પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha Recipe in Gujarati)

Riddhi Dholakia @RiddhiJD83
પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાબુલી ચણા ને સાત થી આઠ કલાક પાણીમાં પલાળી રાખો ત્યારબાદ પ્રેશર કુકરમાં મીઠું તમાલપત્ર અને તજનો ટુકડો ઉમેરી બાફી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું હિંગ આદુ, મરચા, લસણ ડુંગળી ટામેટાં ઉમેરી ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી ધીમા તાપે પકાવો.ત્યારબાદ ઠરે એટલે તેની પેસ્ટ તૈયાર કરી લો.
- 3
હવે કડાઈમાં ફરીથી બટર તેલ ગરમ કરી તાપ ધીમો રાખી તેમાં બધા જ કોરા મસાલા ઉમેરી સાંતળી લો ત્યારબાદ તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો અને બાફેલા ચણા ઉમેરો સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.જરૂર મુજબ પાણી અને કિચન કિંગ મસાલો ઉમેરી ઢાંકીને આઠ દસ મિનિટ ચઢવા દો.
- 4
તવા પર બટર કે તેલ મૂકી રેડીમેડ કુલચા ને શેકી લો અને ગરમાગરમ પંજાબી છોલે સાથે સલાડ છાશ ચટણી મૂકીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16679321











ટિપ્પણીઓ (4)