રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ લીલા વટાણાને મિક્સરમાં અચકચરો ક્રશ કરો ત્યારબાદ એક કડાઈમાં 2 ચમચી તેલ મૂકી ક્રશ કરેલા વટાણા સાતળી લો પછી તેને ઠંડા થવા દો એક થાળીમાં મેંદાનો અને ઘઉંનો લોટ લઈ તેમાં મીઠું ઉમેરો 2 ચમચી તેલ 1 ચમચીઘીનો મોણ નાખો
- 2
મોણ નાખી લોટ મીડીયમ બાંધો તેને 1/2 કલાક રેસ્ટ આપો ક્રશ કરેલા વટાણા માં ક્રશ કરેલું લીલું નાળિયેર ઝીણી સમારેલી કોથમીર સ્વાદ પ્રમાણે મીઠું ખાંડ ગરમ મસાલો લીંબુ આ બધું નાખી મિક્સ કરી દો
- 3
વટાણા નો માવો તૈયાર છે લોટમાંથી નાના લુવા કરી નાની પૂરી વાળો એને વચ્ચેથી કટ કરો એક ભાગ લઈ તેમાં વટાણા નો માવો ભરો સમોસાનો શેપ આપો
- 4
આવી રીતે બધા સમોસા વાળી લો. મીડીયમ તાપે તેલમાં સમોસા તળી લો ગરમ ગરમ મિનિ સમોસા તૈયાર
- 5
મીની સમોસા અને કોફી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16862909














ટિપ્પણીઓ