દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)

#EB
Week12
આ વડા દેસાઈ ,નાયક,અનાવિલ બ્રાહ્મણ લોકો ની મુખ્ય વાનગી છે. મારા ઘરે હું આ શ્રાવણ મહિના માં આવતી સાતમ આઠમ ના તહેવાર માં ખાસ બનાવું છુ. અને બધા ની ભાવતી વાનગી છે. આમાં જુવાર,ઘઉં, ચણા ની દાળ, અડદ ની દાળ ,મેથી નાખી ને દડાવી ને થાય છે.તો દ. ગુજરાત ની ઘરેઘર માં બનતા દેસાઈવડા ખાટા વડા બનાવવની ચોક્કસ ટ્રાઈ કરજો.

રાંધવાની સૂચનાઓ
- 1
વડા ના લોટ તૈયાર પણ મળે છે. અને ઘરે જુવાર,ઘઉં, ચણા દાળ, અડદ દાળ દરાવી ને પણ બનાવાઈ છે. તો લોટ માં ખાટી છાસ કે ખાટું દહીં નાંખી ને લોટ માં આથો આપવો.પછી 4 કલાક રાખી ને તેમાં મસાલો કરો.તલ,અજમો,હળદર,મીઠું,આદુ મરચાં ની પેસ્ટ નાખો.ચપટી બેકિંગ સોડા નાખો.
- 2
હવે કડાઈ માં જોઈએ એ મુજબ તેલ ગરમ કરી તેમાં હાથે અથવા ચમચી થી વડા મુકો.
- 3
હવે વડા ને મીડિયમ તાપે વડા નેગોલ્ડન બ્રાઉન ના તળો.
- 4
તો તૈયાર છે દેસાઈ લોકો ના પ્રખ્યાત દેસાઈ વડા. દ. ગુજરાત માં તેને ખાટા વડા પણ કહે છે. તો ગરમાગરમ વડા તૈયાર છે.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)