ચોળી તૂરિયાનું શાક

ઘણા લોકોને તૂરિયાનું શાક નથી ભાવતું હોતું પણ જો આ રીતે ચોળી સાથે બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તૂરિયાએ ઘણા રોગોનો રામબાણ ઈલાજ કરતું શાકભાજી છે.
ચોળી તૂરિયાનું શાક
ઘણા લોકોને તૂરિયાનું શાક નથી ભાવતું હોતું પણ જો આ રીતે ચોળી સાથે બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તૂરિયાએ ઘણા રોગોનો રામબાણ ઈલાજ કરતું શાકભાજી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોળીને ઝીણી સમારી લો. તૂરિયાની ઉપરની જાડી નસ હોય તે ચપ્પાથી કાઢી નાખો. તૂરિયાનો બહારની લીલી છાલ તથા સફેદ ભાગ અલગ-અલગ સમારી લો. તૂરિયા સમારતી વખતે ચાખી લેવા ઘણીવાર કડવા નીકળે છે. ત્યારબાદ ચોળી અને તૂરિયાને પાણીથી ધોઈ લો.
- 2
એક ફ્રાય પેનમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું તથા હીંગ મૂકી વઘાર તતડે પછી તેમાં થોડીક હળદર ઉમેરો. ત્યારબાદ તેમાં પહેલાં ચોળી પછી તૂરિયા ઉમેરી ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરો. તેમાં હળદર, મીઠું તથા પાણી ઉમેરીને મિક્સ કરો.
- 3
ઢાંકણ ઢાંકીને ૩૦-૩૫ મિનિટ ધીમા તાપે પકાવો. શાકમાંથી તેલ છૂટે એટલે ગેસ બંધ કરીને તૈયાર શાકને રોટલી, ભાખરી કે બાજરીનાં રોટલા સાથે સર્વ કરો. તો તૈયાર છે એકદમ લીલુંછમ એવું ચોળી તૂરિયાનું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ચણાનું શાક
#ઘણા લોકોને દૂધી નથી ભાવતી તો આ રીતે શાક બનાવીને સર્વ કરશો તો તેમને ચોક્ક્સ ભાવશે, એકદમ સરળ રીતે બને છે તથા ખૂબ જ પૌષ્ટિક રેસિપી છે. Nigam Thakkar Recipes -
વાલોળ પાપડી તુવેર રીંગણનું શાક
#લીલીઅત્યારે શિયાળામાં લીલોતરી શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તો દરેકનાં ઘરમાં તેમાંથી વિવિધ પ્રકારનાં શાક બનાવવામાં આવે છે. આજે હું વાલોળ પાપડી, તુવેર તથા રીંગણનું મિક્સ શાકની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ભરેલા ભીંડાનું શાક
#લીલીપીળીબધા શાકભાજીમાં ભીંડા એ મારું પ્રિય શાક છે. આજે આપણે ભરેલા ભીંડાનું શાક ભર્યા વગર બનાવીશું. સવાર-સવારમાં જોબ પર જવાનું હોય ટીફીન તૈયાર કરવાના હોય તો ભીંડા ભરવાનો સમય ઘણીવાર નથી મળતો. આ શાક ભર્યા વગર બનાવીશું તો પણ ભરેલા જેટલું જ સ્વાદિષ્ટ બનશે. Nigam Thakkar Recipes -
કાકડીનું શાક
#લીલીપીળીકાકડીનું શાક ઘણા લોકો ચણાનાં લોટવાળુ બનાવતા હોય છે પણ આજે હું એક સરળ રેસીપી પોસ્ટ કરું છું. જેને કાકડીનો સંભારો પણ કહી શકાય છે. બાળકોને કાચું સલાડ ન ભાવતું હોય તો આ રીતે બનાવીને સર્વ કરી શકાય છે. Nigam Thakkar Recipes -
🍃બાફેલી ચોળી નું શાક 😋
