માલપુઆ (Malpua Recipe In Gujarati)

Ankita Tank Parmar @cook_880
માલપુઆ (Malpua Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટો બાઉલમાં ઘઉંનો લોટ,સોજી,ઇલાયચી પાઉડર, ક્રશ કરેલ વરિયાળી નાખી મિક્સ કરી થોડું થોડું દૂધ ઉમેરી હલાવતા જાવ.
- 2
હવે મલાઇ નાખી મિક્ષ કરી બેટરને બરાબર ફેટો. ૧૫ મિનિટ ઢાંકી રાખો અને કડાઈમાં ખાન્ડ અને પાણી,ઇલાયચી પાઉડર નાખી મિડિયમ ટુ હાઈ ફલેમ પર ચાસણી બનાવો.આંગળી મા લઈ જુઓ ચીકણું લાગે એટલે ગેસ બંધ કરી દો.
- 3
હવે સપાટ તળીયા વાળા પેન મા ઘી ને લો મિડિયમ ફ્લેમ પર ગરમ કરો.ગરમ થાય એટલે બે-ત્રણ મોટી ચમચી જેટલું બેટર ઉચેથી રેડો.
- 4
નીચે થી ગોલ્ડન રંગ નું થાય ત્યારે પલટાવી લો.પૂરૂ ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે ઝારાથી કાઢીને થોડી ગરમ ચાસણીમાં ૩-૪ મિનિટ સુધી ડીપ કરી કાઢી લો.
- 5
તેને ગુલાબની પાન્દડી અને બદામની કતરણથી ગાર્નિશ કરો. તો તૈયાર છે બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ અને ખાવામાં સ્વાદિષ્ટ માલપુઆ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15326031

















ટિપ્પણીઓ (10)