મિક્ષ. વેજ ફાડા ખીચડી

મિક્ષ. વેજ ફાડા ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉંના ફાડા, તુવેરની દાળ તથા સીંગદાણાને ધોઈને ૨ કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેને ફરીથી ધોઈ લો અને બધું પાણી નિતારી લો. ગાજર અને કેપ્સિકમ સમારી લો.
- 2
કૂકરમાં તેલ તથા ઘી ગરમ કરવા મૂકો તેમાં તજ, લવિંગ, સૂકા લાલ મરચાં, અજમો તથા હીંગ ઉમેરો. વઘાર તતડે એટલે તેમાં થોડી હળદર તથા થોડું લાલ મરચું ઉમેરો પછી તેમાં સમારેલા ગાજર તથા કેપ્સિકમ ઉમેરો.
- 3
તેમાં પલાળેલા ફાડા, તુવેરની દાળ, સીંગદાણા તથા લીલા વટાણા ઉમેરો. તેમાં સમારેલા લીલા મરચા તથા આદુની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું તથા સ્વાદાનુસાર મીઠું ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરી કૂકરનું ઢાંકણ ઢાંકીને ૩-૪ વિસલ થાય ત્યાં સુધી પકાવો. કૂકર ઠંડુ પડે પછી ઢાંકણ ખોલી તૈયાર ફાડાની ખીચડી પર કાચું સીંગતેલ નાખી ગરમાગરમ સર્વ કરો.
- 4
(આ ખીચડીમાં તુવેરનાં લીલવા, બટાકા, ટામેટા, ફ્લાવર, રીંગણ, દૂધી જેવા શાકભાજી પણ ઉમેરી શકાય છે)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્ષ વેજ. દલિયા ઉપમા
#માસ્ટરક્લાસઆજે હું હેલ્થી બ્રેકફાસ્ટ લઈને આવ્યો છું. જે ઘઉંના ફાડામાંથી બનાવી શકાય છે. ઘઉંના ફાડાને ઘણાં લોકો થુલી અને હિંદીમાં દલિયાનાં નામથી પણ ઓળખે છે જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દલિયામાં પ્રોટીન, વિટામીન B1, B2, ફાઈબર ઉપરાંત ઘણા બધા પોષકતત્ત્વો રહેલા છે. મોટા ભાગનાં જે ડાયેટ કે વર્કઆઉટ કરતા લોકો હોય છે તે દલિયાને પોતાનાં નાસ્તામાં સામેલ કરે છે. તેમાં બીટા ગ્લુકેન સહિત બીજા ભળી જાય તેવા ફાઈબરનો સારો સ્ત્રોત છે. તે ફાઈબર આંતરડામાં પહોંચીને જેલ સ્વરૂપમાં પરિવર્તિત થાય છે જેના લીધે પેટ લાંબો સમય સુધી ભરેલું હોય તેવો એહસાસ થાય છે અને મેદસ્વીતાની તકલીફ સતાવતી નથી. તેમાં કાર્બોહાઈડ્રેટ સારા પ્રમાણમાં હોય છે જેના કારણે જો દરરોજ સવારે બ્રેકફાસ્ટમાં ખાઈએ તો વજન જલ્દી નિયંત્રણમાં આવવાનું શરૂ થઈ જાય છે. તેમાં બીજા ખોરાક કરતાં કેલેરી ઓછી હોય છે અને આહારમાં લેવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે જેના લીધે હૃદય રોગ થવાની શક્યતા ઘણા અંશે ઓછી થઈ જાય છે. ઘણા વર્કઆઉટ કરતા લોકો તેનું દૂધમાં રાંધીને સેવન કરે છે. તેમાંથી ખીચડી, ઉપમા, લાપસી, રબડી જેવી વિવિધ વાનગી બનાવી શકાય છે. તો આજે આપણે આ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી એવા દલિયા (ઘઉંના ફાડા) માં વેજિટેબલ્સ ઉમેરી ઉપમા બનાવીશું. જે બ્રેકફાસ્ટ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
વેજ ફાડા ખીચડી
#ફિટવિથકુકપેડઆજે હેલ્ધી રેસિપી બનાવવાની છે તો અમે અહીં ઘઉંના ફાડા અને મિક્સ વેજીટેબલથી ઓછા તેલમાં હેલ્ધી ખીચડી બનાવી છે... Neha Suthar -
મગ બાજરીની ખીચડી
