રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ-કતરી બનાવવા માટે સૌ પ્રથમ માપ અનુસાર કાજુ લ્યો ૧ વાડકી, ૧/૨ વાડકી ખાંડ લ્યો અને ખાંડ ના માપનું પાણી લ્યો.
- 2
૩-૪ ચમચી ઘી લ્યો.કેસરના થોડા તાંતણા લ્યો
- 3
ત્યારબાદ, ગેસ ઓન કરી એક તાસળુ લઈ તેમા
માપ અનુસાર ખાંડ અને પાણી લઈ
ખાંડની ચાસણી કરવા મૂકો.ચાસણી ને આપણે ૧ તારની થાય ત્યા સુધી થવા દેવાની.સાથે કેસર પણ ઉમેરી દયો કે જેથી કલર અને સુગંધ બન્ને સારુ આવશે. અને ત્યા સુધી કાજુ ને મિકસર કરી લેવાનું. અને નીચે મુજબ ચાળી લેવાનું. - 4
અને ચાસણી જો એક તારની થઈ ગઈ હોય કેસર થી નેચરલ કલર પણ ખૂબ સરસ નીચે મુજબ આવી જશે. પછી મિક્સર કરેલા કાજુ નો ભુક્કો ઉમેરીને બરાબર હલાવી લેવું કે જેથી ચાસણી અને કાજુ બરાબર મિક્ષ થઈ જાય.
- 5
ત્યારબાદ, મિશ્રણ ફાઈલ પેપરમાં પાથરી લ્યો અને થોડુ ઠરે એટલે મસળી લ્યો.
- 6
ત્યારબાદ,એક થાળીમા ઘી થી ગ્રીસ કરી લ્યો અને ત્યારબાદ થાળીમાં મિશ્રણ પાથરો.અને નાની વાડકી થી લીસું કરી લ્યો. નીચે મુજબ
અને જો મિશ્રણ થોડું સુકું લાગે તો ૧-૨ ચમચી દૂધ ઉમેરો જેથી ચળકાટ આવશે.અને ૨-૩ કલાક ફ્રિઝ કરી લ્યો અને પીરસો.
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