#શાક🌷 મિત્રો આપણે લીલી ચોળી નું શાક કુકરમાં કે છુટ્ટું વઘારતા હોય છીએ.. આજે હું તમને બાફેલી ચોળી નું શાક બનાવવાની રીત જણાવીશ..આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે 😋 Krupali Kharchariya -
રીંગણની ચીરીનું શાક
#શિયાળાઆપણે ત્યાં ઘણી જગ્યા પર શિયાળામાં રીંગણના ઓળાની ખાસ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. પરંતુ ઘણા લોકો રીંગણને એવોઇડ કરતા હોય છે. રીંગણને શાકભાજીનો બાદશાહ માનવામાં આવે છે. કારણ કે તેના પર ડિંટીયા સ્વરૂપે તાજ હોય છે. ઘણા લોકો માને છે કે રીંગણમાં કોઇ જ પ્રકારના ગુણો હોતા નથી. જો તમે પણ એવું જ માનતા હોવ તો તમે ખોટુ વિચારી રહ્યા છો. કારણ કે રીંગણમાં કેલ્શિયમ, આયરન, મેગ્નેશીયમ, પોટેશિયમ, ફોલેટ, કોપર, ફાઇબર, વિટામિન B, વિટામિન C વગેરે ઘણા પોષક તત્વો મળે છે. રીંગણ માત્ર હેલ્થ માટે જ સારા છે એવું નથી, પરંતુ સુંદરતા વધારવા માટે પણ મદદરૂપ થઇ શકે છે. જો વૈજ્ઞાનિકોનું માનવામાં આવે તો ડાયાબિટીસમાં પણ રીંગણ લાભદાયક છે, કારણ કે રીંગણમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. તેમ છતા ડાયાબિટીસ ટાઇપ-૧ અને ટાઇપ-૨ના દર્દીઓએ પોતાની દવા લેવી જરૂરી છે. રીંગણના જો બીજા ગુણો પર નજર કરવામાં આવે તો તે મેમરી બુસ્ટની સાથે એનિમિયા દુર કરવામાં પણ મદદરૂપ થાય છે. રીંગણ પાચનતંત્રને સારૂ રાખવામાં પણ મદદરૂપ થાય છે. સાથે જ તે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. રીંગણની સૌથી સારી બાબત એ છે કે તે શરીરમાં રહેલા વધારાના આયર્નને બહાર કાઢવામાં મદદરૂપ બને છે. તો આજે આપણે આ ગુણકારી રીંગણની ચીરીનું શાક બનાવીશું. Nigam Thakkar Recipes -
લીલી ચોળી નું શાક
#લીલીપીળીતમે પણ બનાવો લીલી ચોળી નું શાક જે ખૂબ જ પૌષ્ટિક હોય છે અને પ્રોટીન યુક્ત હોય છે Mita Mer -
લીલી ચોળી નું શાક (Green Chori Shak Recipe In Gujarati)
#MFFમોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની મોસમમાં લીલી ચોળી બહુ સરસ કૂંણી મળે. તો આજે એકલી લીલી ચોળીનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
લીલી ચોળી નું શાક
#TT1શિયાળામાં બધા લીલા શાકભાજી મળે છે. પરંતુ ઉનાળા અને ચોમાસામાં ની સિઝન પ્રમાણે લીલા શાકભાજી મળે છે. અહીં મેં લીલી ચોળી ના શાક ની રેસિપી શેર કરી છે. લીલી ચોળી નું શાક તેલમાં પાણી નાખ્યા વગર બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે પરંતુ જો પાણી એડ કરવામાં આવે તો શાકનો સ્વાદ બદલાઈ જાય છે. ચોળી ના શાકમાં તેલ અને મસાલા પ્રમાણસર કરીએ તો ખુબ જ સ્વાદિષ્ટ બને છે. ધનતેરસ અને બેસતા વર્ષના દિવસે શુકનમાં ચોળી નું શાક બનાવવામાં આવે છે. Parul Patel -
