વેજ શામી કબાબ (Veg Shami Kebab Recipe In Gujarati)

Nasim Panjwani @Nasim_Panjwani
વેજ શામી કબાબ (Veg Shami Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા અને બટાકાને અલગ અલગ બાફી લો. પછી બટાકાને મેશ કરી નાખો અને ચણાને હેન્ડ ચોપરની મદદથી ચોપરમાં નાખીને ફેરવી લો.
- 2
હવે આ મિશ્રણમાં ઉપર જણાવેલ બધા મસાલાઓ અને ફુદીનો તેમજ કોથમીર અને કાંદો નાખીને બધું બરાબર હલાવી નાખો. તેમાં જરૂર મુજબ મીઠું અને લીંબુનો રસ નાખીને ફરીથી હલાવી નાખો.
- 3
હવે આ મિશ્રણમાંથી ગોળ કબાબ નો શેપ આપીને તૈયાર કરો.પછી તેને રવામાં રગદોળીને ગરમ કરેલા તવા પર તેલ નાખીને બંને બાજુએથી ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને શેલો ફ્રાય કરો.
- 4
શામી કબાબ બનીને તૈયાર છે. તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16832298















ટિપ્પણીઓ (19)