ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

सोनल जयेश सुथार
सोनल जयेश सुथार @sonal_1676
Ahmedabad

#EB
#week12
#FD
#Appetizer Recipe
#cookpadindia
#cookpadgujarati
મારી ફ્રેન્ડ નું નામ છે સ્નેહલતા, અમદાવાદ માં રહે છે. જેને સ્પાઇસી અને ચાઇનીઝ ફૂડ ખુબજ પસંદ છે.
ડ્રેગન પોટેટો ને સ્ટાર્ટર માં આપવામાં આવે છે. બટેકા ની ચિપ્સ માંથી બનાવાય છે તેમાં તમે તમારા ટેસ્ટ મુજબ વેજિટેબલ નાખી શકો છો અને સોયાસોસ, ચિલીસોસ, સેઝવાન સોસ ને કોર્ન ફ્લોર નો ઉપયોગ કરી ડ્રેગન સોસ બનાવી ને વાનગી ને ટેસ્ટી અને સ્પાઇસી બનાવાય છે.

ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

#EB
#week12
#FD
#Appetizer Recipe
#cookpadindia
#cookpadgujarati
મારી ફ્રેન્ડ નું નામ છે સ્નેહલતા, અમદાવાદ માં રહે છે. જેને સ્પાઇસી અને ચાઇનીઝ ફૂડ ખુબજ પસંદ છે.
ડ્રેગન પોટેટો ને સ્ટાર્ટર માં આપવામાં આવે છે. બટેકા ની ચિપ્સ માંથી બનાવાય છે તેમાં તમે તમારા ટેસ્ટ મુજબ વેજિટેબલ નાખી શકો છો અને સોયાસોસ, ચિલીસોસ, સેઝવાન સોસ ને કોર્ન ફ્લોર નો ઉપયોગ કરી ડ્રેગન સોસ બનાવી ને વાનગી ને ટેસ્ટી અને સ્પાઇસી બનાવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦મીનીટ
૪વ્યક્તિ
  1. ૪ નંગબટેકા
  2. કેપ્સિકમ
  3. ગાજર
  4. ડુંગળી
  5. ૫૦ ગ્રામ લીલી ડુંગળી
  6. ૨ ચમચી આદુ, મરચા, લસણ ની પેસ્ટ
  7. ૧ ચમચી કોર્ન ફ્લોર બટેકા ચિપ્સ માં
  8. ૧ ચમચી લાલ મરચું
  9. સ્વાદ મુજબ મીઠું
  10. ચિપ્સ તળવા માટે તેલ
  11. 3 ચમચીતેલ વઘાર કરવા માટે
  12. ચિપ્સ ફ્રાય કરવા માટેનું ખીરૂ:
  13. ૧/૨ ચમચી ઓરેગાનો
  14. ૧ ચમચી ચીલી ફલેક્સ
  15. ૧/૨ ચમચી મિક્સ હબ્સ
  16. સ્વાદ મુજબ મીઠુ
  17. ૧ ચમચી મેંદો
  18. ૧ ચમચી ચોખા નો લોટ
  19. ૧ ચમચી ઘઉં નો લોટ
  20. ડ્રેગન સોસ :
  21. ૧ ચમચી કોર્ન ફ્લોર
  22. ૨ ચમચી સોયા સોસ
  23. ૧ ચમચી ગ્રીન ચીલી સોસ
  24. ૧ ચમચી સેઝવાન સોસ
  25. સજાવવા માટે
  26. લીલી ડુંગળી
  27. શેકેલા સફેદ તલ

રાંધવાની સૂચનાઓ

૪૦મીનીટ
  1. 1

    બટેકા ને પાણી થી ધોઈ છાલ ઉતારી લાંબી ચિપ્સ કરી લેવી. આ ચિપ્સ ને બે થી ત્રણ પાણી થી ધોઈ ને,ગરમ પાણી માં અધકચરી જ બાફી લેવી.

  2. 2

    બટેકા નું પાણી નિતારી ચિપ્સ ઉપર ઠંડુ પાણી રેડી ને કાણાં વાળા બાઉલમાં ૨૦ મીનીટ રહેવા દો.ત્યાર બાદ થાળી મા ચિપ્સ પહોળી કરી કોર્ન ફ્લોર થી રગદોળી લો.

  3. 3

    એક તપેલી માં ચોખા નો લોટ, ઘઉં નો લોટ,મેંદો,ઓરેગાનો, ચિલિ ફલેક્સ, મિક્સ હબ્સ,સ્વાદ મુજબ મીઠું નાખી પાણી એડ કરી ખીરૂ બનાવી લેવું.(બહુ પાતળું નથી કરવાનું)

  4. 4

    હવે ચિપ્સ ને આ ખીરા માં ડીપ કરી ગરમ તેલ માં ફ્રાય કરો. ફ્રાય કરેલી આ ચિપ્સ ને ફરી થી પણ ફ્રાય કરવી આમ બે વાર ફ્રાય કરવાથી પોટેટો ચિપ્સ ક્રિસ્પી બનશે.

  5. 5

    ડુંગળી, કેપ્સિકમ,ગાજર ને લાંબી કાપી ને તૈયાર રાખો.લીલી ડુંગળી ને જીણી કટ કરવી.

  6. 6

    હવે એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં આદુ, લસણ, મરચાં ની પેસ્ટ ઉમેરો ત્યાર બાદ કટ કરેલા વેજીટેબલ એડ કરી સ્વાદ મુજબ મીઠુ,લાલ મરચું નાખી ને કૂક થવા દો.

  7. 7

    ડ્રેગન સોસ માટે ની બધી સામગ્રી મિક્સ કરી લેવી,હવે તૈયાર કરેલો ડ્રેગન સોસને કૂક થયેલા વેજિટેબલ માં ઉમેરી મિક્સ કરવું.

  8. 8

    ત્યાર બાદ તેમાં ક્રિસ્પી પોટેટો ચિપ્સ એડ કરી હલાવી લેવું, તૈયાર છે ડ્રેગન પોટેટો🥔

  9. 9

    તૈયાર થયેલા ડ્રેગન પોટેટો ને ડીશ મા કાઢી ઉપર થી લીલી ડુંગળી અને સફેદ તલ નાખી ને સર્વ કરવું

  10. 10

    તૈયાર છે એકદમ સ્પાઈસી ડ્રેગન પોટેટો.(તમને પસંદ પડે તો ટોમેટો સોસ પણ નાખી શકો છે.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
सोनल जयेश सुथार
પર
Ahmedabad
रसोई एक कला है । एक ही व्यंजन दो अलग बनाए तो दोनों का टेस्ट एक जैसा नहीं आता दोनों के टेस्ट अलग होते है ,रसोई में धैर्य चाहिए जो सब के बस की बात नहीं ।रसोई बनानी सब के लिए आसान नहीं। ।किसी को रसोई बोरिंग लगता है पर मेरे लिए रसोई प्रेम और धैर्य से सिंची हुई कला है। सब के लिए अलग और स्वादिष्ट व्यंजन बनान मुझे बहुत पसंद है।
વધુ વાંચો

Similar Recipes