કચ્છી દાબેલી
#ફાસ્ટફૂડ
દાબેલી કચ્છ નું ફેમસ ફાસ્ટફૂડ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં તેલ લઈ તે ગરમ થાય એટલે તેમાં હિંગ અને દાબેલી ના મસાલા ની પેસ્ટ (મસાલા ને થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લેવી) નાખી થોડી વાર શેકી લેવું. ત્યારબાદ તેમાં બટાકા નો માવો, મિઠું, થોડી મિઠી ચટણી અને મસાલા શીંગ ઉમેરી મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણ લચકા પડતું હોવું જોઈએ.
- 2
પાંવ ને એક ખૂણાથી ત્રિકોણ શેપ માં કટ કરી તેમાં મિઠી ચટણી, તિખી ચટણી લગાવી થોડું મિશ્રણ ઉમેરો થોડી મસાલા શીંગ ઉમેરો ફરી તિખી - મિઠી ચટણી અને મિશ્રણ ઉમેરી ઉપર થી થોડી મસાલા શીંગ લગાવો. તો તૈયાર છે કચ્છ ની દાબેલી તેને તવી પર તેલ અથવા બટર થી શેકી ને ગરમા ગરમ સર્વ કરો.
- 3
દાબેલી શેકયા વગર પણ ખાઈ શકાય. ને તેમા ઉપર નાયલોન સેવ ભભરાવી ને પણ સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1 દાબેલી ફાસ્ટ ફૂડ ગણાય છે. આપણું દેશી ફાસ્ટ ફૂડ.દાબેલી નો ઉદ્દભવ કચ્છ માં થયો હતો ..ગુજરાત અને તેના આજુબાજુ ના રાજ્યો માં સૌથી સરળતાથી ઉપલબ્ધ આ વાનગી હવે ઘરે ઘરે બનતી થઈ ગઈ છે... Nidhi Vyas -
કચ્છી દાબેલી
#હેલ્ધી#હેલ્ધી ફાસ્ટ ફૂડ#કચ્છી સીરિઝકચ્છ નું નામ પડે ને દાબેલી યાદ આવે.. તો ચાલો થઇ જાય.. Daxita Shah -
કચ્છી દાબેલી
#RB2#Week2કચ્છી દાબેલી મારા સનની મનપસંદ ડીશ છે. તો હું આ રેસિપી મારા સન ઓમ ને ડેડીકેટ કરીશ. Hetal Poonjani -
-
-
કચ્છી દાબેલી (kachchhi dabeli recipe in Gujarati)
#આલુદાબેલી એ કચ્છ ની ખૂબ પ્રખ્યાત વાનગીઓ માં ની એક છે.. કચ્છ માં આવે અને દાબેલી ના ખાય તેવું તો બને જ નહી, આજે તમારી સાથે કચ્છી દાબેલી ની રેસીપી શેર કરી છે. Jigna Vaghela -
કચ્છી દાબેલી (Kutchi Dabeli)
#સુપરસેફ3 વરસાદ ની સીઝન મા બધાને ચટપટું ખાવા નું ખૂબ મન થાય તો તેમાં ભજીયા તો બધા ને ભાવે ને એમાં જો ગરમાગરમ દાબેલી પણ મળી જાય તો ખૂબ મજા પડી જાય તો ચાલો આપણે કચ્છ ની ફેમસ દાબેલી બનાવીએ. Shital Jataniya -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1 જેમ કહેવાય છે કે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા તેમ અમારી કચ્છી દાબેલી નહીં ખાઈ તો કુછ નહીં ખાયા. દાબેલી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં બાફેલા બટેટાના મસાલાને પાંઉને કાપીને તેના બે ફાડીયાની વચ્ચે મૂકીને બનાવાય છે. સ્વાદ માટે તેમાં આંબલી, ખજૂર, લાલ મરચું, લસણ, વગેરેની ચટણી અને શેકેલા મસાલેદાર શિંગદાણા પણ ઉમેરાય છે.