રસાવાળુ દેશી ચણાનું શાક

રસાવાળુ દેશી ચણાનું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દેશી ચણાને પાણીમાં ૭-૮ કલાક પલાળી રાખો. ત્યારબાદ ચણાને કૂકરમાં જરૂર મુજબ પાણી અને થોડું મીઠું ઉમેરીને ૬ વિસલ થાય ત્યાં સુધી બાફો. કૂકર ઠંડુ પડે પછી ચણાને કાણાવાળા વાટકામાં કાઢી સહેજ ઠંડા થવા દો.
- 2
ત્યારબાદ ચણા વઘારવા માટે એક ફ્રાયપેનમાં તેલ ગરમ કરી તેમાં સૂકા લાલ મરચાં, રાઈ, હીંગ તથા જીરૂં ઉમેરો, વઘાર તતડે પછી તેમાં થોડી હળદર અને લાલ મરચું ઉમેરો તેનાથી કલર સરસ આવશે. પછી તેમાં થોડું પાણી ઉમેરો, પાણી ઉમેરવાનું કારણ એ કે વઘારનો મસાલો બળી ન જાય.
- 3
પછી તેમાં બાફેલા ચણા તેમાં ઉમેરો. ત્યારબાદ તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું તથા આદુ-મરચાંની પેસ્ટ ઉમેરીને જરૂર મુજબ પાણી ઉમેરો.
- 4
પછી તેમાં ગોળ ઉમેરીને થોડીવાર ઉકાળો. તેમાં લીંબુનો રસ ઉમેરો, લીંબુ ની જગ્યાએ આમલીનું પાણી પણ ઉમેરી શકાય છે.
- 5
ચણાના લોટ ને પાણીમાં ઓગાળીને તેને ચણામાં ઉમેરો અને થોડીવાર ઉકાળો જેથી ઘટ્ટ રસો તૈયાર થશે. ગેસ બંધ કરીને તૈયાર શાક પર કોથમીર ભભરાવી ભાખરી-રોટલી-પુરી અથવા ભાત સાથે સર્વ કરો. તો તૈયાર છે ગરમાગરમ સ્વાદિષ્ટ રસાવાળુ દેશી ચણાનું શાક.
Similar Recipes
-
દૂધી ચણાનું શાક
#ઘણા લોકોને દૂધી નથી ભાવતી તો આ રીતે શાક બનાવીને સર્વ કરશો તો તેમને ચોક્ક્સ ભાવશે, એકદમ સરળ રીતે બને છે તથા ખૂબ જ પૌષ્ટિક રેસિપી છે. Nigam Thakkar Recipes -
-
-
રસાવાળું વાલનું શાક
#કઠોળપહેલાંના સમયમાં કોઈપણ પ્રસંગ હોય તેમાં કઠોળ વગર તે જમણવાર અધૂરો માનવામાં આવતો. વાલની સાથે લાડુ અથવા મોહનથાળનું જમણ શ્રેષ્ઠ માનવામાં આવતું તો આજે આપણે રસાવાળા વાલનું શાક બનાવતા શીખીશું. Nigam Thakkar Recipes -
ચણાનું શાક(chana saak recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ ૮ હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા. આજે હું તમારી સાથે ચણાનું શાક ગ્રેવીવાળું બનાવશું. Nipa Parin Mehta -
ફણગાવેલા મગ અને ચણાનું શાક(Sprouts Sabji Recipe in Gujarati)
#GA4#Week11પોસ્ટ 1 ફણગાવેલા મગ અને ચણાનું શાક Mital Bhavsar -
-
-
દેશી ભાણું
#માઇલંચદેશી ભાણું જમો અને આરોગ્ય ને સ્વસ્થ રાખો.ને રોટલા સાથે શાક ખાવા ની મજા માણો. Urvashi Mehta -
🌿 લીલાં ચણાનું શાક 😋
#શાક🌷 કાઠીયાવાડી આ શાક ખાવાના શોખીન હોય છે.. લીલાં ચણા ની સીઝન શરૂ થાય એટલે વાડી વિસ્તારમાં લીલાં ચણા નું શાક અને રોટલાની મોજ પણ ચાલુ થઈ જાય.. અહીં તેની રીત જોઈએ 🙏 Krupali Kharchariya -
-
કોર્ન પાલક બિરયાની
#હેલ્થી #indiaકોર્ન અને પાલકથી બનતી હેલ્ધી અને ટેસ્ટી બિરયાની. Nigam Thakkar Recipes -
ચટાકેદાર રીંગણ બટાકાનું શાક
#લોકડાઉન #goldenapron3 week11 રીંગણ બટાકાનું શાક તો દરેકનાં ઘરમાં બનતું જ હોય છે, પણ મારા ઘરમાં ગોળ અને લીંબુનો રસ ઉમેરીને ખટાશ ગળપણવાળું શાક બને છે, જે ખીચડી તથા પુરી, રોટલી કે પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