#શિયાળાશિયાળો આવતા જ આપણા ભોજનનાં વ્યંજનોમાં ફેરફાર આવી જાય છે. આપણે શરીરને યોગ્ય ગરમી પૂરી પાડવા માટે જુદા-જુદા પ્રકારનાં ભોજન કરીએ છીએ. રેગ્યુલરમાં તો દરેકનાં ઘરમાં ઘઉંની રોટલી-ભાખરી બનતી હોય છે પરંતુ શિયાળામાં બાજરી, જુવાર, મકાઈ જેવા અનાજથી બનતી વાનગીનું સેવન કરવું જોઈએ. બાજરીમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં હોવાથી શિયાળામાં થતા સાંધાનાં દુઃખાવામાં રાહત આપે છે. તેમાં ટ્રાયપ્ટોફેન એમિનો એસિડ રહેલું છે જેના કારણે તેના સેવનથી પેટ ભરેલું લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. શિયાળામાં ભૂખ વધુ લાગે અને વધુ ખાવાથી ઘણી વાર વજન પણ વધી જતું હોય છે પણ બાજરીનાં સેવનથી વજન નિયંત્રણમાં લાવી શકાય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ડાયટ્રી ફાઈબર હોય છે જે પાચન માટે લાભદાયક છે તથા તેનાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે અને હૃદયરોગથી બચી શકાય છે. તેમાં સારા પ્રમાણમાં આયરન હોવાથી લોહીની ઉણપ પણ દૂર થાય છે તથા હાઈ બ્લડ પ્રેશર અને અસ્થમા જેવા રોગો માટે પણ લાભકારી છે. તેવી જ રીતે મગમાં પણ સારા પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ફોસ્ફરસ હોય છે. ડાયેટ કરતા લોકો માટે મગનું સેવન ખૂબ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન સારા પ્રમાણમાં રહેલું હોવાથી મસલ્સ મજબૂત થાય છે તેમાં પણ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોવાથી હૃદય રોગથી બચી શકાય છે તથા તેના સેવનથી લીવરના તથા કેન્સર જેવા રોગથી બચી શકાય છે. તો આજે આપણે મગ તથા બાજરીથી બનતી પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ ખીચડી બનાવીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
-
ફાડા ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4 #Week7મેં ઘઉંના ફાડા ખીચડી બનાવી છે. જે હેલ્થ માટે સારું છે. Bijal Parekh -
જુવાર ફાડા ની વેજીટેબલ ખીચડી
#ઇબુક#Day11ખીચડી પૌષ્ટિક આહાર છે.એક નવી નવીનતમ સ્વાદિષ્ટ ,હેલ્થી ખીચડી ની વાનગી.જુવાર ફાડા ની વેજીટેબલ ખીચડી માં.. વેજીટેબલ સાથે,આખા જુવાર ને બદલે જુવાર ફાડા નો વપરાશ કર્યો છે.ડાયાબિટીસ ફ્રેન્ડલી... Jasmin Motta _ #BeingMotta -
-
કોર્ન પાલક બિરયાની
#હેલ્થી #indiaકોર્ન અને પાલકથી બનતી હેલ્ધી અને ટેસ્ટી બિરયાની. Nigam Thakkar Recipes -
મિક્સ ફાડા ખીચડી
#મધરમારી મમ્મી ઘંટી માં સ્પેશિયલ આ મિક્સ ફાડા બનાવતી. એમાં કોઈ પણ પ્રકાર ના સૂકા મસાલા નહિ નાખતી. ફક્ત આખા મસાલા નો વઘાર અને હળદર મીઠું. પણ ટેસ્ટી બહુ લાગતી. એ સાથે મમ્મી શાક ભાજી તવી પર શેકી ને આપતી. તો ક્યારેક કઢી કે છાસ સાથે. પચવામાં એકદમ લાઈટ અને સુપર હેલ્ધી. હજી પણ હું આવા ફાડા દળી ને રાખું છું. ક્યારેક સાત્વિક ખાવું હોય ત્યારે આ જ બનાવું. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
સ્વીટ કોર્ન સૂપ
#હેલ્થી #indiaમિક્ષ વેજિટેબલ્સ અને સ્વીટકોર્નથી બનતો ટેસ્ટી અને હેલ્થી સૂપ. Nigam Thakkar Recipes -
-
કાઠીયાવાડી કઢી ખીચડી.(Kathiyavadi kadhi khichdi in Gujarati.)
