ફુદીના જલજીરા (Mint Jaljeera Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#RC4
#લીલી_રેસિપીસ
#રેઈન્બો_ચેલેન્જ
#cookpadgujarati

ઉનાળા ની ગરમી માં ઠંડક આપે એવા પીણાં પીવાની બહુ ઈચ્છા થાય. તમે લીંબુ શરબત, વરિયાળી શરબત ને એવું બધું બનાવી ને તો પીતા જ હશો પણ હું અહીંયા એક સરસ અને બધા ને ભાવતું જલજીરા ની રેસીપી બતાવી રહી છું. બાળપણ માં આપણે જલજીરા બહુ ખાતા. સરસ ખાટું અને ચટપટતું એ જલજીરા બધા ને બહુ ભાવે. અહીંયા આ જલજીરા માં ફુદીના ના પાન ઉમેરી રીફ્રેશીંગ પુદીના જલ જીરા ઘરે જ બનાવ્યું છે અને આ બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો ઉનાળા ની ગરમી માં બનાવો જલજીરા અને ગરમી ને કરી દો દૂર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 ઇંચઆદુ નો ટૂકડો
  2. 1 નંગલીલું મરચું
  3. 1 કપફુદીના ના પાન
  4. 1 કપલીલી કોથમીર ના પાન
  5. 2 tbspખાંડ
  6. પાણી જરૂર મુજબ
  7. 1 નંગલીંબુ નો રસ
  8. 3 tspટોસ્ટેડ જીરું પાઉડર
  9. 1 tspસંચળ પાવડર
  10. ચપટીહિંગ
  11. 1 tspકાળા મરી પાવડર
  12. નમક સ્વાદ અનુસાર
  13. 1 કપબરફ ના ક્યૂબ
  14. 👉 ગાર્નિશ માટે :--
  15. બેસન ની ખારી બૂંદી
  16. ફુદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સર જાર માં આદુ નો ટુકડો, લીલું મરચું, ફુદીના ના પાન, લીલી કોથમીર ના પાન, ખાંડ અને થોડું પાણી ઉમેરી ક્રશ કરી લો.

  2. 2

    હવે આમાં લીંબુ નો રસ, રોસ્ટેડ જીરું પાઉડર, સંચળ પાવડર, ચપટી હિંગ, કાળા મરી પાવડર, નમક અને બરફ ના ક્યૂબ ઉમેરી ફરીથી ક્રશ કરી લો.

  3. 3

    હવે આ મિશ્રણમાં 3 કપ પાણી ઉમેરી ફરીથી બધું ક્રશ કરી લો. ને આ જલજીરા ને સરવિંગ ગ્લાસ માં ઉમેરી લો.

  4. 4

    હવે આપણી રિફ્રેશિંગ ફુદીના જલજીરા પીવા માટે તૈયાર છે... ચણાના લોટ ની ખારી બૂંદી અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીને ઠંડુ પીરસો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Top Search in

Similar Recipes