સોફ્ટ ક્રિસ્પી ફરાળી પેટીસ

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#Farali recipe
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
મેં અગિયારસ નિમિત્તે બટેટાની સોફ્ટ ક્રિસ્પી ફરાળી પેટીસ બનાવી છે જે ખૂબ જ સરસ બની છે

સોફ્ટ ક્રિસ્પી ફરાળી પેટીસ

#Farali recipe
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
મેં અગિયારસ નિમિત્તે બટેટાની સોફ્ટ ક્રિસ્પી ફરાળી પેટીસ બનાવી છે જે ખૂબ જ સરસ બની છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ માટે
  1. 500ગ્રામ બટાકા
  2. 1કપ સમારેલી કોથમીર
  3. 2સમારેલા લીલા મરચા
  4. 1ક્રશ કરેલ આદુનો ટુકડો
  5. 20નંગ કિસમિસ
  6. 1કપ કોપરાનું છીણ
  7. 1/2કપ સિંગદાણાનો ભૂકો
  8. 1ચમચી લીંબુનો રસ
  9. 1ચમચી સિંધાલુણ
  10. 1ચમચી મરી પાઉડર
  11. 1ચમચી ગરમ મસાલો
  12. 1કપ દહીં
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ 500 ગ્રામ બટાકા લેવા દેને કુકરમાં બાફવા ત્યારબાદ ખમણી વડે તેનું છીણ કરી લેવું

  2. 2

    એક બાઉલમાં એક કપ કોથમીર લેવી તેમાં બે મરચાં નાખવા એક ટુકડો આદુનો નાખો તેમાં 1/2 કપ શીંગદાણા નાખવા નું છીણ નાખો આ બધાને પીસીને પેટીસ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર કરવું ત્યારબાદ પેટીસ ના પુરણને એક બાઉલમાં કાઢી લેવું. ત્યારબાદ તેમાં એક કપ કોપરાનું છીણ નાખો સમારેલા મરચા નાખવા કોથમીર નાખવી એ ચમચી લીંબુનો રસ નાખો 20 નંગ કિસમિસ નાખો અને તેમાં 1 ચમચીસિંધાલુણ નાખો 1/2 ચમચી ખાંડ પાઉડર નાખો ત્યારબાદ આ બધી વસ્તુને મિક્સ કરી એક પેટીસમાં વચ્ચે મુકવા માટે પુરણ માટેના બોલ બનાવવા

  3. 3

    ત્યારબાદ બટાકા ના છીણમાં થોડું સિંધાલૂણ નાખી એક મોટો લૂઓ લઈ તેને હાથ વડે થેપી ને તેની વચ્ચે પુરાણ નો બોલ મૂકી પેટીસ વાળવી તેને તપકીર મા રગદોળવી

  4. 4

    ત્યારબાદ બધી જ પેટીસ બનાવી લેવી પછી એક લોયામાં તેલ નાખી ગરમ કરી ધીમે તાપે પેટીસ ને બ્રાઉન કલરની તળવી ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢી ની દહીં ની ચટણી સાથે સર્વ કરવી

  5. 5

    ત્યારબાદ બધી તળેલી પેટીસ ને સર્વિંગ પ્લેટમાં ગોઠવી ફરતે મરચા વડે ડેકોરેટ કરી દહીં અને લીલી ચટણી સાથે પેટીસને સર્વ કરવી. મેં આ પેટીસ અગિયારસ નિમિત્તે ફરાર માટે બનાવી છે સોફ્ટ ક્રિસ્પી ટેસ્ટી બની છે અને તે દહીંની ચટણી અને કોથમીરની લીલી ચટણી સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેનો સ્વાદ કંઈક ઓર જ લાગે છે

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

ટિપ્પણીઓ (2)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
મને ફરાળી પેટીસ બહુજ ભાવે. મસ્ત લાગે છે. 👌👍👌👍

Similar Recipes