દાબેલીને કચ્છી દાબેલી, કચ્છી ડબલરોટી પણ કહે છે. જેમ મુંબઈગરા વડાપાંઉ ખાય, વિદેશી બર્ગર ખાય તેમ કચ્છીઓ દાબેલી ખાય. કેટલીક વાનગીઓ માટે એ પ્રદેશમાં જ જવું પડે. કચ્છી દાબેલી આમ તો હવે જ્યાં-જ્યાં ગુજરાતી વસે છે ત્યાં મળે છે, પણ કચ્છમાં જઈને દાબેલી ખાઓ તો લાગે કે આ દાબેલીનો સ્વાદ કંઈક જુદો જ છે. કચ્છમાં માંડવી ભુજ અંજાર ગાંધીધામ મા માંડવી તેમજ બિન હરીફ ની દાબેલી ખુબ જ વખણાય છે તેમજ અંજારમાં ભીખા ભાઈ ની દાબેલી ખુબ જ વખણાય છે દાબેલી લેવા જઈએ એટલે ઘણી ભીડ હોવાથી કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે. મેં કચ્છી દાબેલી બનાવી છે તે ખૂબ જ ટેસ્ટી બની છે.બજારમાં મળે તેવોજ કચ્છી સ્વાદ.તમે પણ ચોક્કસ ટ્રાય કરજો જરૂર પસંદ આવશે. Ankita Tank Parmar -
કચ્છી દાબેલી
#સ્ટ્રીટ કચ્છ ની પ્રખ્યાત દાબેલી.. આજે બધા ગુજરાત ના શહેરમાં અને નાના મોટા ગામડામાં પણ દાબેલી મળે છે. અને કચ્છ ની દાબેલી એટલી જાણીતી છે કે બધી જ લારીઓ પર કચ્છી દાબેલી જ લખેલું હોઈ છે.તો ચાલો આજે કોન્ટેસ્ટ નો છેલ્લો દિવસ છે તો કચ્છી દાબેલી બનાવીએ. Krishna Kholiya -
કચ્છી દાબેલી(dabeli recipe in gujarati)
દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે.#માઇઇબુક#સાતમ Nidhi Jay Vinda -
કચ્છી કડક
#RB6#WEEK6કચ્છી કડક એ કચ્છ ની બહુ જાણીતી સ્ટ્રીટ ફૂડ વાનગી છે. કચ્છ ની દાબેલી વખણાય છે એવી રીતે આ કચ્છી કડક માં એના મસાલા નો જ ઉપયોગ કરી ને ટોસ્ટ અને ત્રણેય ચટણીઓ સાથે આ ખવાય છે. મેં આ વાનગી નું નામ જરૂર સાંભળેલું પણ ખાધેલી નહિ, પણ હાલ માં જ અમારા એક ફ્રેન્ડ ના ઘરે મળવાનું થયું અને અમારી નાની બેન જેવી સ્વાતિ ઠાકર એ આ વાનગી બનાવી હતી જે બધા ને ખુબ ભાવી હતી. એ થી મેં પણ ઈ રેસીપી બુક ના ૬ ઠા વીકમાં આ વાનગી બનાવી. Bansi Thaker -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ1#આલુ#પોસ્ટ4દાબેલી,કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જેણે પોતાની ચાહના કચ્છ ની બહાર પણ ફેલાવી છે. તીખી તમતમતી દાબેલી નાના મોટા સૌને પસંદ છે. Deepa Rupani -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી મૂળ કચ્છ માંથી ઉદભવ થયેલી એક વાનગી છે. કચ્છ મા એને ડબલ રોટી થી પણ ઓળખવા મા આવે છે. જેમાં પાવ ને વચ્ચે થી કાપી એમાં બટાકા નો મસાલો ભરવા મા આવે છે. Deepika Parmar -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