દેશી ચણાનું શાક (Deshi Chana Shak Recipe In Gujarati)
દેશી ચણામાં પ્રોટીન, ફાઈબર અને મિનરલ્સ હોય છે, જે આપણને હેલ્ધી રાખે છે. ચણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેનાથી વારંવાર થઈ જતી શરદી સામે લડવાની પણ તમારા શરીરને તાકાત મળે છે.ચણામાં આયર્ન ખૂબ જ હોય છે. તે લોહીની કમી દૂર કરે છે અને તેને સાફ પણ રાખે છે.બાફેલા ચણાની ચાટ બનાવી શકાય છે અને શાક પણ બનાવી શકાય છે. Urmi Desai -
દેશી ભાણું
#હેલ્થીદેશી ભાણું એટલે કે દેશી વાનગી જે હેલ્થી પણ હોય અને ખાવા ની પણ મજા આવે છે. આજે મેં રીંગણ નુ ભડથું અને ,મકાઈ બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા છે. સાથે ગોળ, ઘી, ડુંગરી, અને વઘારેલી ખીચડી અને છાસ. Bhumika Parmar -
ચણાનું શાક (Chana nu Shaak in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, ચણાનું શાક તો બધા ના ઘર માં બનતું જ હોય છે મે એમાં પણ સાવ અલગ જ રીતે બનાવ્યુ છ.. તો ચાલો આજે હું તમારી સાથે તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani -
મિક્ષ. વેજ ફાડા ખીચડી
#કૂકર #indiaવિવિધ પ્રકારના શાકભાજી તથા ઘઉંના ફાડામાંથી બનતી સ્વાદિષ્ટ અને હેલ્થી ખીચડી. Nigam Thakkar Recipes -
-
ભરેલી દેશી વાલોળ
#૨૦૧૯ભરેલી દેશી વાલોળ નું શાક મારા ઘરમાં બધા ને ખૂબજ ભાવે છે.મારા નાની પાસે થી હું બનાવતા શીખી છું.કચ્છ જિલ્લા માં મારા નાની રહે.સાજે રોજ સગડી પર ખીચડી બને અને તેના ઢાંકણ પર ભરેલી વાલોળ મૂકી ધીમા તાપે અંગારા માં સીઝવા દે.પરંતુ મેં તપેલીમાં પાણી ગરમ કરી બાફી છે.ચાલો જોઈ લઈએ ભરેલી દેશી વાલોળ. Bhumika Parmar -
દેશી મગની કઢી
#કઠોળમગ કહે હું ઝીણો દાણો, મારે માથે ચાંદુ, બે ચાર મહિના મને ખાય તો માણસ ઉઠાડું માંદુ. Nigam Thakkar Recipes -
કંકોડાનું શાક
#હેલ્થી #indiaચોમાસામાં મળતું ખૂબ જ પૌષ્ટિક શાક. જેને બાજરીનાં રોટલા સાથે ખાવાની મજા આવે છે. Nigam Thakkar Recipes -
-
-
કોર્ન હાંડવો
#હેલ્થી #indiaદૂધીવાળો હાંડવો તો આપણાં બધાનાં ઘરે બનતો જ હોય છે. પણ આજે હું કોર્ન હાંડવાની રેસીપી પોસ્ટ કરું છું. જે ઓછા તેલથી ફ્રાયપેનમાં જ બનાવી શકાય છે. જેથી કૂકરમાં બનાવીએ એનાં કરતાં ઘણા ઓછા તેલમાં બની જાય છે. Nigam Thakkar Recipes -
-
-
મગ બાજરીની ખીચડી
#શિયાળાશિયાળો આવતા જ આપણા ભોજનનાં વ્યંજનોમાં ફેરફાર આવી જાય છે. આપણે શરીરને યોગ્ય ગરમી પૂરી પાડવા માટે જુદા-જુદા પ્રકારનાં ભોજન કરીએ છીએ. રેગ્યુલરમાં તો દરેકનાં ઘરમાં ઘઉંની રોટલી-ભાખરી બનતી હોય છે પરંતુ શિયાળામાં બાજરી, જુવાર, મકાઈ જેવા અનાજથી બનતી વાનગીનું સેવન કરવું જોઈએ. બાજરીમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં હોવાથી શિયાળામાં થતા સાંધાનાં દુઃખાવામાં રાહત આપે છે. તેમાં ટ્રાયપ્ટોફેન એમિનો એસિડ રહેલું છે જેના કારણે તેના સેવનથી પેટ ભરેલું લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. શિયાળામાં ભૂખ વધુ લાગે અને વધુ ખાવાથી ઘણી વાર વજન પણ વધી જતું હોય છે પણ બાજરીનાં સેવનથી વજન