મેસુબ (Mesub Recipe In Gujarati)
#EB
Week 16
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાજુ ઘી માંથી ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરવું, પછી ધીમી આંચ પર રહેવા દેવું.
- 2
એક પેનમાં ખાંડ અને પાણી ભેગું કરી ચાસણી બનાવવા મૂકવું. બે થી ત્રણ તારી ચાસણી બને ત્યાં સુધી ઉકાળવું. (ચાસણી નું એક ટીપું પ્લેટમાં મૂકવું અને ત્યાં રહે તો સમજવું ચાસણી થઈ ગઈ.)
- 3
1 કપ બેસન ચાસણી ઉમેરી મિક્ષ કરી લેવું. હવે અંદર 1/2 કપ ઘી ઉમેરીને ધીમી આંચ પર થવા દેવું.
- 4
જ્યાં સુધી બેસન માંથી ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દેવું, હવે ફરી ¼ કપ ઘી ઉમેરી દો.ઘી બેસનમાં મિક્સ થાય ત્યાં સુધી થવા દેવું. હવે વધેલું ગરમ ઘી ઉમેરી મિક્સ કરી બે મિનિટ થવા દેવું.
- 5
હવે મોલ્ડમાં કાઢી લો અને કાપા પાડીને ત્રણથી ચાર કલાક ઠંડુ થવા દેવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15436545














ટિપ્પણીઓ (7)