#TT1Post 1 ખીચડી એક પોષ્ટીક આહાર છે.આજે મે ચોખા, ઘઉંના ફાડા અને ફોતરાંવાળી લીલી મગનીદાળ નો ઉપયોગ કરી કાઠીયાવાડી ખીચડી બનાવી છે. Bhavna Desai -
ફાડા ઉપમા (ફરાળી સ્ટાઈલ)
#ટીટિઈમફાડા ઉપમા.. સાબુદાણા ની ખીચડી( ફરાળી) ની જેમ બનાવીને,એનો અનોખો પ્રયોગ કર્યો છે.ટી ટાઈમ માં બનાવો આ સ્વાદિષ્ટ વાનગી ચાય/ કોફી સાથે એનું સ્વાદ માણો. Jasmin Motta _ #BeingMotta -
ગ્રીન ખીચડી
#ખીચડી શિયાળામાં આ ખીચડી બનાવાય. દરેક પ્રકારના શાકભાજી મળી રહે.દરેક ને ખીચડી ભાવતી હોય છે. આ ખીચડી ખૂબ જ હેલ્ધી છે. Bhavna Desai -
-
ઘઉંના ફાડાની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઘઉંના ફાડાની વાનગી તો વર્ષોથી રસોડા નો ભાગ છે .ખીચડી બનાવો. લાપસી બનાવો .થુલી બનાવો. આ સ્વાસ્થ્યનો ખજાનો છે .આ ઘઉંના ફાડા માં પ્રોટીન ,વિટામિન તથા ફાઇબર પુષ્કળ છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ફાઇબર નિયંત્રિત કરે છે.કેલેરી ઓછી છે .આ તમામ પોષક તત્વોને પરિપૂર્ણ કરે છે. Neeru Thakkar -
😋 ફરાળી સાબુદાણા ખીચડી😋
#ફરાળી#જૈન દોસ્તો શ્રાવણ મહિનો ચાલુ છે તો ઘણા લોકો ઉપવાસ કરે છે..તો સાબુદાણા ખીચડી એક ફરાળ વાનગી છે.. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો દોસ્તો ચાલો સાબુદાણા ખીચડી બનાવશું. Pratiksha's kitchen. -
-
છડેલા ઘઉંનો ખીચડો
#લોકડાઉન #goldenapron3 week11અત્યારે કોરોના વાયરસનાં કારણે લોકડાઉન ચાલી રહ્યું છે જેનાં લીધે ઘરમાં જ રહેવું સુરક્ષિત છે. શાકભાજી લેવાં પણ બહાર જવું સુરક્ષિત નથી. તો આવી પરિસ્થિતિમાં ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને રસોઈ કરવી જોઈએ. તો આજે લંચ/ડિનરમાં વનપોટ મિલ તરીકે ખાઈ શકાય તેવી હેલ્ધી તથા ટેસ્ટી વાનગી પોસ્ટ કરું છું જેનું નામ છે છડેલા ઘઉંનો ખીચડો આ ખીચડો ઉત્તરાયણ દરમિયાન તો અવશ્ય બનતો જ હોય છે પરંતુ હજુ માર્કેટમાં તુવેરનાં લીલવા મળે છે અને મારા ત્યાં ફ્રિજમાં પણ સ્ટોર કર્યા હતા તો મેં તેનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ તીખો ખીચડો બનાવ્યો છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ખીચડી કબાબ
#goldenapron3 week_૧૪ #પઝલ_વર્ડ #ખીચડી# વધેલી ખીચડીમાં સમારેલા શાકભાજી અને મસાલા ઉમેરી બનાવેલ કબાબ જે એકદમ ઓછા તેલમાં સાંતળી લીધાં છે. Urmi Desai -
-
ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#CWM1 #Hathimasala#MBR5#week5#cookpadgujarati#cookpadindia#cookpad આપણે સામાન્ય રીતે ખીચડી ચોખા અને દાળ માંથી બનાવતા હોઈએ છીએ પરંતુ ઘઉંના ફાડા અને જુદી જુદી દાળ ના ઉપયોગ કરીને બનાવેલી ફાડા ખીચડી પણ એટલી જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. આ ખીચડીમાં અલગ અલગ જાતના શાકભાજી ઉમેરીને તેનો સ્વાદ ઓર વધારી શકાય છે. તેમાં પણ શિયાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે લીલી ડુંગળી, લીલું લસણ વગેરે ઉમેરવાથી તો આ ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#વન પૉટ મીલ. મસાલેદાર,સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી. જ્યારે પણ હલકું ભોજન બનાવવાનું મન હોય ત્યારે મિક્સ દાળ અને વેજીટેબલ મસાલા ખીચડી બનાવો. Dipika Bhalla
More Recipes
ટિપ્પણીઓ (2)