કચ્છી દાબેલી (kachchhi dabeli recipe in Gujarati)

#આલુ
દાબેલી એ કચ્છ ની ખૂબ પ્રખ્યાત વાનગીઓ માં ની એક છે.. કચ્છ માં આવે અને દાબેલી ના ખાય તેવું તો બને જ નહી, આજે તમારી સાથે કચ્છી દાબેલી ની રેસીપી શેર કરી છે.
કચ્છી દાબેલી (kachchhi dabeli recipe in Gujarati)
#આલુ
દાબેલી એ કચ્છ ની ખૂબ પ્રખ્યાત વાનગીઓ માં ની એક છે.. કચ્છ માં આવે અને દાબેલી ના ખાય તેવું તો બને જ નહી, આજે તમારી સાથે કચ્છી દાબેલી ની રેસીપી શેર કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટેટા નુ સ્ટફિંગ બનાવવા માટે બટેટા ને બાફી, છાલ કાઢી સમારી લેવા. હવે કઢાઈ માં તેલ મુકવું. તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલા બટેટા એડ કરવા, ત્યારબાદ તેમાં દાબેલી નો મસાલો, મીઠું, મરચું પાવડર, ખજૂર આમલીની ચટણી એડ કરી સ્મેશર વડે બટેટા સ્મેશ કરવા અને બધા મસાલા પણ મિક્સ કરી લેવા. બરાબર મિક્સ થઇ જાય ત્યારે ગેસ બંધ કરી મિશ્રણ ને મોટી થાળી માં પાથરી લેવુ.
- 2
આ મિશ્રણ ઉપર દાડમના દાણા, ટૂટીકૂટી, કાળી દ્રાક્ષ, નારિયેળ નું છીણ, કોથમીર ભભરાવી.(અહીં ગાનિશીઁગ માં તમારી ઇચ્છા મુજબ ની વસ્તુઓ લઈ શકાય. આ સિવાય ચેરી, સૂકાં કોપરા ની કતરણ, દ્રાક્ષ ની સિઝનમાં દ્રાક્ષ પણ લઈ શકાય)
- 3
હવે એસેમ્બલ કરવા માટે પાંઉ માં ક્રોસ માં કટ કરી અંદર બન્ને બાજુ ખજૂર આમલીની ચટણી, લસણની ચટણી લગાવવી. ત્યારબાદ તેમાં બટેટા નુ સ્ટફીંગ ભરવું. આ સ્ટફીંગ ઉપર ઝીણી સમારેલી ડુંગળી, મસાલા સીંગ, તથા નાયલોન સેવ નાખવી.
- 4
તવા માં બટર, તેલ કે ઘી વડે બધી બાજુ થી સારી રીતે શેકી લેવું.(બટર માં શેકવા થી સ્વાદ ખૂબજ સરસ લાગે છે) તો તૈયાર છે કચ્છ ની પ્રખ્યાત દાબેલી...
