેમાં બારીક સમારેલા કાંદા, આદુ અને લસણ ઉમેરીને હલકું ગુલાબી રંગનું થાય ત્યાં સુધી સાંતળી લેવું. હવે તેમાં લાલ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીને બરાબર સાંતળી લેવું. ત્યારબાદ તેમાં કેપ્સીકમ, હળદર, લાલ મરચું, પાવભાજી મસાલો અને મીઠું ઉમેરીને બધું બરાબર હલાવી લેવું. આ બધી વસ્તુને મીડીયમ તાપ પર એક મિનિટ માટે સાંતળી લેવી.
- 2
હવે તેમાં છીણેલું બીટરૂટ અને ટામેટા ઉમેરીને બધું બરાબર હલાવી લઈને ટામેટા પોચા થાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવવું. ત્યારબાદ તેમાં બટાકા ઉમેરીને બરાબર હલાવી લેવું. હવે તેમાં પાણી ઉમેરીને મીડીયમ તાપ પર 10 મિનિટ માટે પકાવી લેવું. ત્યારબાદ તેમાં બટર અને લીલા ધાણા ઉમેરીને બરાબર હલાવી લેવું.
- 3
પાવભાજીના મિશ્રણને એકદમ ઠંડુ કરીને વાપરવું. એક વાસણમાં કચુંબર ની બધી વસ્તુઓને ભેગી કરી લઈને બરાબર હલાવી લેવું.
- 4
ગાર્લિક બટર બનાવવા માટે એક વાસણમાં બટર, લસણનો પાવડર અથવા તો લસણ, લીલું લસણ અને ચીલી ફ્લેક્સ ને ભેગા કરીને બરાબર હલાવી લેવું.
- 5
ફ્રેન્ચ લોફ માંથી લગભગ 16 થી 18 ટુકડા કાપી લેવા ત્યારબાદ તેના પર ગાર્લિક બટર લગાડવું. હવે તેના પર તૈયાર કરેલી પાઉંભાજી, છીણેલું ચીઝ અને ઉપર ઝીણું સમારેલું લીલું લસણ અને ચીલી ફ્લેક્સ ભભરાવવા.
- 6
હવે એક પેનને મીડીયમ તાપે ગરમ કરીને એના ઉપર થોડું બટર લગાવી તૈયાર કરેલા બ્રુશેટા ગોઠવી દેવા. પેનમાં સમાય એટલા બ્રુશેટા ગોઠવીને એને ઢાંકીને એકદમ ધીમા તાપે દસ મિનિટ માટે અથવા તો ચીઝ ઓગળે ત્યાં સુધી શેકાવા દેવા. આ રીતે બધા બ્રુશેટા ને તૈયાર કરી લેવા.
- 7
ગરમા ગરમ પાવભાજી બ્રુશેટા ને કચુંબર સાથે સ્ટાર્ટર તરીકે પીરસવા.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)