નિયંત્રણમાં લાવી શકાય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ડાયટ્રી ફાઈબર હોય છે જે પાચન માટે લાભદાયક છે તથા તેનાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે અને હૃદયરોગથી બચી શકાય છે. તેમાં સારા પ્રમાણમાં આયરન હોવાથી લોહીની ઉણપ પણ દૂર થાય છે તથા હાઈ બ્લડ પ્રેશર અને અસ્થમા જેવા રોગો માટે પણ લાભકારી છે. તેવી જ રીતે મગમાં પણ સારા પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ફોસ્ફરસ હોય છે. ડાયેટ કરતા લોકો માટે મગનું સેવન ખૂબ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન સારા પ્રમાણમાં રહેલું હોવાથી મસલ્સ મજબૂત થાય છે તેમાં પણ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોવાથી હૃદય રોગથી બચી શકાય છે તથા તેના સેવનથી લીવરના તથા કેન્સર જેવા રોગથી બચી શકાય છે. તો આજે આપણે મગ તથા બાજરીથી બનતી પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ ખીચડી બનાવીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ફણગાવેલા મઠનું શાક
#કઠોળઆપણે રોજબરોજની રસોઈમાં કઠોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આજે હું મઠ થી બનતી રેસીપી પોસ્ટ કરું છું. મઠ એ એક જાણીતું કઠોળ છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ તથા વિટામિન સારા પ્રમાણમાં હોય છે. હિંદીમાં તેને મોઠ અને અંગ્રેજીમાં મોઠ બીન્સ તથા મરાઠીમાં મટકી તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્રીયન રસોઈમાં તે ખૂબ જ પ્રચલિત છે. તેઓ ફણગાવેલા મઠનું મિસળ બનાવે છે. ગુજરાતમાં દિવાળીનાં સમયે મઠનાં લોટમાંથી મઠીયા બનાવવામાં આવે છે. Nigam Thakkar Recipes -
ચોળાની દાળ
આપણે રોજબરોજ બનતી રસોઈમાં કોઈપણ રીતે કઠોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કઠોળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણાનાં ઘરમાં દર બુધવારે મગનો રિવાજ હોય છે. આજે હું ચોળાની દાળની રેસીપી પોસ્ટ કરું છું. કઠોળમાં બે પ્રકારનાં ચોળા મળે છે સફેદ અને લાલ. ચોળા એ ગુજરાતની સાથે વિવિધ પ્રદેશનાં લોકો પણ ખાય છે. જેમકે ચોળાને હિંદીભાષી લોબીયા કહે છે, ઓડિશામાં જુડુંગા, બંગાળમાં બારબોટી કોલાઈ, કર્ણાટકમાં અલસન્દી, મહારાષ્ટ્રમાં ચવલી, તામિલનાડુમાં કારામણી કેથત્તા પયિર તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ યુનાઈટેડ સ્ટેટ્સમાં તે બ્લેક આય્ડ પીસ તરીકે પ્રખ્યાત છે. આ સિવાય શ્રીલંકામાં ચોળાને નારિયેળનાં દૂધમાં રાંધીને બનાવાય છે, ટર્કીનાં લોકો ચોળાને અધકચરા બાફીને તેમાં ઓલિવ ઓઈલ, મીઠું, ટામેટાં, લસણ ઉમેરીને સલાડ તરીકે ખાય છે. આફ્રિકામાં ઘાના, નાઈજીરિયા, સેનેગલ અને કેમરુન પ્રદેશ તથા બ્રાઝિલમાં પણ ચોળાનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે. તો આવા પૌષ્ટિક કઠોળ ચોળાની દાળ બનાવતા આપણે શીખીએ. Nigam Thakkar Recipes -
સ્વીટ કોર્ન સૂપ
#હેલ્થી #indiaમિક્ષ વેજિટેબલ્સ અને સ્વીટકોર્નથી બનતો ટેસ્ટી અને હેલ્થી સૂપ. Nigam Thakkar Recipes
More Recipes
ટિપ્પણીઓ