Similar Recipes
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
દાબેલી આમ તો કચ્છ ભુજ ની આઈટમ કહી શકાય પરંતુ લગભગ આખા ગુજરાતમાં બધે ખાવાથી હોય છે અને દરેક ગુજરાતીઓના ઘરે લગભગ બનતી હોય છે આજે હું તમારી સાથે મેં બનાવેલી દાબેલી ની રેસીપી શેર કરું છુ Rachana Shah -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiદાબેલી કચ્છી દાબેલી અને ડબલ રોટી ના નામે પણ ઓળખાય છે. આ એક તાજું ફરસાણ છે. તેની શરૂઆત કચ્છના માંડવી શહેરથી થઈ છે તેથી તે કચ્છી દાબેલી ના નામે પ્રખ્યાત થઈ છે લોકો દેશ-વિદેશથી કચ્છમાં આવે ત્યારે દાબેલી અચૂક ખાય છે અને દાબેલીનો મસાલો પણ અચૂક લઈને જાય છે. કચ્છ જેવી દાબેલીનો સ્વાદ બીજે ક્યાંય નથી. લોકો દાબેલીને બટર તેલ કે ઘીમાં શેકીને પણ ખાય છે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છી દાબેલી એ કચ્છ નુ સ્ટ્રીટ ફૂડ છે પણ આજે આ દાબેલી દેશ વિદેશ માં પણ ખૂબ પ્રખ્યાત છે.. જલ્દી અને સરળ રીતે બની જાય છે. Niyati Mehta -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#Streetfoodભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા નો દેશ છે. દરેક પ્રદેશની પોતાની બોલી અને રહેણીકરણી અલગ અલગ હોય છે. તેવી જ રીતે દરેક પ્રદેશનો ખોરાક પણ અલગ અલગ હોય છે. દરેક પ્રદેશોના એવા ઘણા સ્ટ્રીટ ફૂડ પણ છે જે ખૂબ જ પ્રખ્યાત છે. આ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે દેશ-વિદેશથી પણ ઘણા લોકો આવે છે.દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં આવેલું માંડવી શહેરમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં પાઉંને વચ્ચેથી કટ કરી ખજૂર આમલીની ચટણી લસણની ચટણી મૂકીને બટેટાનું મસાલો બનાવીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે તેના પર મસાલા શીંગ, ડુંગળી, સેવ મૂકવામાં આવે છે. Ankita Tank Parmar -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1 જેમ કહેવાય છે કે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા તેમ અમારી કચ્છી દાબેલી નહીં ખાઈ તો કુછ નહીં ખાયા. દાબેલી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં બાફેલા બટેટાના મસાલાને પાંઉને કાપીને તેના બે ફાડીયાની વચ્ચે મૂકીને બનાવાય છે. સ્વાદ માટે તેમાં આંબલી, ખજૂર, લાલ મરચું, લસણ, વગેરેની ચટણી અને શેકેલા મસાલેદાર શિંગદાણા પણ ઉમેરાય છે.દાબેલીને કચ્છી દાબેલી, કચ્છી ડબલરોટી પણ કહે છે. જેમ મુંબઈગરા વડાપાંઉ ખાય, વિદેશી બર્ગર ખાય તેમ કચ્છીઓ દાબેલી ખાય. કેટલીક વાનગીઓ માટે એ પ્રદેશમાં જ જવું પડે. કચ્છી દાબેલી આમ તો હવે જ્યાં-જ્યાં ગુજરાતી વસે છે ત્યાં મળે છે, પણ કચ્છમાં જઈને દાબેલી ખાઓ તો લાગે કે આ દાબેલીનો સ્વાદ કંઈક જુદો જ છે. કચ્છમાં માંડવી ભુજ અંજાર ગાંધીધામ મા માંડવી તેમજ બિન હરીફ ની દાબેલી ખુબ જ વખણાય છે તેમજ અંજારમાં ભીખા ભાઈ ની દાબેલી ખુબ જ વખણાય છે દાબેલી લેવા જઈએ એટલે ઘણી ભીડ હોવાથી કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે. મેં કચ્છી દાબેલી બનાવી છે તે ખૂબ જ ટેસ્ટી બની છે.બજારમાં મળે તેવોજ કચ્છી સ્વાદ.તમે પણ ચોક્કસ ટ્રાય કરજો જરૂર પસંદ આવશે. Ankita Tank Parmar -
-
ડ્રાયફ્રુટ કચ્છી દાબેલી (DryFruit Kacchi Dabeli Recipe In Gujarati)