દાબેલી આમ તો કચ્છ ભુજ ની આઈટમ કહી શકાય પરંતુ લગભગ આખા ગુજરાતમાં બધે ખાવાથી હોય છે અને દરેક ગુજરાતીઓના ઘરે લગભગ બનતી હોય છે આજે હું તમારી સાથે મેં બનાવેલી દાબેલી ની રેસીપી શેર કરું છુ Rachana Shah -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છી દાબેલી એ કચ્છ નુ સ્ટ્રીટ ફૂડ છે પણ આજે આ દાબેલી દેશ વિદેશ માં પણ ખૂબ પ્રખ્યાત છે.. જલ્દી અને સરળ રીતે બની જાય છે. Niyati Mehta -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
દાબેલી કચ્છ કચ્છી દાબેલી (રોટી) ની પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે. નાના મોટા સૌ નેભાવતી વાનગી. .😋# cookpadgujrati#SF Shilpa khatri -
કચ્છી દાબેલી (Kutchi Dabeli recipe in gujarati)
#Cookpad#Cookpad India#Cookpad gujaratiકચ્છી દાબેલી કચ્છની પ્રખ્યાત વાનગી છે. દાબેલી માં મીઠો અને તીખો એમ બે ટેસ્ટ નું કોમ્બીનેશન હોય છે. પાર્ટી માટે બેસ્ટ ડિશ છે. દાબેલી ગરમ અને ઠંડી બંને રીતે ખાઈ શકાય છે. દાબેલી નાના બાળકો ને બહુજ ભાવે છે. Parul Patel -
ફરાળી દાબેલી
#ઉપવાસદાબેલી એ કચ્છ ની પ્રખ્યાત વાનગી છે.પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.અને બધા લોકો ઉપવ મા ખાઈ શકે તે માટે આપણે ફરાળી દાબેલી ની રીત બતાવી છે.આ દાબેલી માં ઉપયોગ માં લીધેલા બન 100% ફરાળી છે. કારણ કે આ ફરાળી બન ઘરે જ બનાવ્યા છે.સાથે ઉપયોગ મા લીધેલો દાબલી મસાલો પણ ઘરે જ પૂરી રીતે ફરાળી બનાવ્યો છે. અહીં આપેલી રેસીપી સંપૂર્ણ ફરાળી છે.તેથી આપ ઉપવાસ મા આ વાનગી ખાઈ શકો છો.આ આખી રેસીપી ફરાળી બન સાથે સંપૂર્ણ મારી ક્રિએટ કરેલી છે. Mamta Kachhadiya -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : કચ્છી દાબેલીદાબેલી નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને એમાં પણ કચ્છ ની દાબેલી જોતા જ ખાવાનું મન થઈ જાય ભાનુશાલી નો ફેમસ દાબેલી મસાલો. આજે મારા ઘરે મહેમાન છે તો થોડી કોન્ટીટી વધારે બનાવી છે. Sonal Modha -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CT આમ તો મારી સીટી નું ફેમસ ફૂડ ઘણું બધું છે તેમાં ભાઈ ભાઈ ની દાબેલી તો ઘણી જ ફેમસ છે Hiral Panchal -
કચ્છી દાબેલી પાઈ
#સ્ટફ્ડ#પોસ્ટ1દાબેલી એટલે કચ્છ ની ઓળખ. દાબેલી એક ખુબજ ફેમસ કચ્છી સ્ટ્રીટ ફૂડ છે. આજે મેં પાઈ ને દાબેલી ના મસાલા થી સ્ટફ કરી ને દાબેલી ને એક ખુબ નવો રૂપ આપ્યો છે. જે દેખાવ મા ખુબ આકર્ષક અને સ્વાદ મા ક્રિસ્પી ફલેકી અને મસાલેદાર લાગે છે. Khyati Dhaval Chauhan -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છ ની પ્રખ્યાત દાબેલી 😋 ભાનુશાલી નો દાબેલી નો મસાલો 👌 અમારા ઘરમાં બધાને દાબેલી બહુ જ ભાવે.