કાઠિયાવાડી ઘુટ્ટો

Madhavi Modha
Madhavi Modha @cook_17587257

આ શાક ખુબજ પૌષ્ટિક છે. આમા કોઈ પણ જાત મસાલા ઉમેરાતા નથી. સાથે તેલ ઘી નો વપરાશ પણ નથી થાતો. આમા સિઝનમાં બધા શાક નાખીને બનાવવામાં આવે છે.

કાઠિયાવાડી ઘુટ્ટો

આ શાક ખુબજ પૌષ્ટિક છે. આમા કોઈ પણ જાત મસાલા ઉમેરાતા નથી. સાથે તેલ ઘી નો વપરાશ પણ નથી થાતો. આમા સિઝનમાં બધા શાક નાખીને બનાવવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૬ જણા
  1. સામગ્રી
  2. પા કપ બારીક કાપેલી મેથીની ભાજી
  3. પા કપ બારીક કાપેલી પાલક
  4. પા કપ બારીક કાપેલુ લીલુ લસણ
  5. પા કપ બારીક કાપેલા બધા શાક(શિમલા મિર્ચ,દુધી,ગાજર,કોબીજ,ફણસી,ગુવાર,વાલોર,ચોળી,રીંગણા,ફલાવર સુરતી પાપડી)
  6. પા કપ લીલા (ચણા,વટાણા,તુવેરના દાણા,)
  7. ૧/૨ કપ પલાળએલી ચણાની દાળ
  8. ૧ બારીક કાપેલી ડુંગળી
  9. ૨ ટેસ્પુન લીલી હરદળ
  10. ૧/૨ કપ પલાળએલી લીલી મગની દાળ
  11. ૨ટેસ્પુન આંદુ
  12. ૧ કાપેલુ ટમેટુ
  13. ૧ કપ કાપેલી કોથમીર
  14. ૨ ટેસ્પુન વાટેલા તીખા લીલા મરચા ની પેસ્ટ
  15. નમક સ્વાદાનુસાર
  16. ૨ ૧/૨ કપ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બનાવવાની રીત

  2. 2

    કુકરમાં પાણી નાખીને ઉકાળો તેમા બધા શાક, દાળ નાખીને મિક્સ કરો. (નમક, લીલા મરચાની પેસ્ટ નથી નાખવાની) ઢાંકણ બંધ કરીને ૭ થી ૮ કુકર ની સીટી વગાડો. કૂકર ઠંડુ થાય અટલે ઢાંકણ ખોલી ને ગેસ ચાલૂ કરીનેશાકમા લીલા મરચા નાખીને ચમચાથી હલાવો સાથે ઘુટ્ટો શાક અેક રસ થાવુ જોઈએ ૨૦ મિનિટ સુધી ખદબદવા દો. પછી તેને રોટલા,ભાખરી, અથવા રોટલી સાથે સવૅ કરો. ઘુટ્ટો સાથે લસણની ચટણી, ગોળ ખુબજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhavi Modha
Madhavi Modha @cook_17587257
પર

ટિપ્પણીઓ

Similar Recipes