દાબેલી કચ્છ ની ફેમસ વાનગી છે. પણ લગભગ બધા ને ભાવે એવી ડીસ છે. શેક્યા વગર અને શેકેલી બન્ને રીતે ખવાય છે. મેઈન છે દાબેલી નો મસાલો. કચ્છ માં મસાલા ના પેકેટ મળે છે જેનો ઉપયોગ કરી હું મસાલો બનાવું છું. Anupa Thakkar -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#GA4#Week4આજ હું ગુજરાત - ગુજરાતી ની ઓળખ આવી કચ્છ દાબેલી ની રેસીપી શેર કરું છું.ઘર માં બધા ને પસંદ આવી દાબેલી સાથે મારા બચપણ ની બહુ જ યાદો જોડાયેલી છે. મારા માટે તો નાનપણ માં લારી પાર મળતી દાબેલી રેસ્ટોરન્ટ થી ઓછી નોતી. Vijyeta Gohil -
કચ્છી દાબેલી (Kutchi Dabeli recipe in gujarati)
#Cookpad#Cookpad India#Cookpad gujaratiકચ્છી દાબેલી કચ્છની પ્રખ્યાત વાનગી છે. દાબેલી માં મીઠો અને તીખો એમ બે ટેસ્ટ નું કોમ્બીનેશન હોય છે. પાર્ટી માટે બેસ્ટ ડિશ છે. દાબેલી ગરમ અને ઠંડી બંને રીતે ખાઈ શકાય છે. દાબેલી નાના બાળકો ને બહુજ ભાવે છે. Parul Patel -
કચ્છી દાબેલી ટોસ્ટ(Kutchi Dabeli Toast Recipe In Gujarati)
#CT#cookpadindiaકચ્છની પ્રખ્યાત દાબેલી મોટેભાગે બધાએ ખાધી જ હશે. અને ઘણાને ફેવરિટ પણ હશે. આજે હું આપની સાથે શેર કરીશ કચ્છના એવા જ ચટાકેદાર ટોસ્ટ કે જે દાબેલીના સ્ટફીંગનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. અમુક પૂર્વ તૈયારી હોય તો ખૂબ જ ઝડપથી બની જાય છે. એકદમ સ્વાદિષ્ટ અને મોઢામાં પાણી લાવનાર આ ટોસ્ટ તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#આલુકચ્છ ની પ્રખ્યાત દાબેલી. જે ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Rupal -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : કચ્છી દાબેલીદાબેલી નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને એમાં પણ કચ્છ ની દાબેલી જોતા જ ખાવાનું મન થઈ જાય ભાનુશાલી નો ફેમસ દાબેલી મસાલો. આજે મારા ઘરે મહેમાન છે તો થોડી કોન્ટીટી વધારે બનાવી છે. Sonal Modha -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
દાબેલી કચ્છ કચ્છી દાબેલી (રોટી) ની પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે. નાના મોટા સૌ નેભાવતી વાનગી. .😋# cookpadgujrati#SF Shilpa khatri -
કચ્છી દાબેલી(dabeli recipe in gujarati)
દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે.#માઇઇબુક#સાતમ Nidhi Jay Vinda -
કચ્છી બટર દાબેલી(dabeli recipe in gujarati)
કચ્છી દાબેલી હુ મારી મમ્મી પાસેથી શીખી છું ગુજરાતમાં આવીયેને કચ્છી દાબેલી ના ખાઈએ એવું તો બનેજ નહીં આમતો કચ્છી દાબેલી આજે બધીજ જગ્યાએ જોવા મળૅ છે પણ તોય પણ કચ્છ જેવીતો ન જ થાય Varsha Monani -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ1#આલુ#પોસ્ટ4દાબેલી,કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જેણે પોતાની ચાહના કચ્છ ની બહાર પણ ફેલાવી છે. તીખી તમતમતી દાબેલી નાના મોટા સૌને પસંદ છે. Deepa Rupani -
કચ્છી દાબેલી
#સ્ટ્રીટ કચ્છ ની પ્રખ્યાત દાબેલી.. આજે બધા ગુજરાત ના શહેરમાં અને નાના મોટા ગામડામાં પણ દાબેલી મળે છે. અને કચ્છ ની દાબેલી એટલી જાણીતી છે કે બધી જ લારીઓ પર કચ્છી દાબેલી જ લખેલું હોઈ છે.તો ચાલો આજે કોન્ટેસ્ટ નો છેલ્લો દિવસ છે તો કચ્છી દાબેલી બનાવીએ. Krishna Kholiya -
