સ્ટફ દહીં વડા (Stuffed Dahi Vada Recipe In Gujatati)

#BW
શિયાળામાં લીલા ચણા ઘણા આવે છે હવે શિયાળો જવાનો ત્યારે લીલા ચણા પણ જતા રહેશે તો મેં લીલા ચણા સ્ટફડ કરીને બોઇલ દહીંવડા બનાવ્યા છે જે આપને ખૂબ પસંદ આવશે
સ્ટફ દહીં વડા (Stuffed Dahi Vada Recipe In Gujatati)
#BW
શિયાળામાં લીલા ચણા ઘણા આવે છે હવે શિયાળો જવાનો ત્યારે લીલા ચણા પણ જતા રહેશે તો મેં લીલા ચણા સ્ટફડ કરીને બોઇલ દહીંવડા બનાવ્યા છે જે આપને ખૂબ પસંદ આવશે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખીરું બનાવવા માટે અડદની દાળ અને મગની દાળને ધોઈને પલાળી દો પાંચ કલાક પછી તેને ક્રશ કરો તેમાં આદુ મરચાં મીઠું નાખો અને બરાબર ફીણ લો
- 2
- 3
સ્ટફિંગ બનાવવા માટે લીલા ચણાને ક્રશ કરી લો હવે એક ઓવન પ્રુફ બાઉલ લઈ લો તેમાં 1 ચમચીતેલ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો. હવે તેમાં લીલા ચણા મીઠું અને આદુ મરચાં નાખી અને ત્રણ મિનિટ માટે માઇક્રોવેવ કરો
- 4
હવે તેને બહાર કાઢીને બરાબર મિક્સ કરો તેમાં ખાંડ લીંબુ કાજુ દ્રાક્ષના પીસ નાખીને એક મિનિટ માઇક્રો કરો. હવે તેમાં લીલુ લસણ અને લીલા ધાણા નાખીને સ્ટફિંગ તૈયાર કરો. હવે તેના નાના નાના ગોળા બનાવો
- 5
ખીરામાં ઇનો મિક્સ કરો અને ઈડલી સ્ટેન્ડમાં પાણી ગરમ કરવા મૂકો હવે તેમાં 1 ચમચીખીરું મૂકો અને તેમાં એક સ્ટફિંગ નો ગોળો મૂકો તેના ઉપર ફરીથી ખીરું મૂકો આ રીતે બધા જ વડા મૂકીને 10 મિનિટ માટે બોઈલ કરો
- 6
હવે વડાને ઠંડા પાણીમાં એક મિનિટ માટે ડુબાડો પછી નિતારીને મીઠું અને ઠંડુ દહીંમાં મિક્સ કરો ઉપરથી મીઠું લાલ મરચું જીરુ છાટીને સર્વ કરો ગ્રીન ચટણી અને આમલીની ચટણી ઉપરથી નાખો. તૈયાર છે ટેસ્ટી દહીં વડા કે જે હેલ્થ માટે ખુબ જ સારા છે
Keywords
Similar Recipes
More Recipes
- મેથી પાલક નું શાક અને રોટલા (Methi Palak Shak Rotla Recipe In Gujarati)
- ચીઝ થેપલા સેન્ડવિચ (Cheese Thepla Sandwich Recipe In Gujarati)
- રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
- કસુરી મેથી ના ગોટા (Kasoori Methi Gota Recipe In Gujarati)
- દલીયા મોગર દાળ ખીચડી (Daliya Mogar Dal Khichdi Recipe In Gujarati)










ટિપ્પણીઓ (7)