સરગવાની કઢી
#ટ્રેડિશનલ #મિલ્કી સરગવો શરીર માટે ખૂબ ગુણકારી છે. તે સાંધાનાં દુખાવામાં ખૂબ ફાયદાકારક છે. ડાયેટ તથા ન્યૂટ્રીશિયશ ચાર્ટ ફોલો કરતા લોકો તેનું ખાસ સેવન કરે છે. આજે હું સરગવાની કઢી બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઘણા લોકો આ રીતે ઘટ્ટ શાક પણ બનાવતા હોય છે. મારા ઘરમાં આ કઢી બધાને ખૂબ જ પ્રિય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ કારેલા નું શાક બધા ને નથી ભાવતું હોતું પણ જો આ રેસિપી થી કારેલા નુ શાક બનાવશો તો નાના મોટા બધા ને જરૂર થી ભાવશે. Sonal Modha -
કોબીજ બટાકાનું શાક
#લીલીકોબીજ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે અને સામાન્ય રીતે દરેક ઘરમાં એનું શાક તથા વિવિધ વાનગી બનતી જ હોય છે. ચાઈનીઝ વાનગીઓમાં પણ કોબીજ ભરપૂર પ્રમાણમાં વપરાય છે. વજન ઘટાડવા, સ્કીન, વાળ, કબજિયાત, કેન્સર, રોગ પ્રતિકારકતા માટે કોબીજનું સેવન ફાયદાકારક છે. તેમાં વિટામિન સી સારા પ્રમાણમાં હોય છે. તેને હિંદીમાં બંદ ગોભી, પત્તા ગોભી તથા કરમકલ્લા તરીકે ઓળખાય છે. અંગ્રેજી નામ Cabbage છે. તે ઘણા બધા કોમળ પાનનો બનેલો એક સંપુટ છે. તેના સારા ઉત્પાદન માટે ઠંડુ વાતાવરણ અને પાણીની આવશ્યકતા રહેલી છે. ખાતર પણ સારા એવા પ્રમાણમાં આપવું પડે છે. તેના ઉત્પાદન માટે છાણીયું ખાતર ઉત્તમ છે. કોબીજની ઘણી બધી જાત છે અમુક ત્રણ મહિનામાં તો અમુક પ્રકારની ઉગાડવા માટે છ મહિના જેટલો સમય લાગે છે. હવે તો Purple કલરની પણ કોબીજ માર્કેટમાં મળે છે. તો આજે આપણે કોબીજ બટાકાનું શાક બનાવીશું જે બધાનાં ઘરમાં બનતું જ હોય છે. Nigam Thakkar Recipes -
રીંગણ બટાકાનું શાક
#ટ્રેડિશનલઆજથી ટ્રેડિશનલ રેસિપી કોન્ટેસ્ટ શરૂ થયો છે. તો આજે હું પોસ્ટ કરું છું મારું પ્રિય રીંગણ બટાકાનું શાક જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે. ખીચડી સાથે ચોળીને ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
લીલી મોગરી રીંગણનું શાક
#લીલીકુકપેડ દ્વારા આયોજિત લીલી કોન્ટેસ્ટનો આજે અંતિમ દિવસ છે, આ કોન્ટેસ્ટમાં ઘણા બધા મેમ્બર્સે સરસ મજાની લીલી વાનગીઓ પોસ્ટ કરીને આ કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને સમગ્ર ગ્રુપમાં હરિયાળી લાવી દીધી. તો આજે હું આ કોન્ટેસ્ટમાં મારી અંતિમ રેસિપી રેસિપી૧૩ પોસ્ટ કરી રહ્યો છું. જેમાં બંને મુખ્ય ingredients મેં લીલા રંગના લીધેલ છે. જેમાં મેં લીલી મોગરી તથા લીલા રીંગણનો ઉપયોગ કરીને શાક બનાવ્યું છે. આપણા સમગ્ર કુકપેડ ગ્રુપમાં આ લીલી કોન્ટેસ્ટ જેવી લીલોતરી હંમેશા છવાયેલી રહે, આ ગ્રુપ એક પરિવારની જેમ હર્યુભર્યુ રહે તથા દરેક સભ્યો પોતાની રેસિપી કુકપેડ વેબસાઈટ પર પોસ્ટ કરતા રહે તથા દરેક મેમ્બર્સ કુકિંગમાં પ્રગતિ કરે તેવી આશા સાથે આજની રેસીપી શરૂ કરું છું. Nigam Thakkar Recipes -