કચ્છી દાબેલી
#હેલ્ધી#હેલ્ધી ફાસ્ટ ફૂડ#કચ્છી સીરિઝકચ્છ નું નામ પડે ને દાબેલી યાદ આવે.. તો ચાલો થઇ જાય.. Daxita Shah -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#PSદાબેલી ગુજરાતના કચ્છ પ્રદેશની એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. નાના મોટા બધાને ભાવતી આ ચટપટી દાબેલી ઘરમાં સરળતાથી બનાવી શકાય છે. Hetal Siddhpura -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી મૂળ કચ્છ માંથી ઉદભવ થયેલી એક વાનગી છે. કચ્છ મા એને ડબલ રોટી થી પણ ઓળખવા મા આવે છે. જેમાં પાવ ને વચ્ચે થી કાપી એમાં બટાકા નો મસાલો ભરવા મા આવે છે. Deepika Parmar -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia દાબેલી કચ્છ અને ગુજરાતનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફુટ છે. દાબેલી નો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. આ વાનગી ડબલ રોટી તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દાબેલી ને કચ્છી દાબેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાબેલી બનાવવા માટે પાવ અને બટાકાના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં ડુંગળી, મસાલા સીંગ, દાડમ અને કોથમીર સાથે પાવની અંદર સ્ટફ કરવામાં આવે છે. દાબેલી બનાવવા માટે કચ્છી દાબેલીનો મસાલો ખૂબ જરૂરી ઇન્ગ્રીડીયન્ટ છે. Asmita Rupani -
-
દાબેલી(dabeli recipe in Gujarati)
#સુપેરશેફ૩#મોનસૂનસ્પેશ્યલ#વીક૩#ઝિંગ#કિડ્સ#જુલાઈપોસ્ટ૧૨ દાબેલી એ નાના મોટા સૌ ને ભાવે તેવી વાનગી છે. અને ટેસ્ટી પણ છે.વરસાદ ની સીઝન માં ગરમ ગરમ દાબેલી ખાવાની મજા જ અલગ છે. Nayna J. Prajapati -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#Famપરીવાર ના નાના, મોટા સહુને પ્રિય એવી કચ્છની દાબેલી. shivangi antani -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 Week 1 છપ્પન ભોગ ફાસ્ટ ફૂડ ના ચાહકો માટે દાબેલી એક અનોખી સ્વાદિષ્ટ વાનગી છે. દાબેલી ને કચ્છી દાબેલી કહેવાય છે. દાબેલી ની શરૂઆત આશરે ૬૦ વર્ષ પહેલા ગુજરાત રાજ્ય માં કચ્છ જિલ્લા ના માંડવી માં થઈ હતી. સમય જતાં લોકો પોતાની રીતે નવા મસાલા ઉમેરતા રહ્યા અને અલગ અલગ પ્રકાર ની દાબેલી ની વાનગી આવતી રહી. Dipika Bhalla -
કચ્છી દાબેલી પાઈ
#સ્ટફ્ડ#પોસ્ટ1દાબેલી એટલે કચ્છ ની ઓળખ. દાબેલી એક ખુબજ ફેમસ કચ્છી સ્ટ્રીટ ફૂડ છે. આજે મેં પાઈ ને દાબેલી ના મસાલા થી સ્ટફ કરી ને દાબેલી ને એક ખુબ નવો રૂપ આપ્યો છે. જે દેખાવ મા ખુબ આકર્ષક અને સ્વાદ મા ક્રિસ્પી ફલેકી અને મસાલેદાર લાગે છે. Khyati Dhaval Chauhan -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#WDC કચ્છી દાબેલી એ કચ્છની પ્રખ્યાત વાનગી છે જે પાવ ની અંદર મસાલો ભરીને બનાવવામાં આવે છે તેના ચટપટો સ્વાદ સાથે તે ખૂબ જ સરસ લાગે છે sonal hitesh panchal -
-
દાબેલી નું જૈન સ્ટફિંગ (Jain stuffing for Dabeli recipe in Gujarati)
#KRC#કચ્છ#કચ્છી#દાબેલી#કાચા_કેળાં#STUFFING#TEMPING#SPICY#COOKPADINDIA#COOKPADGUJRATI કચ્છનું એક પ્રખ્યાત વ્યંજન દાબેલી જે ડબલ રોટી તરીકે પણ ઓળખાય છે તે દેશભરમાં પ્રખ્યાત છે જે સ્વાદમાં ખાટું મીઠું ચટાકેદાર હોય છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (4)