આજે Dinner મા દાબેલી બનાવી. Sonal Modha -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia દાબેલી કચ્છ અને ગુજરાતનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફુટ છે. દાબેલી નો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. આ વાનગી ડબલ રોટી તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દાબેલી ને કચ્છી દાબેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાબેલી બનાવવા માટે પાવ અને બટાકાના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં ડુંગળી, મસાલા સીંગ, દાડમ અને કોથમીર સાથે પાવની અંદર સ્ટફ કરવામાં આવે છે. દાબેલી બનાવવા માટે કચ્છી દાબેલીનો મસાલો ખૂબ જરૂરી ઇન્ગ્રીડીયન્ટ છે. Asmita Rupani -
કચ્છી કડક(Kacchi kadak in gujarati recipe)
#સુપરશેફ3#મોંન્સૂનદાબેલી નું એક બીજું સ્વરૂપ કે જે બવ પ્રચલિત નથી પણ કચ્છ માં ગઇ ત્યાં મેં ખાધું હતું...ખૂબ જ ટેસ્ટી હોઈ છે. KALPA -
ડ્રાયફ્રુટ કચ્છી દાબેલી (DryFruit Kacchi Dabeli Recipe In Gujarati)
દાબેલી કચ્છ ની ફેમસ વાનગી છે. પણ લગભગ બધા ને ભાવે એવી ડીસ છે. શેક્યા વગર અને શેકેલી બન્ને રીતે ખવાય છે. મેઈન છે દાબેલી નો મસાલો. કચ્છ માં મસાલા ના પેકેટ મળે છે જેનો ઉપયોગ કરી હું મસાલો બનાવું છું. Anupa Thakkar -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#MBR1#week1 કચ્છ,ભુજ માં દાબેલી ખુબ વખણાય છે.તેનો મસાલો પણ અલગ આવે છે.અમારા ઘર માં બધા ને ખુબ ભાવે છે. Varsha Dave -
કચ્છી દાબેલી(kutchi dabeli recipe in Gujarati)
કચ્છ ની ફેમસ વાનગી દાબેલીને ગુજરાતી લોકો બહુ જ પસંદ કરે છે.અને ચોમાસામાં ચટપટું બહું જ ટેસ્ટી લાગે છે.#સુપરશેફ#માઇઇબુક Rajni Sanghavi -
કચ્છની પ્રખ્યાત દાબેલી (Kutch Famous Dabeli Recipe In Gujarati)
#CTદાબેલી એ કચ્છનું પ્રખ્યાત ફૂડ છે. કચ્છ આવો એટલે પેલી ડિમાન્ડ દાબેલી ખાવાની હોય છે. Hiral Shah -
આણંદ ની પ્રખ્યાત દાબેલી (Anand Famous Dabeli Recipe In Gujarati)
#CT#CookpadIndia#Cookpadgujaratiહું આણંદ માં રહું છું.આણંદ ની ઘણીબધી વાનગીઓ ફેમસ છે. જે બહાર વિદેશ માં પણ પ્રખ્યાત છે. એમાનજી એક વાનગી એટલે રેલ્વે સ્ટેશન ની પ્રખ્યાત મસ્તાનાની દાબેલી. જે બહુ જ પ્રખ્યાત છે. નાના મોટા સૌ ને ભાવે. હવે તો તેની અલગ અલગ શાખા પણ થઇ છે. એટલે એ હવે બસ સ્ટેન્ડ, જનતા એ પણ મસ્તાના ની દાબેલી મળે છે. એટલે જો જનતા એ શાક ને ફ્રૂટ લેવા ગયા હોય તો મસ્તાના ની દાબેલી ઘરે અચૂક લઈને જ આવીયે. મેં પણ એમની રેસિપી થી દાબેલી બનાવી છે. અમારા ઘરમાં બધાને દાબેલી બહુ જ ભાવે છે. તમે પણ દાબેલી બનાવવાનો ટ્રાય કરજો. હું અહીં મારી રેસિપી મુકું છું. Richa Shahpatel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10722996
ટિપ્પણીઓ