લીલી ચોળી નું શાક (lili choli nu saak recipe in Gujarati)
#સુપરશેફ1સ્વાદિષ્ટ ચોળી નું શાક, કોકોનટ મિલ્ક (ગ્રેવી) મા બનાવેલ. Jasmin Motta _ #BeingMotta -
-
લીલી ચોળી નું શાક (Long Beans Curry Recipe In Gujarati)
#AM3 લીલી ચોળી નું શાક ખૂબ હેલ્ધી હોય છે. તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. લીલી ચોળી માં શરીર માટે ખૂબ સારું એવું એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેમાં સારા પ્રમાણમાં વિટામિન એ અને થોડા પ્રમાણમાં વિટામિન સી હોય છે. લીલી ચોળી માં બટાકા અથવા ટામેટા ઉમેરીને પણ ચોળી બટાકા કે ચોળી ટમેટાનું શાક બનાવી શકાય છે. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
ચોળી રીંગણ બટાકાનું શાક (Chori Ringan Bataka Shak Recipe In Gujarati)
આમ તો આ ઉનાળું શાક છે, પણ મને ઘર આંગણે તાજી, લીલી ચોળી મળી ગઈ તો મે મિક્સ શાક બનાવ્યું Pinal Patel -
ચોળી નું શાક (Long Beans Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચોળી નુ શાક Ketki Dave -
ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક
#સ્ટ્રીટઆપણે બહાર જતા હોઈએ ત્યારે ક્યારેક રેસ્ટોરન્ટમાં તો ક્યારેક હાઈવે સાઈડ ઢાબામાં જમતા હોઈએ છીએ. ઢાબામાં અમુક લિમિટેડ શાક તો ફિક્સ જ હોય છે જે બધા જ ઢાબામાં મળતા હોય છે જેમકે સેવ ટામેટાં, લસણીયા બટાકા અને વટાણા બટાકા. જે બનાવવા સરળ છે જેથી ઢાબાવાળા ગ્રેવી તૈયાર રાખે છે અને એક તપેલામાં બાફેલા બટાકા પણ તૈયાર રાખે છે જેથી ઓર્ડર કરીએ તો શાક ઈન્સ્ટન્ટ બનાવીને સર્વ કરી શકે. જેની સાથે ચૂલા પર બનેલા પરોઠા ખાવાની મજા આવે છે. ઢાબામાં મળતા વટાણા બટાકાનાં શાકમાં તેઓ લીલા વટાણા બાફતા નથી. તો ઘણા લોકો કઠોળનાં લીલા વટાણા પલાળેલા ઉપયોગમાં લેતા હોય છે. પણ જો આ રીતે વટાણા લઈએ તો શાક બનાવતી વખતે પાણી ઉમેરીને ચડવા દેવા પડે છે નહીંતર વટાણા કડક રહે છે. તો આજે આપણે ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક બનાવતા શીખીએ. Nigam Thakkar Recipes -
લીલી ચોળી ના દાણા નું શાક (Lili Chori Dana Shak Recipe In Gujarati)
#TT1 લીલી ચોળી ના દાણા નું શાક સ્વાદ માં બહું જ સરસ લાગે છે,આમ તો આપણે કઠોળ/સૂકી ચોળી નું શાક બનાવતાં જ હોઈએ છીએ પણ તેનાં કરતાં પણ લીલી ચોળી ના દાણા નું શાક બહું જ સરસ લાગે છે. મેં લસણ, ટામેટાં, ડુંગળી અને ખડા મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે. Krishna Dholakia -
