વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati)

અત્યારે લગ્ન પ્રસંગ ની સીઝન ચાલે છે, ત્યારે ફરસાણ માં કટલેસ બધા ની પ્રિય વાનગી હોય છે ખરું ને તો ચાલો જોઈએ લગ્ન માં તમે ચાખેલી કટલેસ જેવી જ કટલેસ ની રીત.
#LSR

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોટા બાઉલમાં કે થાળીમાં બાફેલા બટાકા ને હાથ થી જ મસળી લો, થોડા ટુકડા રહે એ રીતે, ત્યારબાદ તેમાં ડુંગળી, કેપ્સીકમ, ગાજર, વટાણા, કાજુ, કોથમીર ઉમેરો
- 2
હવે તેમાં બધા જ મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે તેલ વાળો હાથ કરી તેમાં થી એક સરખા લૂઆ બનાવી લો.
- 4
ભટર ના ટુકડા કરી મિક્સરમાં ક્રશ કરી બ્રેડ ક્રમ્સ તૈયાર કરી લો.
- 5
હવે કટલેસ ના લૂઆને બંને હાથ વચ્ચે દબાવી કટલેસ નો આકાર આપો, અથવા મોલ્ડ વડે પણ આકાર આપી શકાય, હવે તેને કોનૅ ફ્લોર અને પાણી થી બનાવેલી સ્લરી (ખીરા) માં બોળી ભટર ના ભૂકા માં કટલેસ ને રગદોળી ચારે બાજુ કવર કરી મધ્યમ થી આકરા તાપે કટલેસ ને બ્રાઉન રંગની તળી લો.
- 6
તો તૈયાર છે એકદમ લગ્ન પ્રસંગ જેવી જ ખૂબ જ સ્વાદિષ્ટ, બહાર થી ક્રિસ્પી કટલેસ, મીઠી ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
- 7
નોંધઃ તમે તમારી પસંદગી ના કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો, બીટ, ફણશી, ફ્લાવર, કોબીજ વગેરે પણ ઉમેરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)