ચટાકેદાર રીંગણ બટાકાનું શાક
#લોકડાઉન #goldenapron3 week11 રીંગણ બટાકાનું શાક તો દરેકનાં ઘરમાં બનતું જ હોય છે, પણ મારા ઘરમાં ગોળ અને લીંબુનો રસ ઉમેરીને ખટાશ ગળપણવાળું શાક બને છે, જે ખીચડી તથા પુરી, રોટલી કે પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
કાચા ટામેટાં બટાકાનું રસાવાળું શાક
પાકા લાલ ટામેટાંનો ઉપયોગ તો આપણે રોજબરોજ કોઈકને કોઈક રીતે રસોઈમાં કરતા જ હોઈએ છીએ. પણ માર્કેટમાં કાચા ગ્રીન ટામેટાં પણ મળે છે, તેનો ઉપયોગ ઘણા ઓછા લોકો કરતાં હોય છે. તે કાચા હોવાથી પાકા ટામેટાં કરતા પ્રમાણમાં કડક હોય છે તો તેનું શાક સરસ બને છે. Nigam Thakkar Recipes -
-
લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
આ સિઝનમાં લીલી ચોળી ભરપૂર આવે છે. લીલી ચોળી શરીર માટે પણ ફાયદાકારક છે. લીલી ચોળી નું શાક એકલું પણ સારું લાગે છે અને બટેકા સાથે તો એનો સ્વાદ ઓર વધી જાય છે. Disha Prashant Chavda -
સુરતી લીલી ચોળી નું શાક
#WEEK6#MBR6#cookpa india#cookpadgujarati#lilicholinushaakrecipe#SuratiLiliCholonuShaak#FreshGreenBeanCholi/Longbeansshaak Krishna Dholakia -
ચોળી ની દાળ
#દાળમિત્રો હમણાં દાળ અને કઢી ની એકથી એક ચડિયાતી વાનગીઓ જોવા મળે છે , એટલે હું પણ એક નવીન રેસિપી લાવી છું.લગભગ બાળકો કઠોળ ખાવામાં બહુ નખરાં કરતાં હોય છે પણ જો કંઈક અલગ રીતે બનાવી ને પીરસવામાં આવે તો તેઓ ચોક્કસ ખાસે.હુ જ્યારે આ દાળ બનાવતી ત્યારે મને એમ હતું કે ટેસ્ટી બને તો સારું, પણ ખરેખર ભાત સાથે કે રોટલા સાથે સર્વ કરજો મજા પડી જશે.તો ચાલો બનાવીએ.Heen
-
લીલી ચોળી બટેટાનું ગ્રેવીવાળું શાક
#શાકહેલ્ધી અને પોષણયુક્ત તમે પણ બનાવવાની લીલી ચોળી અને બટેટાનું ગ્રેવીવાળું શાક Mita Mer -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1 ચોળી નું શાક બે રીતે બને છે સૂકી ચોળી નું શાક અને લીલી ચોળી નું શાક આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Varsha Dave -
ચોળાની લચકો દાળ
આપણે કઢી-ભાત બનાવીએ ત્યારે સાથે મગની કે તુવેરની લચકો દાળ બનાવતા હોઈએ છીએ. પણ આજે મેં ચોળાની લચકો દાળ બનાવી છે. માર્કેટમાં જે શાકભાજીમાં લીલી ચોળી મળે છે. તેવી જ પાકટ થઈ ગયેલી સફેદ થઈ ગયેલી ફોલવાની ચોળી ઘણીવાર મળે છે. તો તેને ફોલીને તેના દાણામાંથી આ દાળ બનાવી છે. આ રીતે કઠોળનાં સૂકા ચોળા પલાળીને પણ બનાવી શકાય છે. Nigam Thakkar Recipes
More Recipes
ટિપ્પણીઓ